કોરોના વાઇરસ અંકુશમાં નહીં આવે તો સોનું રૂા. 44000 પહોંચી જશે
- ઉંચા ભાવના પગલે સોનાની માંગમાં ૨૦-૨૫ ટકા ઘટાડાની સંભાવના
નવી દિલ્હી, તા. 12 ફેબુ્રઆરી 2020, બુધવાર
ઉંચા ભાવના પગલે ફેબુ્રઆરીમાં સોનાની માંગ જાન્યુઆરીની સરખામણીમાં ૨૦થી ૨૫ ટકા ઘટવાની શક્યતા છે. પીળી ધાતુના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂા. ૪૨,૦૦૦ સુધીની ઉંચાઈએ પહોંચી ગયા છે.
બુલિયન ઉદ્યોગમાં એ વાતની ચિંતા છે કે, કોરોના વાઇરસના કારણે અનિશ્ચિતતા હોવાથી આગામી સમયમાં સોનાના ભાવ ઉંચકાઈ જવાની શક્યતા છે. સોનાના ઉંચા ભાવથી માંગને અસર પડી છે.જાન્યુઆરીની તુલનામાં ફેબુ્રઆરીમાં સોનાની માંગ ૨૦થી ૨૫ ટકા ઓછી હશે. ગરાહકો રૂા. ૩૯,૦૦૦થી ૩૯,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવથી ટેવાઈ રહ્યા હતા પરંતુ કોરોના વાઇરસના કારણે ભાવ વધ્યા છે.
બુલીયન નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોરોના વાઇરસ અંકુશમાં નહીં આવે તો સોનાના ભાવ માર્ચના મધ્યમાં ૧૦ ગ્રામે રૂા. ૪૪,૦૦૦ સુધી પહોંચી શકે છે. કોરોના વાઇરસથી વૈશ્વિક વૃદ્ધિ પર અસર પડશે તેવી ચિંતાથી ઇક્વિટી બજાર અને સરકારી ડેટ યીલ્ડમાં ઘટાડો થયો હતો.