Business

સરકારી કર્મચારીઓની પેન્શન મુદ્દે મૂંઝવણ દૂર, દીકરીઓ પણ છે હકદાર

By GS TEAM
26 Aug 20252 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે હાલમાં જ સ્પષ્ટતા કરી છે કે, હવે સરકારી કર્મચારીઓની છૂટાછેડા લેનારી પુત્રી પણ પોતાના માતા-પિતાના મૃત્યુ બાદ ફેમિલી પેન્શન મેળવવાની હકદાર રહેશે. માતા-પિતાની હયાતીમાં દીકરી છૂટાછેડા લીધા હોય અથવા તો તેમના જીવનકાળ દરમિયાન કોઈ સક્ષમ કોર્ટમાં છૂટાછેડાની અપીલ કરી હોય તો તેવી પરિસ્થિતિમાં આ નિયમ લાગુ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી કર્મચારીઓની પેન્શન મુદ્દે મૂંઝવણ દૂર, દીકરીઓ પણ છે હકદાર

Pension For Government Employees:  કેન્દ્ર સરકારે હાલમાં જ સ્પષ્ટતા કરી છે કે, હવે સરકારી કર્મચારીઓની છૂટાછેડા લેનારી પુત્રી પણ પોતાના માતા-પિતાના મૃત્યુ બાદ ફેમિલી પેન્શન મેળવવાની હકદાર રહેશે. માતા-પિતાની હયાતીમાં દીકરી છૂટાછેડા લીધા હોય અથવા તો તેમના જીવનકાળ દરમિયાન કોઈ સક્ષમ કોર્ટમાં છૂટાછેડાની અપીલ કરી હોય તો તેવી પરિસ્થિતિમાં આ નિયમ લાગુ થશે.

શા માટે જરૂરી હતો આ નિયમ

મોટાભાગે ફેમિલી પેન્શનને લઈને લોકોમાં શંકા રહેતી હતી કે, છૂટાછેડાં લીધેલી પુત્રીને પેન્શન મળશે કે કેમ, તેની શું શરતો હશે. સંસદ ગૃહમાં આ સવાલ ઉઠતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે કે, આ સંદર્ભે સ્પષ્ટ જોગવાઈ કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 2021 અને ત્યારબાદ 26 ઓક્ટોબર, 2022ના ઓફિસ મેમોરેન્ડમમાં પહેલાંથી જ આપવામાં આવેલી છે. 

આ પરિસ્થિતિમાં મળશે પેન્શન

સરકાર દ્વારા જારી કરાયેલા નિયમો અનુસાર, જો કોઈ સરકારી કર્મચારી કે પેન્શનર મૃત્યુ પામે છે અને તેના કોઈ હયાત જીવનસાથી, પુત્ર કે લાયક પુત્રી નથી, અથવા તેઓ પાત્રતાની શરતો પૂર્ણ કરતા નથી અને કોઈપણ અપંગ બાળક પણ પેન્શન માટે પાત્ર નથી, તો આવી સ્થિતિમાં, અપરિણીત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી પુત્રી 25 વર્ષની ઉંમર પછી પણ આજીવન ફેમિલી પેન્શન મેળવી શકે છે.

આ શરતો લાગુ

  • પુત્રી તેના માતાપિતા પર આશ્રિત હોવી જોઈએ.
  • જો પુત્રી વિધવા હોય, તો પતિનું મૃત્યુ માતાપિતાના જીવનકાળ દરમિયાન થયું હોવું જોઈએ.
  • જો પુત્રીએ છૂટાછેડા લીધેલી હોય, તો છૂટાછેડા માતાપિતાના જીવનકાળ દરમિયાન થયા હોવા જોઈએ અથવા ઓછામાં ઓછા તેમના જીવનકાળ દરમિયાન કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી દાખલ કરવામાં આવી હોવી જોઈએ.
  • આ પેન્શન ફક્ત તે ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી જ ઉપલબ્ધ રહેશે.
  • આ કર્મચારીઓને પણ મળશે લાભ
  • આ નિયમ કેન્દ્રીય સિવિલ સર્વિસ કર્મચારીઓ ઉપરાંત રેલ્વે અને સંરક્ષણ સેવાઓના કર્મચારીઓ અને પેન્શનર્સને સમાન રીતે લાગુ પડશે. 

શા માટે આ નિર્ણય જરૂરી?

ભારતીય સમાજમાં, છૂટાછેડા લીધેલી મહિલાઓની સ્થિતિ ઘણીવાર અસુરક્ષિત હોય છે, ખાસ કરીને જ્યારે તેમની પાસે નાણાકીય સંસાધનો હોતા નથી. આવી સ્થિતિમાં, સરકારી કર્મચારીઓના પરિવારની દીકરીઓને આ અધિકાર આપવાથી તેમની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત થશે. આ નિયમ મહિલાઓની સામાજિક સુરક્ષા તરફ પણ એક મોટું પગલું છે.