Get The App

હાઇકોર્ટે આપ્યો કોચર દંપતીને ઝટકો, જામીન આપવાનો કોર્ટે કર્યો ઇનકાર

Updated: Dec 28th, 2022

GS TEAM

Google News
Google News
હાઇકોર્ટે આપ્યો કોચર દંપતીને ઝટકો, જામીન આપવાનો કોર્ટે કર્યો ઇનકાર 1 - image


- કોચરોએ સીબીઆઈની ધરપકડને ગણાવી હતી ગેરકાયદેસર

- કોર્ટે તેમની જામીન અરજીને ફગાવી 

નવી દિલ્હી,તા.28 ડિસેમ્બર 2022,બુધવાર

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે લોન છેતરપિંડી કેસમાં ધરપકડ કરાયેલ આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપકને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોચરોએ સીબીઆઈની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ, કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી અને વેકેશન પછી નિયમિત બેંચનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સીબીઆઈએ સોમવારે આ કેસમાં વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતની પણ ધરપકડ કરી હતી. કોચર દંપતી અને ધૂતને 28 ડિસેમ્બર સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કોચર દંપતીના વકીલે દલીલ કરી હતી કે, સીબીઆઈએ તેમની ધરપકડ પહેલા કાયદા હેઠળ જરૂરી કોઈ મંજૂરી લીધી નથી. હાઈકોર્ટે તેમને પૂછપરછ પૂરી ન થાય ત્યાં સુધી દરરોજ એક કલાક માટે તેમના વકીલોની મદદ લેવાની છૂટ આપી હતી. કોર્ટે કહ્યું કે, જો જરૂર પડશે તો સીબીઆઈ ધૂતને ઈન્સ્યુલિન લેવામાં મદદ કરવા માટે એક અટેન્ડન્ટને પણ મંજૂરી આપશે. કોચર અને ધૂતને પોતાના ખર્ચે ખુરશી, ખાસ પલંગ, ગાદલું, ઓશીકું, ટુવાલ, ધાબળો અને ચાદરનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણેયને ઘરનું ભોજન પણ મળી શકશે.

Tags :