Get The App

સોનામાં બે દિવસમાં રૂ.2000ની તેજી ચાંદી રૂ.15 હજાર વધી રૂ.345000

- વિશ્વ બજારમાં ચાંદી વધી ઔંસના ૧૧૩ ડોલર, સોનું ઉછળી ૫૧૦૦ ડોલરને પાર

- ઘરઆંગણે સોનું વધી રૂ.૧૬૫૫૦૦; પ્લેટીનમ તથા પેલેડીયમમાં વ્યાપક ઉછળકુદ

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
સોનામાં  બે દિવસમાં રૂ.2000ની તેજી ચાંદી રૂ.15 હજાર વધી રૂ.345000 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં તીવ્ર તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ દેખાયા હતા. વિશ્વ બજારના સમાચાર ભાવમાં ઝડપી આગેકૂચ બતાવતા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં ઐતિહહાસિક આગેકૂચ ચાલુ રહી હતી. 

 વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૯૮૭થી ૪૯૮૮ ડોલર વાળા ઝડપી વધી ઉંચામાં ભાવ પ્રથમ તબક્કે ૫૦૦૦ ડોલરની સપાટી પાર કરી ગયા પછી ભાવ વધુ વધી ઉંચામાં ૫૧૦૦ ડોલર સુધી પહોંચી ૫૦૭૬થી ૫૦૭૭ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.

 વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ રહેતાં વૈશ્વિક સોનામાં ફંડો એક્ટીવ બાયર રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ સોમવારે ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ વધ્યા પછી મંગળવારે ભાવ વધુ રૂ.૫૦૦ વધતાં બે દિવસમાં ભાવ રૂ.૨૦૦૦ ઉછળ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ સોમવારે કિલોના રૂ.૧૫ હજાર વધી રૂ.૩૪૫૦૦૦ બોલાયા પછી મંગળવારે ચાંદીના ભાવ ઉંચા મથાળે જળવાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૧૦૩.૧૯થી ૧૦૩.૨૦  ડોલરવાળા વધી ઉંચામાં ભાવવ ૧૧૩.૪૫થી ૧૧૩.૪૬ થઈ ૧૧૦.૭૪થી ૧૧૦.૭૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૭૫૦૦ વાળા રૂ.૧૫૮૩૯૦ થઈ રૂ.૧૫૮૨૬૫ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૦૫૦ વાળા રૂ.૧૫૯૦૨૭ થઈ રૂ.૧૫૮૯૦૧ રહ્યા હતા. ડોલર સામે આજે રૂપિયો ઘટતો અટકી વધી આવતાં ઝવેરી બજારમાં આજે સોનામાં ભાવ વૃદ્ધી તેટલા પ્રમાણમાં સ્થગિત રહી હતી.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૭૭૯ વાળા જો કે ઘટી નીચામાં ૨૫૮૨થી ૨૫૮૩ થઈ ૨૬૬૯થી ૨૬૭૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૨૦૧૮ વાળા ઉંચામાં ૨૦૬૨ તથા નીચામાં ૧૯૩૪ થઈ ૨૦૨૩થી ૨૦૨૪ડોલર રહ્યા હતા. ભાવમાં મોટી ઉછળકુદ જોવા મળતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં  કોપરના ભાવ વધ્યા મથાળે ૨.૧૨ ટકા ઘટયા હતા.

 વૈશ્વિક ક્રૂડતેલના ભાવ બેતરફી વધઘટ બતાવતા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ભાવ ૬૫.૯૩ તથા નીચામાં ભાવ ૬૫.૦૦ થઈ ૬૫.૫૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૧.૦૩ તથા નીચામાં ૬૦.૧૪ થઈ ૬૦.૬૦ ડોલર રહ્યા હતા.