સોલાર એસેમ્બલી લાઇનમાં એક ડોકિયું, જાણો વિક્રમ સોલાર ક્લિન એજ ભારતીય ઉત્પાદનમાં કેવી રીતે યોગદાન આપે છે
Vikram Solar’s Smart Manufacturing and IPO : ગ્લોબલ ક્લિન એનર્જી અભિયાનમાં ભારત મોખરાનું સ્થાન ધરાવે છે. ભારતીય સોલાર પીવી મોડ્યુલ તેમજ ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા ફોટોવોલ્ટેઇક (પીવી) મોડ્યુલ ઉત્પાદનમાં નિષ્ણાત ગણાતી કંપનીઓમાં વિક્રમ સોલાર પણ એક અગ્રણી ઉત્પાદક કંપની છે. આ કંપની 39 દેશોમાં આંતરરાષ્ટ્રીય હાજરી ધરાવે છે. વિક્રમ સોલાર ઉચ્ચ કાર્યક્ષમતા તેમજ નવા ઉત્પાદનો દ્વારા વિશ્વસનીય સૌર ઊર્જા ઉકેલોમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.
વર્ષ 2005માં સ્થપાયેલી આ કંપનીએ 20 વર્ષના અથાક અનુભવ પછી ભારતના અગ્રણી સોલાર PV ઉત્પાદકોમાં અગ્રણી સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ 2030 સુધીમાં 500 ગીગા વૉટ હાંસલ કરવાના ભારતના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને સમાંતર વિક્રમ સોલાર આગળ વધી રહી છે. કંપની તેની પેદાશો મારફત દેશના અલ્ટ્રા-સ્કેલ સોલાર ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પોતાનો ફાળો આપશે. 4.5 ગીગા વૉટની ઉત્પાદન ક્ષમતા સહિત 39 દેશોમાં નિકાસ સાથે વિક્રમ સોલાર ફક્ત સ્થાનિક બજારમાં જ જાણીતું નામ નથી, પરંતુ સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદક તરીકે આ કંપની વૈશ્વિક હાજરી પણ ધરાવે છે. વિક્રમ સોલાર કંપની BloombergNEF Tier-1 ઉત્પાદક તરીકે પણ ઓળખાય છે, જેની વિશ્વસનીયતા અને ગુણવત્તા તેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.
IPO-Bound: વિક્રમ સોલારનો મૂડી બજારમાં પ્રવેશ
વિક્રમ સોલારના આગામી IPOમાં 1,500 કરોડ સુધીના ઇક્વિટી શૅરનો ફ્રેશ ઇશ્યૂ અને હાલના શૅરધારકો દ્વારા 1.74 કરોડ સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ કંપની મુખ્ય સુવિધામાં ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવા અને કામગીરી વિસ્તૃત કરવા માટે કરશે. કંપનીએ તમિલનાડુના ગંગાઇકોંડનમાં એક ઈન્ટિગ્રેટેડ સૌર ઉત્પાદન સુવિધાની પણ જાહેરાત કરી છે, જેમાં સૌર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા હશે.
ભારતની સૌર કરોડરજ્જુનું નિર્માણ કરતી એસેમ્બલી લાઇન
પશ્ચિમ બંગાળમાં વિક્રમ સોલારના ફાલ્ટા પ્લાન્ટ અથવા તમિલનાડુમાં તેની વિસ્તરતી ઓરાગડમ સુવિધા નિર્દેશ આપે છે કે, કંપની તેના પ્રોજેક્ટ્સના લાંબા ગાળાના પ્રદર્શન પ્રત્યે પ્રતિબદ્ધ છે. આ સુવિધાઓ સ્થાનિક, આંતરરાષ્ટ્રીય બજારો બંને માટે રચાયેલા N-ટાઇપ ટેકનોલોજી સહિત ઉચ્ચ-કાર્યક્ષમતા મોડ્યુલોના ઉત્પાદનને ટેકો આપે છે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં તમિલનાડુના ગંગાઈકોંડનમાં તેની આગામી સુવિધા માટે શિલાન્યાસ સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન ઉપસ્થિત રહ્યા હતા, જે વિક્રમ સોલારની વિસ્તરણ યાત્રામાં એક મહત્ત્વની સિદ્ધિ છે.
આ રોકાણો થકી વિક્રમ સોલારના ભારતની 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' પહેલનું પણ સમર્થન કરે છે, જેનો હેતુ આયાતી સૌર ઉપકરણો પર નિર્ભરતા ઘટાડવાનો છે.
NABL દ્વારા માન્યતા પ્રાપ્ત લેબોરેટરી
કંપનીએ શરૂઆતમાં N-ટાઇપ ટેક્નોલોજી/સેલ્સનો ઉપયોગ કરીને સૌર પીવી મોડ્યુલોના ફાયદાને ઓળખી કાઢ્યા, જેના કારણે 2023માં હાઇપરસોલ સોલર પીવી મોડ્યુલનો ઝડપી વિકાસ અને ઉત્પાદન થયું. કંપનીએ તાજેતરમાં તેની G12R પ્રોડક્ટ લાઇનના લોન્ચની પણ જાહેરાત કરી, જે અત્યાધુનિક મોડ્યુલ ટેકનોલોજી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વિક્રમ સોલાર NABL દ્વારા માન્યતા પ્રાપ્ત લેબોરેટરી ચલાવે છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે ગુણવત્તા અને પાલન સુનિશ્ચિત કરે છે. વિક્રમ સોલાર ડિજિટલ ટેકનોલોજીને ઉત્પાદન કામગીરી સાથે જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કોગ્નિટિવ મોડેલિંગ, મશીન લર્નિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી અને રોબોટિક પ્રક્રિયા ઓટોમેશનનો ઉપયોગ થાય છે. ઉત્પાદન એકમો ખૂબ જ સ્વચાલિત છે, જેમાં જાપાન, જર્મની, યુનાઇટેડ સ્ટેટ્સ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ચીનના સાધનો અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વિક્રમ સોલારે મોડ્યુલ ટેકનોલોજી પ્રગતિ અને પ્રોડક્ટ ઈનોવેશનમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. ભારતમાં સ્થિતિસ્થાપક અને વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સોલાર મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇન બનાવવા માટે એક મહત્ત્વની બાબત ગણાતા બેકવર્ડ ઈન્ટિગ્રેશનમાં પણ કંપની સક્રિયપણે જોડાયેલી છે.
ઊર્જા સંગ્રહ ક્ષેત્રમાં પ્રવેશ
વિક્રમ સોલારે તેના ભવિષ્યલક્ષી વૈવિધ્યકરણના ભાગરૂપે સોલિડ-સ્ટેટ બેટરી ઉત્પાદનમાં સાહસ કર્યું છે. 1 GWh ક્ષમતા સુવિધાની જાહેરાત કરી છે, જે 5 GWh સુધી સ્કેલેબલ છે. આ કંપનીના ઝડપથી વિકસતા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) ક્ષેત્રમાં પ્રવેશને ચિહ્નિત કરે છે.
ભારતના સ્વચ્છ ઔદ્યોગિક ભવિષ્યને આકાર આપવો
વિક્રમ સોલાર સૌર ટેકનોલોજી અને સ્થાનિક ઉત્પાદનમાં એક મહત્ત્વની પ્લેયર છે. બે દાયકાના ઉદ્યોગ અનુભવ, ટેકનોલોજી-સંચાલિત નેતૃત્વ સાથે સોલાર ઉત્પાદન અને એનર્જી સ્ટોરેજ સોલ્યુશન બનાવવાના વ્યાપક અભિગમ મારફત રાષ્ટ્રના સ્વચ્છ ઓદ્યોગિક પરિવર્તનના લક્ષ્ય હાંસલ કરવામાં વિક્રમ સોલાર અગ્રેસર રહીને ફાળો આપશે.