Business

કોઈ પણ બૅન્ક એક દિવસમાં કેટલી ચલણી નોટ બદલી આપે? જાણો RBIનો નિયમ

By GS TEAM
5 Jan 20263 mins read
TukuTouch Logo
ઘણીવાર લોકો પાસે ફાટેલી, ગંદી અથવા રંગ લાગી ગયો હોય તેવી ચલણી નોટ આવી જાય છે. ઘણી વાર ATMમાંથી પણ આવી નોટો નીકળી આવે છે, જેનાથી લોકો પરેશાન થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણીવાર દુકાનદારો પણ આવી નોટ લેવાનો ઇન્કાર કરી દે છે અને લોકોને ઘણીવાર તેને કેવી રીતે બદલવી તેની જાણકારી પણ નથી હોતી. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આ નોટોને બદલવા અંગે કયા નિયમો બનાવ્યા છે અને એક દિવસમાં કેટલી નોટ બદલી આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોઈ પણ બૅન્ક એક દિવસમાં કેટલી ચલણી નોટ બદલી આપે? જાણો RBIનો નિયમ

RBI's Currency Notes Exchanged Rules: ઘણીવાર લોકો પાસે ફાટેલી, ગંદી અથવા રંગ લાગી ગયો હોય તેવી ચલણી નોટ આવી  જાય છે. ઘણી વાર ATMમાંથી પણ આવી નોટો નીકળી આવે છે, જેનાથી લોકો પરેશાન થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણીવાર દુકાનદારો પણ આવી નોટ લેવાનો ઇન્કાર કરી દે છે અને લોકોને ઘણીવાર તેને કેવી રીતે બદલવી તેની જાણકારી પણ નથી હોતી. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આ નોટોને બદલવા અંગે કયા નિયમો બનાવ્યા છે અને એક દિવસમાં કેટલી નોટ બદલી આપે છે.

એક દિવસમાં કેટલી નોટ બદલી શકાય છે?

RBIના નિયમો પ્રમાણે એક વ્યક્તિ એક દિવસમાં વધુમાં વધુ 20 નોટ બદલાવી શકે છે. આ નોટોની કુલ કિંમત 5,000થી વધુ ન હોવી જોઈએ. આવા કિસ્સામાં બૅન્ક કાઉન્ટર પર જ તરત ચૂકવણી કરી દે છે. બીજી તરફ જો નોટોની કુલ કિંમત તેનાથી વધુ હશે, તો બૅંક નોટો સ્વીકારશે અને પૈસા તમારા બૅંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત 50,000થી વધુ કિંમતની નોટો બદલવાની પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે.

શું બૅન્ક નોટ બદલવાની ફીસ લે છે?

RBIની ગાઇડલાઇન પ્રમાણે ફાટેલી નોટો બદલવા માટે સામાન્ય રીતે કોઈ ફીસ લેવામાં નથી આવતી. જો કે, નોટની સ્થિતિ પર નિર્ભર કરે છે કે, પૂરા પૈસા મળશે કે નહીં. કેટલાક મામલે ખાસ કરીને વધુ ખરાબ નોટો પર ઓછા પૈસા પણ મળી શકે છે. બીજી તરફ બૅન્કો એવી તમામ નોટો બદલી આપે છે જેની ઓળખ સ્પષ્ટ થઈ શકે અને જરૂરી સિક્યુરિટી ફિચર્સ ધરાવે છે. તેમાં ગંદી, ફાટેલી અથવા થોડી ક્ષતિગ્રસ્ત નોટો સામેલ છે. જો કોઈ નોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોય અથવા ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય, તો બૅન્ક તેને બદલવાનો ઇન્કાર કરી શકે છે.

વધુ ખરાબ નોટોનું શું થશે?

એવી નોટ જે ખરાબ રીતે બળી ગઈ હોય, પરસ્પર ચોંટી ગઈ હોય અથવા ખૂબ ખરાબ સ્થિતિમાં હોય તેને સામાન્ય બૅન્ક શાખાઓ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે છે. આવી નોટો RBIના ઇશ્યુ ઑફિસમાં બદલી શકાય છે, જ્યાં તેનું અલગથી મૂલ્યાંકન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, RBIએ એ પણ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બૅન્ક ફાટેલી અથવા ગંદી નોટો બદલવાનો ઇન્કાર ન કરી શકે. બૅન્કો નોટના બાકીના ભાગના આધારે નોટનું મૂલ્ય નક્કી કરે છે અને તે હિસાબે ચૂકવણી કરે છે.

આ પણ વાંચો: અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જે. ડી. વેન્સના ઘર પર હુમલો, શંકાસ્પદની અટકાયત

ઓછા મૂલ્યની નોટ પર પૂરા પૈસા

RBIના નિયમો પ્રમાણે 1 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીની નોટોમાં અડધા પૈસા આપવાનો કોઈ નિયમ નથી. આવી નોટોના બદલામાં પૂરા પૈસા આપવામાં આવે છે. જોકે, 50થી 500 રૂપિયા સુધીની નોટો માટે પરિસ્થિતિના આધારે થોડો ઘટાડો થઈ શકે છે. RBIએ એપ્રિલ 2017માં જારી કરેલા દિશા-નિર્દેશોમાં કહ્યું હતું કે, તમામ બૅન્કો ગ્રાહકોની ફાટેલી નોટો બદલવા માટે બંધાયેલી છે. આ સેવા મફત છે અને તેના માટે કોઈ એક્સ્ટ્રા ફી ન લઈ શકાય.