Get The App

Googleએ પ્લે સ્ટોરમાંથી 2000થી વધુ લોન App હટાવી

Updated: Aug 25th, 2022

GS TEAM


Google News
Google News
Googleએ પ્લે સ્ટોરમાંથી 2000થી વધુ લોન App હટાવી 1 - image


નવી દિલ્હી : સર્ચ એજન્સી ગૂગલે ચાલુ કેલેન્ડર 2022માં જાન્યુઆરીથી લઇ અત્યાર સુધીમાં તેના ઈન્ડિયા પ્લે સ્ટોર પરથી 2,000થી વધારે લોન એપ્લિકેશનને હટાવી દીધી છે.

આ લોન એપ્લિકેશન્સને શરતોનું ઉલ્લંઘન, ખોટી માહિતી અને શંકાસ્પદ ઓફલાઈન વર્તણૂક બદલ પ્લે સ્ટોરમાંથી હટાવી હોવાનું ગૂગલના એક સિનિયર ઓફિસરે જણાવ્યું છે. તેમણે ઉમેર્યુ કે, ટેક જાયન્ટ આ આવી એપ્લિકેશનની વધુ તપાસ માટે નીતિ-નિયમોને વધુ કડક બનાવવાનો પ્રયત્ન કરશે.

ગૂગલ એપીએસી (એશિયા પેસિફિક રિજન)ના ટ્રસ્ટ અને સેફ્ટીના હેડ અને સિનિયર ડિરેક્ટર સૈકત મિત્રાએ જણાવ્યું હતું કે, કંપની પોતાની તમામ કામગીરીના ક્ષેત્રાધિકારમાં નિયમોનું પાલન કરવા પ્રતિબદ્ધ છે અને તેને ઓનલાઇન નુકસાનને "વૈશ્વિક ઘટના" તરીકે ઓળખાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગૂગલની પ્રાથમિકતા અને તેના મૂળભૂત મૂલ્યો હંમેશા વપરાશકર્તાની સુરક્ષા છે.

કોરોના મહામારી બાદ ભારતમાં ડિજિટલ લોન એપ્લિકેશનનું દૂષણ અનેક ગણું વધી ગયુ હતુ. કારણ કે આવી લોન એપ્લિકેશન વ્યક્તિને સરળતાપૂર્વક લોન આપવાની સામે તેમની પાસેથી અતિશય ઉચું વ્યાજ વસૂલતી હતી અને જો વ્યક્તિ તે ન ચૂકવે તો તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની ધમકી આપી માનસિક હેરાનગતિ પણ કરતી હતી. તાજેતરમાં ઇન્દોરમાં આવી લોન એપ્લિકેશનના ચુંગલમાં ફસાવી એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની ઘટના ઘટી છે. 

Tags :