Get The App

યુપીઆઈ દ્વારા નાની રકમ ટ્રાન્સફર કરવા પર હવે મેસેજ નહીં આવે, આ બેન્કે કરી જાહેરાત

Updated: May 30th, 2024

GS TEAM


Google News
Google News
યુપીઆઈ દ્વારા નાની રકમ ટ્રાન્સફર કરવા પર હવે મેસેજ નહીં આવે, આ બેન્કે કરી જાહેરાત 1 - image


UPI Transaction Alert: HDFC બેન્કે એક મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે હવે ઓછી રકમના UPI ટ્રાન્જેક્શન પર SMS એલર્ટ નહીં મોકલવામાં આવશે, બેન્ક હવે નાની રકમના ટ્રાન્જેક્શન પર SMS સેવા બંધ કરી દેશે, પરંતુ અન્ય તમામ ટ્રાન્જેક્શન સંબંધિત SMS એલર્ટ મોકલવાનું ચાલુ રહેશે. 

બેન્કે નોંધ્યુ છે કે, ઓછા મૂલ્યના ટ્રાન્જેક્શન માટે ચેતવણીઓ બિનજરૂરી હતી, ખાસ કરીને જ્યારે UPI પેમેન્ટ એપ્લિકેશનો પણ નોટિફિકેશન મોકલે છે. આ કારણોસર, ઓછી કિંમતના ટ્રાન્જેક્શન પર એસએમએસ સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

HDFC બેન્કે તેના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે તે 25 જૂનથી 100 રૂપિયાથી ઓછાના UPI ટ્રાન્જેક્શન માટે SMS એલર્ટ બંધ કરશે. આનો અર્થ એ છે કે ગ્રાહકોને ફક્ત આ રકમથી વધુના વ્યવહારો માટે અથવા UPI દ્વારા રૂ. 500થી વધુ પ્રાપ્ત કરવા માટે ટેક્સ્ટ મેસેજ પ્રાપ્ત થશે.

બેન્કો દરરોજ મેસેજ પર 40 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહી છે. એચડીએફસી બેન્કે તમામ વ્યવહારો વિશે માહિતી મેળવવા માટે ગ્રાહકોને તેમના પ્રાથમિક ઈમેલ એડ્રેસને અપડેટ રાખવાની સલાહ આપી છે.

Tags :