Get The App

સરકારી તિજોરી છલકાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
સરકારી તિજોરી છલકાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ 1 - image


GST Collection April-2025: નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ છે. GST કલેક્શન આ વર્ષે એપ્રિલમાં રૂ. 2.37 લાખ કરોડની રેકોર્ડ બ્રેક સપાટીએ નોંધાયુ છે. જે વાર્ષિક ધોરણે 12.6 ટકાનો ઉછાળો દર્શાવે છે. સરકારી આંકડાઓ અનુસાર, એપ્રિલ, 2025માં રૂ. 2.37 લાખ કરોડનું ઓલટાઈમ હાઈ જીએસટી કલેક્શન નોંધાયુ છે. જે ગતવર્ષે સમાન ગાળામાં રૂ. 2.10 લાખ કરોડ હતું. જ્યારે માર્ચ, 2025માં રૂ. 1.96 લાખ કરોડ નોંધાયુ હતું.

ગતવર્ષનો રેકોર્ડ તોડ્યો

જુલાઈ, 2017માં અમલી બનેલા જીએસટીથી સરકારની આવક ધીમા ધોરણે સતત  વધી છે. અગાઉ એપ્રિલ ,2024માં રેકોર્ડ રૂ. 2.10 લાખ કરોડનો જીએસટી નોંધાયો હતો. જે રેકોર્ડ આ વર્ષે એપ્રિલમાં તૂટ્યો છે. આ વર્ષે એપ્રિલમાં રિફંડ બાદ નેટ જીએસટી કલેક્શન 9.1 ટકા વધી એપ્રિલમાં રૂ. 2.09 લાખ કરોડ નોંધાયુ હતું. 

આ પણ વાંચોઃ ITR Filing 2025: અસેસમેન્ટ યર 2026 માટે ITR ફોર્મ 1 અને 4 જાહેર, કોણ ફાઈલ કરી શકશે રિટર્ન

સરકારી તિજોરી છલકાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ 2 - image

ગુજરાતના GST કલેક્શનમાં ડબલ ડિજિટ ગ્રોથ 

રાજ્યવાર જીએસટી કલેક્શનને ધ્યાનમાં લઈએ તો લક્ષદ્વીપમાં સૌથી વધુ  287 ટકાનો ગ્રોથ નોંધાયો છે. જ્યારે ગુજરાતમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ નોંધાયો હતો.  ગતમહિને માર્ચમાં ગુજરાતમાં રૂ. 12095 કરોડનું જીએસટી કલેક્શન નોંધાયુ હતું. જે એપ્રિલમાં 13 ટકા વધી રૂ. 14970 કરોડ નોંધાયુ છે. નોંધનીય  છે, મિઝોરમમાં સૌથી ઓછો 28 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો.

ભારતમાં વિવિધ ગુડ્સ અને સર્વિસિઝ પર ચાર સ્લેબમાં જીએસટી વસૂલાય છે. જેમાં 5 ટકા જીએસટી, 12 ટકા જીએસટી, 18 ટકા જીએસટી અને 28 ટકા જીએસટી સામેલ છે. દેશમાં જુલાઈ, 2017માં જીએસટી લાગુ થયા બાદ જીએસટી કાઉન્સિલ દ્વારા વિવિધ પ્રોડક્ટ્સ પર જીએસટી રેટમાં ઘણીવાર સંશોધન કરવામાં આવ્યા છે. 

સરકારી તિજોરી છલકાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ 3 - image

ચાલુ કેલેન્ડર વર્ષમાં જીએસટી કલેક્શન

માસજીએસટી કલેક્શન
જાન્યુઆરી1.96 લાખ કરોડ
ફેબ્રુઆરી1.83 લાખ કરોડ
માર્ચ1.96 લાખ કરોડ
એપ્રિલ2.37 લાખ કરોડ


સરકારી તિજોરી છલકાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ 4 - image

Tags :