શું તમે આ બૅંકના UPI-નેટબૅન્કિંગનો ઉપયોગ કરો છો, તો સાવધાન... રવિવારે ડિજિટલ સેવા રહેશે બંધ
HDFC And Axis Bank UPI-Netbanking : જો તમે એચડીએફસી બૅન્કના ગ્રાહકો છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે. જો તમે આ સપ્તાહને અંતે ડિજિટલ ટ્રાન્જેક્શનની કોઈ યોજના બનાવી હોય તો સાવધાન થઈ જજો, કારણ કે બૅંકે મેઇન્ટેનન્સ સિસ્ટમને લઈને પોતાના ગ્રાહકોને અગાઉથી ઍલર્ટ આપી કહ્યું છે કે, થોડા કલાકો સુધી ડિજિટલ સેવાઓ બંધ રહેશે.
રવિવારે ચાર કલાક ડિજિટલ સર્વિસ બંધ રહેશે
એચડીએફસી બૅંકે પોતાના ગ્રાહકોને ઍલર્ટમાં કહ્યું છે કે, 8 જૂન-2025ના રોજ મેઇન્ટેનન્સની કામગીરી હોવાના કારણે સવારે 2.30 કલાકથી 6.30 કલાક સુધી એટલે કે લગભગ ચાર કલાક ડિજિટલ સર્વિસ બંધ રાખશે. આ દરમિયાન બૅંકની અનેક ઓનલાઇન સેવાઓ કામચલાઉ ધોરણે ડાઉન રહેશે.
બૅન્કની કંઈ સર્વિસ પર અસર પડશે?
- મેઇન્ટેનન્સની કામગીરીના કારણે એચડીએફસની નીચે મુજબની સેવાઓ થોડા સમય માટે બંધ રહેશે
- UPIથી પૈસા મોકલવા અથવા પ્રાપ્ત કરવા
- નેટ બૅન્કિંગ અને મોબાઇલ બૅન્કિંગ ઍપ્લિકેશન ઍક્સેસ
- IMPS, NEFT અને RTGS વ્યવહારો
- એકાઉન્ટ બેલેન્સ જોવાની તેમજ માહિતી અપડેટ કરવાની સેવા
- મર્ચેન્ટ પેમેન્ટ્સ એટલે કે દુકાનો પર કાર્ડ અથવા QR દ્વારા ચૂકવણી
- ઇન્સ્ટન્ટ એકાઉન્ટ ઓપન કરવાની સુવિધા
PayZapp એપનો ઉપયોગ કરો
બૅન્કે ગ્રાહકોને સલાહ આપી છે કે, મેઈન્ટેનન્સની કામગીરી દરમિયાન PayZapp એપનો ઉપયોગ કરો. આ એક ડિજિટલ વૉલેટ છે, જેનાથી યુઝર્સ બૅન્ક એકાઉન્ટ એક્સેસ કરીને બિલ પેમેન્ટ, ઓનલાઇન શોપિંગ અને નાણાં ટ્રાન્સફર જેવી સેવાઓનો ઉપયોગ કરી શકે છે.