Get The App

ખાતરનો ભાવ વધારો કરાતા સરકાર એકશનમાં

- ખાતરનો ભાવ વધારો નહીં કરવા નિર્દેશ

- ઊંચા ભાવને પગલે ખેડૂતોએ પ્રમાણમાં સસ્તા યુરિયાના વપરાશ તરફ વળવાની ફરજ પડી

Updated: Apr 9th, 2021

GS TEAM


Google News
Google News
ખાતરનો ભાવ વધારો કરાતા સરકાર એકશનમાં 1 - image

મુંબઈ : આંતરરાષ્ટ્રીય બજારમાં ડાયામોનિઅમ ફોસ્ફેટ (ડીએપી) તથા મિશ્ર ખાતરના ભાવોમાં તાજેતરમાં થયેલા જોરદાર વધારા બાદ ઘરઆંગણેની કંપનીઓએ પણ નોન-યુરિયા ખાતર જેમ કે ડીએપીના ભાવમાં વધારો કર્યો હોવાના આવેલા અહેવાલ બાદ સરકાર એકશનમાં આવી ગઈ હતી અને ઘરેલું કંપનીઓને ખાતરના  ભાવમાં વધારો નહીં કરવા અને જુની કિંમતોએ જ ખાતર વેચવા નિર્દેશ કર્યો હતો. 

 ઘરેલુ ફર્ટિલાઈઝર કંપનીઓએ આગામી ખરીફ મોસમ માટે ખાતરની  કિંમતોમાં વધારો  કર્યો  હતો તેને પરિણામે ખેડૂતો સસ્ત યુરિયાનો ઉપયોગ તરફ વળવાની ફરજ પડત. યુરિયાના વપરાશથી ખરીફ પાકની ઉપજ નીચી ઊતરવાની ધારણાં રહી હતી.

આ હકીકતની જાણમાં આવતા સરકારે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી હતી અને કંપનીઓને ડીએપી, એમઓપી તથા એનપીકે ખાતરની કિંમતો નહીં વધારવા નિર્દેશ કર્યો હતો, એમ રસાયણ તથા ખાતર મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

ફોસ્ફેટિક અને પોટાસિક ખાતરના ભાવ બજાર આધારિત નક્કી થતા હોય છે અને સરકાર દ્વારા પૂરી પડાતી સબસિડી ઘણી જ નીચી અને ફિક્સ્ડ હોય છે. આ ખાતરો મોટેભાગે આયાત થાય છે.

ખાતર સહકારી ઈફકોએ રવી મોસમની સરખામણીએ ખરીફ માટે ડીએપી તથા મિશ્ર ખાતરના ભાવમાં ૪૬થી ૫૮ ટકા વધારો  કર્યાના અહેવાલ હતા.   ૅજો કે મિશ્ર ખાતર જુના ભાવે વેચાશે કારણ કે આ સ્ટોકસ  આ કાચા માલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા વધારા પહેલાનો છે, એમ ઈફકો દ્વારા બાદમા સ્પષ્ટતા આવી પડી હતી. 

ગયા વર્ષના ઓકટોબરમાં ડીએપીની ઘરઆંગણે પડતર કિંમત પ્રિત ટન ૪૦૦ ડોલર પડતી હતી તે હાલમાં વધીને ૫૪૦ ટન પર પહોંચી ગઈ છે. આજ રીતે એમોનિયા તથા સલ્ફર જેવા ઈન્ટરમીડિયેટસના ભાવ જે પ્રતિ ટન અનુક્રમે  ૨૮૦ ડોલર તથા ૮૫ ડોલર પરથી વધી ૫૦૦ ડોલર અને ૨૨૦ ડોલર પર પહોંચી ગયા છે. 

સરકારે ચોક્કસ રકમની સબસિડી સાથે પોટાશ તથા ફોસ્ફેટિક ખાતરના ભાવને ૨૦૧૦થી અંકૂશ મુકત કર્યા છે. સબસિડીની રકમ દર વર્ષના પ્રારંભમાં નક્કી કરવામાં આવે છે. ડીએપી બનાવવા માટે ૮૫થી ૯૦ ટકા ફોસ્ફેટિક ખાતર આયાતી હોય છે જ્યારે પોટાશ માટે સરકારે સંપૂર્ણ રીતે આયાત પર નિર્ભર રહેવું પડે છે.

નાણાં વર્ષ ૨૦૨૦માં ભારતમાં ખાતરનો વપરાશ ૬.૧૦ કરોડ ટન રહ્યો હતો, જેમાંથી ૫૫ ટકા યુરિયા હતું. નાણાં વર્ષ ૨૦૨૧માં વપરાશમાં ૫૦ લાખ ટન્સનો વધારો થયાનો અંદાજ છે. 


Tags :