Get The App

2022માં શેરબજારમાં શેરોની ડિલિવરીની ટકાવારી વધીને 41 ટકા પર પહોંચી

Updated: Jan 12th, 2023

GS TEAM


Google News
Google News
2022માં શેરબજારમાં શેરોની ડિલિવરીની ટકાવારી વધીને 41 ટકા પર પહોંચી 1 - image


- 2022 દરમિયાન F&O માં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ 

અમદાવાદ: 2022માં ડિલિવરીની ટકાવારી વધીને 41.4 ટકા થઈ છે, જે 2016 પછીનું ઉચ્ચતમ સ્તર છે. રોકાણકારો સામાન્ય રીતે એવા શેરોની ડિલિવરી લે છે જેમાં તેઓ લાંબા ગાળાના રોકાણની તક જુએ છે. તેજીવાળા બજારમાં વારંવાર ઊંચી ડિલિવરી જોવા મળે છે. ડિલિવરી-આધારિત વોલ્યુમમાં પિક-અપ એ સેન્ટિમેન્ટમાં સુધારો કરવાનું સૂચક માનવામાં આવે છે. પરંતુ ડિલિવરી ટકાવારીમાં 2022માં એક વર્ષમાં સુધારો થયો જ્યારે બજારમાં વળતર સુસ્ત હતું.

રૂ. 125 લાખ કરોડ  જે અગાઉના વર્ષ કરતાં 117 ટકા વધુ

વર્ષ ૨૦૨૨ માં, સેન્સેક્સ ૪.૪ ટકા વધ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪.૩ ટકા વધ્યો હતો. વ્યાપક બજારોમાં લાભ ઘણો ઓછો હતો. બીએસઈ  મિડકેપ ૧.૪ ટકા વધ્યો હતો જ્યારે બીએસઈ  સ્મોલકેપ ૧.૮ ટકા ઘટયો હતો. કેશ માર્કેટમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ વાર્ષિક ધોરણે ૧૮ ટકા ઘટીને રૂ. ૬૧,૩૯૨ કરોડ (એનએસઈ અને બીએસઈ) થયું છે.

ડિસેમ્બર ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ વચ્ચે વેપારીઓ માટે ૨૫% માર્જિન મની ફરજિયાત કરવામાં આવી હતી. તે માર્ચ અને મે ૨૦૨૧ વચ્ચે ૫૦ ટકા અને પછી જૂનથી ઓગસ્ટ ૨૦૨૧ સુધી વધારીને ૭૫ ટકા કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૧માં તેને વધારીને ૧૦૦ ટકા કરવામાં આવ્યો હતો. કેશ માર્કેટમાં માર્જિન અપફ્રન્ટે લીવરેજમાં ઘટાડો કર્યો હતો. ગયા વર્ષે ઇન્ટ્રાડે લિવરેજ દૂર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષ સુધી લીવરેજ ૨૦ થી ૩૦ ગણું હતુંે.

એનએસઈ અને બીએસઈ પર વર્ષ ૨૦૨૨ દરમિયાન, ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ રૂ. ૧૨૫ લાખ કરોડ હતું, જે ગયા વર્ષ કરતાં ૧૧૭ ટકા વધુ છે. ડિલિવરી ટકાવારી ૪૦ થી ૫૦ ટકાની રેન્જમાં રહેવાની ધારણા છે અને જો બજારમાં તેજી ચાલુ રહેશે તો તે વધુ વધી શકે છે.  જ્યારે બજાર ઉપર હોય છે ત્યારે ડિલિવરીની ટકાવારી વધારે હોય છે.

Tags :