Get The App

વૈશ્વિક બજારમાં સોનામાં 75 ડોલરનો ઉછાળો, ઘરઆંગણે ઉછળી રૂ.99,500

- રશિયા-યુક્રેન વચ્ચે તંગદીલી ફરી વધતાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં ૪થી ૫ ટકાનો ઉછાળો

- ચાંદીંમાં રૂ.૧૦૦૦ની તેજી

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
વૈશ્વિક બજારમાં સોનામાં 75 ડોલરનો ઉછાળો, ઘરઆંગણે ઉછળી રૂ.99,500 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા., વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં દેશના ઝવેરી બજારોમાં આજે ફરી તેજી જોવા મળી હતી. અણદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૩૦૦ ઉછળરી ૯૯૫ના રૂ.૯૯૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૫૦૦ બોલાતા હવે ફરી રૂ.૧ સલાખના ભાવવ બજારની નજર મંડાઈ છે.  

અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૯૭૫૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૨૮૯થી ૩૨૯૦ વાળા વધી ૩૩૬૩ થઈ ૩૩૫૯થી ૩૩૬૦ ડોલર રહ્યાના સમાચાર હતા. 

ડોલરનો વૈસ્વિક ઈન્ડેક્સ ઘટતાં તથા ચીન અને અમેરિકા વચ્ચે વેપાર વિષયક ટેરીફનો વિવાદ ફરી વધતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર હતા.  

વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ૪ ટકા વધાી જતાં તેની અસર પણ સોનાના ભાવ પર વિશ્વ બજારમાં તેજીની પડી હતી.  વિશ્વ  બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૨.૯૮થી ૩૨.૯૯ વાળા વધી ૩૩.૭૧ થઈ ૩૩.૬૯થી ૩૩.૭૦ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૦૬૪ તથા નીચામાં ૧૦૪૪ થઈ ૧૦૪૮થી ૧૦૪૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૬૬ થઈ ૯૮૯થી ૯૯૦ ડોલરહ્યા હતા.  

વૈશ્વિક કોપરના ભાવ આજે આશરે સાડા બાર ટકા ઉછળતાં તેની અસર ચાંદીના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. 

રશિયા તથા યુક્રેન વચ્ચે તંગદીલી ફરી વધી જતાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઝડપી ૪થી ૫ ટકા વધી ગયાા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી બેરલના ૬૫.૫૪ થઈ ૬૫.૪૧ ડોલર રહ્યા હતા જ્યારે યુએસલ ક્રૂડના ભાવ વધી ૬૩.૭૮ થઈ ૬૩.૫૭ ડોલર રહ્યા હતા. 

 દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાંસોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૬૨૯૩ તથા ૯૯૯ના રૂ.૯૬૬૮૦  રહ્યા હતા  મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૯૭૭૬૧ બોલાયા હતા. 

 મુંબઈ સોના-ચાંદી માં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. ઓપેકના દેશોએ જુલાઈ માટે ક્રૂડમાં ઉત્પાદન વૃદ્ધી અપેક્ષાથી ઓછી જાહેર કરતાં તેની અસર પણ કર્ડના ભાવ પર દેખાઈ હતી.

Tags :