For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

ઓગસ્ટમાં ગોલ્ડ ETFમાં રૂ. 1,028 કરોડનું રોકાણ, છેલ્લા 16 મહિનામાં સૌથી વધુ

- જુલાઈ માસમાં ગોલ્ડ ઈ્ખમાં રૂ. ૪૫૬ કરોડનું રોકાણ

Updated: Sep 19th, 2023


મુંબઈ : અમેરિકામાં વ્યાજદરમાં સતત વધારો થતાં ગોલ્ડ ઇટીએફમાં (ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ)માં ઓગસ્ટમાં રૂ. ૧,૦૨૮ કરોડનું રોકાણ જોવા મળ્યું છે, જે ૧૬ મહિનાની ઊંચી સપાટી છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારાને કારણે આર્થિક વૃદ્ધિની ગતિને અસર થઈ છે.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાના ડેટા અનુસાર આ સાથે આ કેટેગરીમાં વાર્ષિક પ્રવાહ રૂ. ૧,૪૦૦ કરોડને વટાવી ગયો છે.  ગોલ્ડ ઇટીએફમાં નાણાપ્રવાહ ઉપરાંત, તેનો એસેટ બેઝ અને રોકાણકારોના ખાતા (ફોલિયો)ની સંખ્યામાં પણ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન વધારો થયો છે.ડેટા અનુસાર ઓગસ્ટમાં ગોલ્ડ ઇટીએફમાં રૂ. ૧,૦૨૮ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.  અગાઉ જુલાઈમાં તેમાં માત્ર  રૂ. ૪૫૬ કરોડનું રોકાણ થયું હતું.

અગાઉ, ગોલ્ડ ઇટીએફમાં સતત ત્રણ ત્રિમાસિક ગાળાના વેચાણ બાદ એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન રૂ. ૨૯૮ કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં આ કેટેગરીમાંથી રૂ. ૧,૨૪૩ કરોડ, ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૩૨૦ કરોડ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૧૬૫ કરોડનો ઉપાડ થયો હતો.

ગોલ્ડ ઇટીએફમાં એપ્રિલ, ૨૦૨૨ પછી ઓગસ્ટ, ૨૦૨૩માં સૌથી વધુ માસિક પ્રવાહ જોવા મળ્યો હતો.  એપ્રિલ ૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આ કેટેગરીમાં ૧,૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું.

Gujarat
Worldcup 2023
English
Magazines