દેશના ટોચના ધનકુબેરોમાં ગુજરાતીઓનો દબદબો, ટોપ-10માં પાંચ ગુજરાતીઓ
નવી દિલ્હી,તા. 1 નવેમ્બર 2022, મંગળવાર
ભારતના સૌથી મોટા ધનકુબેરોમાં ગુજરાતીઓનો ડંકો વાગે છે. IIFL વેલ્થ હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં દેશના ટોચના 10 ધનકુબેરોમાં ગુજરાતીઓએ પરચમ લહેરાવ્યો છે. આ યાદીમાં સૌથી ટોચના સ્થાને ગૌતમ અદાણી છે. તેઓ ગુજરાતના, દેશના અને એશિયના સૌથી મોટા ધનાઢ્ય છે. ગૌતમ અદાણી અને ફેમિલીની સંપત્તિ 10,94,400 કરોડે પહોંચી છે.
આ યાદીમાં આગળના ગુજરાતીઓ પર નજર કરીએ અદાણી બાદ એશિયા અને દેશના બીજા સૌથી મોટા ધનકુનેર મુકેશ અંબાણી અને પરિવારની સંપત્તિ 7,94,700 કરોડ રૂપિયા છે.
IIFL Wealth Hurun India Rich List 2022માં ટોપ 10 ધનાઢ્યોની યાદીમાં વિનોદ શાંતિલાલ અદાણી અને ફેમિલી પણ શામેલ છે જેમની સંપત્તિ 1,69,000 કરોડ છે. લિસ્ટમાં નવમા ક્રમે સન ફાર્માના દિલીપ સંઘવીની સંપત્તિ રૂ. 1,33,500 કરોડ છે અને ઉદય કોટક 1,19,400 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 10મા ક્રમે છે.
આઇઆઇએફએલ વેલ્થના સહ-સ્થાપક અને જોઇન્ટ CEO યતિન શાહે કહ્યું કે, “ગુજરાત ભારતમાં ઉદ્યોગસાહસિકતાનો વારસો ધરાવતા શ્રેષ્ઠ રાજ્યોમાં સામેલ છે અને ટેકનોલોજીની સ્વીકાર્યતા સાથે નાણાકીય જાગૃતિ હંમેશા ગુજરાતમાં વધારે રહી છે. રાજ્યના 86થી વધારે વ્યક્તિઓ ગુજરાતમાંથી આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં સામેલ થયા છે. ગુજરાતના સૌથી વધુ ધનિકો ફાર્મા ક્ષેત્રમાંથી છે અને ત્યારબાદ સૌથી વધુ ધનિકો કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના તથા જ્વેલરી ક્ષેત્રના છે.”
ગુજરાતમાંથી કુલ 13 વ્યક્તિઓએ આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં પહેલી વાર પ્રવેશ કર્યો છે. આ 13 વ્યક્તિઓએ યાદીની કુલ સંપત્તિમાં રૂ. 28,700નો ઉમેરો કર્યો છે.
IIFL Wealth Hurun India Rich List 2022માં ગુજરાતમાંથી સામેલ થયેલી ટોચની વ્યક્તિઓ
રેન્ક |
નામ |
સંપત્તિ (રૂ. કરોડમાં) |
કંપની |
ઉદ્યોગ |
1 |
અશ્વિનદેસાઈ એન્ડ ફેમિલી |
10,300 |
એથર ઇન્ડસ્ટ્રીઝ |
કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ |
2 |
જિગ્નેશભાઈ દેસાઈ |
2,700 |
NJ ઇન્ડિયા ઇન્વેસ્ટ |
નાણાકીય સેવાઓ |
2 |
નીરજભાઈ ચોકસી |
2,700 |
NJ ઇન્ડિયા ઇન્વેસ્ટ |
નાણાકીય સેવાઓ |
4 |
યમુનાદત્ત અમિલાલ અગ્રવાલ એન્ડ ફેમિલી |
2,000 |
જિન્દાલ વર્લ્ડવાઇડ |
ટેક્સટાઇલ્સ, એપેરલ્સ એન્ડ એક્સેસરીઝ |
5 |
હસમુખ જી ગોહિલ |
1,700 |
તીર્થ એગ્રો ટેકનોલોજી |
ઓટોમોબાઇલ એન્ડ ઓટો કમ્પોનેન્ટ્સ |