મોદી સરકાર માટે રાહતનાં સમાચાર, GST કલેક્સન વધ્યું
નવી દિલ્હી,31 ડિસેમ્બર 2020 શુક્રવાર
બજેટ પહેલા ઇનડાયરેક્ટ ટેક્સનાં મોરચા પર કેન્દ્ર સરકાર માટે મોટી રાહતની ખબર આવી છે, જાન્યુઆરી 2020 માટે કુલ GST કલેક્સન 1.1 લાખ કરોડ રૂપિયા રહ્યો છે.
કેટલાક દિવસો પહેલા સરકારે તેનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, કે જાન્યુઆરીમાં કુલ GST કલેક્સન 1.15 લાખ રહી શકે છે.
નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ પુરૂ થયું લક્ષ્ય
આ પહેલા બે મહિના એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર 2019માં પણ જીએસટી કલેક્સન 1 લાખ કરોડ રૂપિયાથી વધું રહ્યું હતું, નવેમ્બરમાં જીએસટીમાં વસુલી 1,03,492 કરોડ રૂપિયા જ્યારે ડિસેમ્બરમાં આ આંકડો 1,03,184 કરોડ રૂપિયા રહ્યું.
અત્રે ઉલ્લેખનિય છે કે જુલાઇ 2017માં જીએસટી લાગુ થયા બાદ એપ્રિલ 2019માં જીએસટી કલેક્સન સૌથી વધું 1,13,865 કરોડ રૂપિયા રહ્યું હતું.
ટેક્સ ચોરી રોકવામાં સફળ રહી સરકાર
કેટલાક મિડિયા રિપોર્ટસમાં કહેવાયું હતું કે જીએસટી કલેક્સનનું સંસોધિત લક્ષ્ય 1.15 લાખ કરોડ રૂપિયા છે, સરકારને આશા હતી કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા યોગ્ય છે, કેમ કે ટેકનોલોજી અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને લગભગ 40,000 કરોડ રૂપિયાનું રેવન્યું લિકેજને રોકવામાં સરકાર સક્ષમ રહી છે