- ભારતમાં નેપાળથી ફરી શરૂ થયેલી પામોલીનની આયાત
- ૧૮૫૦૦ ટનના લાઈસન્સ ઈસ્યુ કરાયા: દિવેલ તથા એરંડામાં પીછેહટ: મલેશિયાથી પામતેલની નિકાસમાં ઘટાડો: સોયાખોળના ભાવ ગબડી રૂ.૩૪ હજારની અંદર
- સૌરાષ્ટ્ર કોટન વોશ્ડ ગબડી રૂ.૮૦૦ની અંદર ઉતર્યું
મુંબઈ, તા. 10 ફેબુ્રઆરી 2020, સોમવાર
ઘરઆંગણે નેપાળથી પામતેલની આયાત દેશમાં ફરી શરૂ થયાના સમાચાર હતા. ડીજીએફટી કલકત્તાના સૂત્રોના જણાવ્યા મુજબ આ માટે તાજેતરમાં ૧૮૫૦૦ ટનના આયાત લાઈસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા છે. બિહારની એક પેઢીને આવા પરવાનાઓ આપવામાં આવ્યા છે તથા ટેન્કરમાં માત્ર લુઝ પામોલીનની આયાત ભારતમાં પેકિંગ માટે કરવાના હેતુસર આ પરવાનાઓ આપવામાં આવ્યા છે. મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ દસ દિવસમાં ૨૯.૪૦ ટકા ઘટી ૩૨૩૩૪૧ ટન થઈ છે જે પાછલા મહિને આ ગાળામાં ૪૫૭૮૩૧ ટન થયાના સમાચાર હતા.
મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી રહી હતી. વેપારો છૂટાછવાયા હતા. વિશ્વબજારના સમાચારો ઘટાડો બતાવી રહ્યા હતા. ઘરઆંગણે પણ બજારના પ્રવાહો નરમ હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૮૫૦ વાળા રૂ.૮૪૫ તથા જેએનપીટીના રૂ.૮૪૫ વાળા રૂ.૮૪૦ રહ્યા હતા. વેપારો નહિંવત હતા.
ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૬૮ વાળા ગબડી રૂ.૭૬૦ રહ્યા હતા જ્યારે વાયદા બજારમાં સીપીઓના ભાવ રૂ.૭૫૪.૯૦ થઈ ગયા પછી નીચામાં રૂ.૭૩૬.૬૦ થઈ સાંજે ભાવ રૂ.૭૪૦ રહ્યા હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ.૮૫૨.૪૦ રહ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૪૦ થઈ સાંજે રૂ.૮૪૫ બોલાઈ રહ્યા હતા.
વિશ્વબજારના સમાચાર નરમાઈ બતાવતા હતા. મલેશિયામાં પામતેલનો વાયદો આજે ગબડી છેલ્લે ૬૨, ૫૪, ૫૧ તથા ૪૯ પોઈન્ટ માઈનસમાં રહ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ ૧૦થી ૧૨.૫૦ ડોલર ગબડયા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદાના ભાવ આજે સાંજે પ્રોજેકશનમાં ૧૧થી ૧૨ પોઈન્ટ નરમ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૧૪૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૧૦૦ તથા ૧૫ કિલોના રૂ.૧૭૬૦થી ૧૭૭૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૮૦૦ની અંદર ઉતરી રૂ.૭૯૫થી ૭૯૭ રહ્યા હતા જ્યારે મુંબઈ બજારમાં આજે કપાસીયા તેલના ભાવ રૂ.૮૫૮ વાળા રૂ.૮૫૦ રહ્યા હતા.
સોયાતેલના ભાવ ડિગમના રૂ.૮૨૦ તથા રિફાઈન્ડના રૂ.૮૬૦ વાળા રૂ.૮૫૦ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૮૩૫ વાળા રૂ.૮૨૦થી ૮૨૫ તથા રિફાઈન્ડના રૂ.૮૯૦ વાળા રૂ.૮૮૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૮૭૦ વાળા રૂ.૮૬૫ જ્યારે કોપરેલના ભાવ રૂ.૧૪૧૦વાળા રૂ.૧૩૯૦ રહ્યા હતા. દક્ષિણના સમાચાર વેચવાલી બતાવતા હતા.
દરમિયાન, દિવેલના ભાવ આજે ૧૦ કિલોના રૂ.આઠ માઈનસમાં રહ્યા હતા જ્યારે એરંડાના હાજર ભાવ રૂ.૩૯૯૫ વાળા રૂ.૩૯૫૫ બોલાતા થયા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવ ટનના રૂ.૩૪૨૨૫થી ૩૪૨૩૦ વાળા ગબડી રૂ.૩૪ હજારની અંદર ઉતરી રૂ.૩૩૬૦૦ બોલાયા હતા.
જોકે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન, મગફલીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૧૫ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૩૩ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૯૦૦થી કરીને ઉંચામાં રૂ.૧૦૦૦થી ૧૦૧૫ રહ્યા હતા. એરંડા વાયદા બજારમાં આજે સાંજે ફેબુ્રઆરી વાયદાના ભાવ રૂ.૨૦ નરમ બોલાઈ રહ્યા હતા.