Get The App

0 કે 1000 કે પછી 10000 નહીં.... આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે!

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
0 કે 1000 કે પછી 10000 નહીં.... આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે! 1 - image


Savings Account Minimum Balance: ઈન્ડસ્ટ્રિયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ICICI) બેન્ક ખાતા ધારકો માટે મહત્ત્વના સમાચાર છે. બેન્કે બચત ખાતાઓ માટે મિનિમમ એકાઉન્ટ બેલેન્સમાં વધારો કર્યો છે. બચત ખાતામાં રાખવાની રકમમાં 5 ગણો વધારો કર્યો છે. મહાનગરોથી લઈને ગામડાઓ સુધીના ખાતા ધારકો માટે મિનિમમ બેલેન્સમાં વધારો કરવામાં આવ્યો છે.

બચત એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખો તો દંડ થશે

હવે પ્રાઇવેટ સેક્ટર લેન્ડર ICICI બેન્કના બચત ખાતામાં 50સ000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. પહેલા આ રકમ 10 હજાર રૂપિયા હતી. જો તમે તમારા બચત એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખો, તો તમારે દંડ ભરવો પડી શકે છે.

આ પણ વાંચો: ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ!

મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ICICI બેન્કના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ 50 હજાર રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તારોમાં 25 હજાર રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં મિનિમમ બેલેન્સ 10 હજાર રૂપિયા રાખવા પડશે. અગાઉ મેટ્રો અને શહેરી વિસ્તારોમાં બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ 10 હજાર રૂપિયા જરૂર હતા. આ નિર્ણય સાથે ICICI બેન્ક પાસે હવે સ્થાનિક બેન્કોમાં સૌથી વધુ મિનિમમ એકાઉન્ટ બેલેન્સ (MAB) છે.

અન્ય બેન્કોના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ કેટલું છે?

આ નિર્ણય પછી ICICI બેન્કના બચત ખાતામાં મિનિમમ બેલેન્સની મર્યાદા 50 હજાર રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની બેન્ક SBI એ વર્ષ 2020માં જ મિનિમમ બેલેન્સની મર્યાદા દૂર કરી દીધી હતી, એટલે કે આ નિયમ નાબૂદ કરવામાં આવ્યો હતો. બીજી તરફ અન્ય બેન્કોએ ઓપરેશન કોસ્ટને મેનેજ કરવા માટે બચત ખાતામાં મિનિમમ બેલેન્સની મર્યાદા 2000 રૂપિયાથી 10 હજાર રૂપિયા કરી છે.

ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની HDFC બેન્કની વાત કરીએ તો, મેટ્રો અને શહેરી વિસ્તારોની શાખાઓના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ 10 હજાર રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તારોની બેંકોમાં 5000 રૂપિયા અને ગામડાઓમાં શાખાઓ માટે 2500 રૂપિયા રાખવા ફરજિયાત છે.

Tags :