Todays Gold And Silver Price Update : સોના અને ચાંદીની કિંમતમાં ગુરૂવારે રેકોર્ડ તેજી જોવા મળી છે. જેમાં સોનાની કિંમત 1.75 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ચુકી છે. બીજી તરફ ચાંદીની કિંમત 3.80 લાખ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ચુકી છે.
ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 24 કેરેટ સોનાની કિંમત 10,705 રૂપિયા વધીને ઓલ ટાઇમ હાઇ 1,75,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઇ છે. જે પહેલા 1,64,635 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 22 કેરેટ સોનાની કિંમત 1,50,806 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 1,60,611 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ચુકી છે. 18 કેરેટ સોનાની કિંમત 1,23,476 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 1,31,505 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ચુકી છે. આ સાથે જ સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનું પ્રથમ વખત ₹1.75 લાખને પાર, ચાંદી ₹3.80 લાખની સપાટીએ પહોંચી ચુકી છે.
સ્થાનિક બજારના ભાવ (IBJA મુજબ)
ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોના-ચાંદીના નવા ભાવ :
24 કેરેટ સોનું: પ્રતિ 10 ગ્રામના ભાવમાં ₹10,705નો તોતિંગ વધારો થયો છે. આ સાથે સોનું ₹1,64,635થી વધીને ₹1,75,340ની ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું છે.
22 કેરેટ સોનું: કિંમત ₹1,50,806થી વધીને ₹1,60,611 પ્રતિ 10 ગ્રામ થઈ છે.
18 કેરેટ સોનું: ભાવ ₹1,23,476થી વધીને ₹1,31,505 પ્રતિ 10 ગ્રામ થયો છે.
ચાંદી: ચાંદીના ભાવમાં ₹21,721નો વધારો થતા તે ₹3,58,267થી વધીને ₹3,79,988 પ્રતિ કિલો થઈ ગઈ છે.
વાયદા બજાર (MCX) ની સ્થિતિ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ સોના-ચાંદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે:
સોનું (5 ફેબ્રુઆરી 2026 કોન્ટ્રાક્ટ): 6.91% વધીને ₹1,77,380 પર ટ્રેડ થઈ રહ્યું છે.
ચાંદી (5 માર્ચ 2026 કોન્ટ્રાક્ટ): 6.13% વધીને ₹4,08,982 પર પહોંચી છે.
આંતરરાષ્ટ્રીય બજાર
વૈશ્વિક બજારોમાં પણ કિંમતોમાં મોટો ઉછાળો નોંધાયો છે. સોનું 4.28% વધીને 5,569 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 4.91% વધીને 119 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
નિષ્ણાંતોના અનુસાર, "ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવા છતાં, સોનાએ પ્રથમ વખત ₹1.75 લાખની સપાટી વટાવી છે. આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ વધતો વૈશ્વિક તણાવ અને અમેરિકાની વ્યાપાર સંબંધિત ચિંતાઓ છે." તેમણે વધુમાં ઉમેર્યું કે સોના માટે ₹1.70 લાખ મજબૂત સપોર્ટ ઝોન છે, જ્યારે ₹1.85 લાખ એ અવરોધક (resistance) સ્તર છે.


