સોનામાં તેજી, વૈશ્વિક ભાવ 1900 ડોલરની ઉપર : ક્રુડતેલ ચાર ટકા ઉછળ્યું
- ચાંદી ઉંચકાઈ જ્યારે પ્લેટીનમ, પેલેડીયમમાં પીછેહટ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધુ ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ઔંશદીઠ ૧૯૦૦ ડોલરની સપાટી કૂદાવી જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હોવ:ાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ચારથી સાડા ચાર ટકા વધી જતાં વ:શ્વિક સોનામાં તેજી આવી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૮૩થી ૧૮૮૪ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૧૯૧૯થી ૧૯૨૦ થઈ ૧૯૧૨થી ૧૯૧૩ ડોલર રહ્યા હતા. સોના પાછળ વ:શ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૨.૧૩ વાળા વધી ૨૨.૬૬ થઈ ૨૨.૪૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ભાવ વધ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૦૪૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૦૬૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૭૧૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં વોર ઈફેકટ વચ્ચે બ્રેન્ટક્રૂડના ભાવ ઉંચામાં ૮૯.૯૪ ડોલર થઈ ૮૯.૫૪ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૬.૯૧ થઈ ૮૬.૫૩ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઘટાડા વચ્ચે ઔંશના ૮૮૨ ડોલર બોલાઈ રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઘટી ૧૧૧૪૩ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૭૯૧૧ વાળા રૂ.૫૮૧૬૩ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૮૧૪૪ વાળા રૂ.૫૮૩૯૬ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૯૬૯૯ વાળા રૂ.૬૯૭૩૧ રહ્યા હતા.