સોનું ખરીદવું હોય તો ખરીદી લેજો, ભાવમાં જોરદાર વધારો
છેલ્લા ઘણા દિવસોથી MCX પર સોનાના ભાવ વધ-ઘટ થતા જોવા મળી રહ્યા છે, આજે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો
વિશ્વભરની કેન્દ્રીય બેંકો સતત સોનામાં રોકાણ કરતી હોવાથી 2023માં 10 ગ્રામ સોનાના ભાવ રૂ.61,111 સુધી જઈ શકે છે
નવી દિલ્હી, તા.20 જાન્યુઆરી-2023, શુક્રવાર
છેલ્લા ઘણા દિવસોથી મલ્ટીન કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ વધ-ઘટ થતા જોવા મળી રહ્યા છે. આજે સોનાના ભાવમાં તેજી આવી છે. દેશમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 0.56 ટકા એટલે કે 320 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 56,990 રૂપિયાએ પર પહોંચી ગઈ છે, જોકે 22 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામ કિંમત 52,200 રૂપિયા છે. હાલમાં સોનું તેના ઓલટાઈમ હાઈ ઉપર કારોબાર કરી રહ્યું છે. તો ચાંદીની કિંમત પણ આજે 0.78 ટકા વધી ગઈ છે. મલ્ટીન કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી 536 રૂપિયા વધી પ્રતિ કિલોએ 68,895એ પહોંચી છે.
દેશના મહાનગરોમાં સોનાનો ભાવ
- દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ.57,270 પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાની કિંમત રૂ.52,500 પ્રતિ 10 ગ્રામ છે.
- મુંબઈમાં 24 કેરેટ સોનું રૂ.57,110 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.52,350 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
- કોલકાતામાં 24 કેરેટ સોનું રૂ.57,110 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.52,350 પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે.
- ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.57,110 પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.52,350 પ્રતિ 10 ગ્રામ છે.
દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવ
- બેંગલુરુમાં 24 કેરેટ સોનું રૂ.57,160 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.52,400 પ્રતિ 10 ગ્રામ છે.
- અમદાવાદમાં 24 કેરેટ સોનું રૂ.57,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.52,400 પ્રતિ 10 ગ્રામ છે.
- અમૃતસરમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.52,200 અને 22 કેરેટ સોનું રૂ.47,850 પ્રતિ 10 ગ્રામ છે.
- ભોપાલમાં 24 કેરેટ સોનું રૂ.52,200 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.47,850 પ્રતિ 10 ગ્રામ છે.
- પટનામાં 24 કેરેટ સોનું રૂ.57,160 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.52,400 પ્રતિ 10 ગ્રામ છે.
- કાનપુરમાં 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂ.52,290 અને 22 કેરેટ સોનાની કિંમત રૂ.47,932 પ્રતિ 10 ગ્રામ છે.
સોનાના ભાવમાં સતત વધારો થવાની સંભાવના
સોનાના ભાવમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાને રાખી સંભાવના વ્યક્ત કરાઈ છે કે, સોનાના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે. બુલિયન માર્કેટના નિષ્ણાતોએ પહેલાથી જ અંદાજો લગાવ્યું હતો કે, 2023માં સોનાની કિંમત ફરી તેના સર્વોચ્ચ સ્તરે અથવા તેનાથી વધુ સ્તરે જઈ શકે છે. અંદાજ મુજબ સોનું હાલમાં તેના ઉચ્ચ સ્તરથી ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ કોમોડિટી નિષ્ણાતોનું કહેવું છે કે 2023માં સોનાની કિંમત રૂ.61,111 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે, કારણ કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો સોનામાં સતત રોકાણ કરી રહી છે.