Get The App

સોનું ઉછળી રૂ.133000: ચાંદી વધી રૂ.175000, વિશ્વ બજારમાં રેકોર્ડ તેજી

- છ દિવસમાં ચાંદીમાં રૂ.૧૯ હજારનો તોતીંગ ઉછાળો

- સોનું ત્રણ દિવસમાં રૂ.૩૫૦૦ ઉછળ્યું: વૈશ્વિક ચાંદી ૫૮ ડોલર

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
સોનું ઉછળી રૂ.133000: ચાંદી વધી રૂ.175000, વિશ્વ બજારમાં રેકોર્ડ તેજી 1 - image


મુંબઈ : અમદાવાદ  ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં  નવા ઉંચા ભાવ દેખાયા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ગબડતાં ઘરઆંગણે સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટમાં વધુ વૃદ્ધી થતાં દેશના ઝવેરી બજારોમાં તેજીને નવું પીઠબળ મળી ગયું હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૩૨૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૩૦૦૦ બોલાયા હતા. સોનાના ભાવ ૩ દિવસમાં રૂ.૩૫૦૦ ઉછળ્યા  છે જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના વધુ રૂ.૪૦૦૦ ઉછળતાં છેલ્લાં છ દિવસની સળંગ રેકોર્ડ તેજીમાં ચાંદીના ભાવ રૂ.૧૯ હજાર વધી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. અમદાવાદ ચાંદી આજે રૂ.૧.૭૫૦૦૦ની ટોચે પહોંચી હતી. 

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૨૩૯થી ૪૨૪૦ વાળા વધી ઉંચામાં ભાવ ૪૨૬૨  થઈ ૪૨૫૪થી ૪૨૫૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ જળવાઈ રહ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૫૬.૫૦થી ૫૬.૫૧ વાળા વધુ વધી ઉંચામાં ભાવ ૫૭ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૫૭.૮૬ થઈ ૫૭.૫૭થી ૫૭.૫૮ ડોલ ર બોલાઈ રહ્યા હતા. ચાંદીના ભાવ આ વર્ષે ૧૦૦ ટકા વધ્યા છે.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારનાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૨૮૨૮૪ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૨૮૮૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભૌવ જીએસટી વગર વધી રૂ.૧૭૫૧૮૦ રહ્યા હતા. મુંબી સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૭૧ વાળા વધી ૧૭૨૭ થઈ ૧૭૦૦થી ૧૭૦૧ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૫૫ વાળા વધી ૧૫૦૮ થઈ ૧૪૭૪થી ૧૪૭૫ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ ૦.૩૧ ટકા વધ્યા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ આજે આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા, બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૩.૮૨ થઈ ૬૩.૪૭ ડોલર રહ્યા હતા યુએસ ક્રૂડના ભાવ વધી ૫૯.૯૭ થઈ ૫૯.૬૩ ડોલર રહ્યા હતા. 

Tags :