Business

સરકારે ભારે કરી! બે સ્લેબ નાબૂદ કર્યા બાદ 7 વસ્તુ પર 12% GST નું નોટિફિકેશન! વેપારી મુંઝાયા

By GS TEAM
19 Sep 20253 mins read
TukuTouch Logo
12 અને 18 ટકાનો સ્લેબ નાબૂદ કરી દેવાની જાહેરાત કર્યાને હજી પંદર દિવસ પણ થયા નથી, ત્યારે કેન્દ્ર સરકારના નાણાં ખાતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે (17મી સપ્ટેમ્બર) સાત આઈટેમ્સ પર 6 ટકા સીજીએસટી અને 6 ટકા એસજીએસટી મળીને 12 ટકા જીએસટી લાગુ કરતો પરિપત્ર બહાર પાડીને દેશભરના લોકોને આશ્ચર્યમાં નાખી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે કરેલી જાહેરાતને પણ આ સાથે જ જૂઠલાવી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારે ભારે કરી! બે સ્લેબ નાબૂદ કર્યા બાદ 7 વસ્તુ પર 12% GST નું નોટિફિકેશન! વેપારી મુંઝાયા

GST NEWS: 12 અને 18 ટકાનો સ્લેબ નાબૂદ કરી દેવાની જાહેરાત કર્યાને હજી પંદર દિવસ પણ થયા નથી, ત્યારે કેન્દ્ર સરકારના નાણાં ખાતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે (17મી સપ્ટેમ્બર) સાત આઈટેમ્સ પર 6 ટકા સીજીએસટી અને 6 ટકા એસજીએસટી મળીને 12 ટકા જીએસટી લાગુ કરતો પરિપત્ર બહાર પાડીને દેશભરના લોકોને આશ્ચર્યમાં નાખી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે કરેલી જાહેરાતને પણ આ સાથે જ જૂઠલાવી દીધી છે.

ફ્લાયએશના બ્લોક્સ અને ઈંટને 12 ટકાના સ્લેબમાં મૂકીને ભાવ ન ઘટાડવાનું બહાનું બિલ્ડરોને આપી દીધું

આઈટેમ નંબર 6815માં આવતી ફ્લાયએશની ઈંટ, ફ્લાયએશ એગ્રીગેટ તથા ફ્લાયએશના બ્લોક પર 6 ટકા સ્ટેટ જીએસટી અને 6 ટકા સેન્ટ્રલ જીએસટી મળીને 12 ટકા જીએસટી લાગુ કરવાની જાહેરાત કરતું નોટિફિકેશન 17મી સપ્ટેમ્બરે બહાર પાડયું હતું. આ જરીતે ટેરિફ આઈટેમ નંબર 69010010ની કેટેગરીમાં આવતી ફોસિલ્સ મીલ્સની બ્રિક્સ, તેમ જ સિલિસિયસ અર્થમાંથી બનાવવામાં આવતી ઈંટને 12 ટકાના સ્લેબમાં મૂકી છે. 6904100ની કેટેગરીમાં આવતી બિલ્ડિંગ બાંધવા માટેની ઈંટને પણ 12 ટકા જીએસટીને સ્લેબમાં મૂકી આપવામાં આવી છે. તેવી જ રીતે 69051000ની કેટેગરીમાં આવતી માટીને કે પછી રૂફિંગ ટાઈલ્સને પણ 12 ટકા જીએસટીની કેટેગરીમાં મૂકી દેવામાં આવી છે. આ બધી જ ચીજવસ્તુઓ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. તેના પરની જીએસટીના દર ઘટાડવાની જાહેરાત કર્યાં પછી સરકારે એવો દાવો કર્યો હતો કે લોકોને ઘર ત્રણથી ચાર ટકા સસ્તા મળશે. પરંતુ આ દર જાહેર કરીને મિલકતના ભાવમાં ઘટાડો ન કરવાનું બહાનું બિલ્ડરોના હાથમાં આવી દીધું છે. 

આ પણ વાંચો: ભારે વરસાદ, પૂરથી પાકને નુકસાન છતાં, અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષ્યાંક

સૌથી વધુ હાસ્યાસ્પદ બાબત તો એ છે કે સરકાર ખુદ પોતાની જાહેરાતોને ખોટી પાડી રહી છે. સરકારે મોટો ઉપાડે 12 ટકા અને 28 ટકાનો સ્લેબ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. હવે નાણાં મંત્રાલયે જ સાત આઈટેમ્સ પર 12 ટકા લેવાની જાહેરાત કરતું નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આમેય 12 અને 28 ટકાનો સ્લેબ નાબૂદ કર્યા પછી બે સ્લેબ મોટા રહેશે તેમ છતાં 40 ટકાના સ્લેબમાં 17થી 18 વસ્તુઓને નાખી દેવામાં આવી છે. હવે બાર ટકાના સ્લેબમાં સાત વસ્તુઓ નાખી દીધી છે. આમ પહેલાની માફક ચાર સ્લેબ થઈ જ ગયા છે. જીએસટીને બે સ્લેબ થશે તેવી વાતનો છેદ ઊડી ગયો છે.

મેનમેડ ફાઈબરના ભાવમાં સાત ટકાનો વધારો કરી દીધો

22મી સપ્ટેમ્બરથી જીએસટીના નવા દરનો અમલ થશે. જોકે, આ પહેલા જ સિમેન્ટના ઉત્પાદકોએ કરેલા ભાવ વધાારની માફક જ મેનમેડ ફાઈબર બનાવતી કંપનીઓએ પણ મેનમેડ ફાઈબરની કેટેગરીમાં જ આવતા ફુલ્લી ડ્રોન યાર્નના છૂટક વેચાણ ભાવમાં પથી ૫થી ૭ ટકાનો વધારો કરી દીધો છે. આ જ રીતે કોટા યાર્નની છૂટક વેચાણ કિંમતમાં 7થી 9 ટકાનો વધારો કરી દીધો છે. આમ સરકાર ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરવાની મથામણ કરી રહી છે, ત્યારે સરકારે કરેલા ઘટાડાને અસરહીન કરી દેવામાં માટે ઉત્પાદકો સીધી છૂટક વેચાણ કિંમત વધારી રહ્યા છે.