Get The App

ICICI બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો 36 ટકા વધીને રૂ.2599 કરોડ થયો

- હોલ્ડિંગના વેચાણ થકી થયેલી આવકથી...

- ICICI લોમ્બાર્ડમાં 3.96 ટકા, પ્રુડેન્શિયલ લાઈફમાં 1.5 ટકા હોલ્ડિંગ વેચીને રૂ.3090 કરોડ મેળવ્યા

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
ICICI બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો 36 ટકા વધીને રૂ.2599 કરોડ થયો 1 - image


મુંબઈ તા.25 જુલાઈ 2020, શનિવાર

ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા ૩૦,જૂન ૨૦૨૦ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં સબસીડિયરીઓમાં હોલ્ડિંગ વેચાણ થકી થયેલી આવક થકી ચોખ્ખો નફો ૩૬ ટકા વધીને રૂ.૨૫૯૯ કરોડ જાહેર કર્યો છે. જે ગત વર્ષના સમાનગાળામાં રૂ.૧૯૦૮ કરોડ થયો હતો.

બેંક દ્વારા જૂનમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં ૩.૯૬ ટકા હોલ્ડિંગ વેચીને રૂ.૨૨૫૦ કરોડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફમાં ૧.૫ ટકા હોલ્ડિંગ વેચીને રૂ.૮૪૦ કરોડ મળીને રૂ.૩૦૯૦ કરોડ મેળવ્યા છે. બેંકે જણાવ્યું છે કે, પ્રથમ ત્રિમાસિકમાં આ હોલ્ડિંગ વેચાણથી સ્ટેન્ડએલોન નાણાકીય પરિણામમાં ચોખ્ખો રૂ.૩૦૩૬.૨૯કરોડ અને કોન્સોલિડેટેડ પરિણામમાં રૂ.૨૭૧૫.૮૭ કરોડનો ચોખ્ખો લાભ થયો છે.

લોકડાઉનથી ત્રિમાસિકમાં આર્થિક પ્રવૃતિઓ પર મોટી વિપરીત અસર થવા સાથેબેંક દ્વારા કોવિડ-૧૯ સંબંધિત વધારાની રૂ.૫૫૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બેંકની કુલ એનપીએ ૬.૪૯ ટકાની તુલનાએ ઘટીને ૫.૪૬ ટકા અને નેટ એનપીએ ૧.૭૭ ટકાથી ઘટીને ૧.૪૧ ટકા રહી છે. બેંકની ચોખ્ખી વ્યાજ આવક ૨૦ ટકા વધીને રૂ.૯૨૭૮ કરોડની થઈ છે. કોન્સોલિડેટેડ ધોરણે બેંકની આવક રૂ.૩૩,૮૬૮.૮૯ કરોડની તુલનાએ વધીને રૂ.૩૭,૯૩૯.૩૨ કરોડ થઈ છે. 

જ્યારે કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ.૨૫૧૩.૬૯ કરોડની તુલનાએ ૨૪ ટકા વધીને રૂ.૩૧૧૭.૬૮ કરોડ થયો છે. 

Tags :