Get The App

સોનું પ્રારંભમાં ઘટયા પછી ફરીથી ઉંચકાયું : ટેરીફ વેલ્યુમાં કરાયેલી વૃદ્ધિ

- ચાંદી પણ વધી: ક્રૂડતેલના ભાવ અઢીથી ત્રણ ટકા તૂટયા

- વિશ્વ બજારમાં સોનુ ઉછળી ૨૫૦૦ ડોલર નજીક

Updated: Aug 17th, 2024

GS TEAM


Google News
Google News
સોનું પ્રારંભમાં ઘટયા પછી ફરીથી ઉંચકાયું : ટેરીફ વેલ્યુમાં કરાયેલી વૃદ્ધિ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આરંભમાં ઘટયા પછી ફરી ઉંચકાયા હતા જ્યારે  ચાંદીમાં તેજી આગળ વધી હતી વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંશના ૨૫૦૦ ડોલર નજીક પહોંચ્યા હતા. દરમિ.ાન, વૈશ્વિક ક્રૂડતેલના  ભાવ આજે ઝડપી ગબડયા હતા. ગાઝા યુદ્ધ વિરામની વાતચીત ચાલી રહી છે ત્યારે ઈઝરાયલ પર એટેક નહિં કરવાની વિનંતી કતારે ઈરાનને કર્યાના સમાચાર મળ્યા હતા.  આની અસર વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પરહ દેખાઈ હતી. 

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૪૪૯થી ૨૪૫૦ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૨૪૯૨ થઈ ૨૪૮૭થી ૨૪૮૮  ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૭૨૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૩૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ વધી રૂ.૮૨ હજારને આંબી ગયા હતા.

વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંશના ૨૮.૩૦થી ૨૮.૩૧ વાળા ૨૮.૪૬ થઈ ૨૮.૩૩થી ૨૮.૩૪ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૦૫૧૦ વાળા રૂ.૭૦૧૦૮ થઈ રૂ.૭૦૩૨૧ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૦૭૯૩ વાળા રૂ.૭૦૩૯૦ થઈ રૂ.૭૦૬૦૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૦૯૨૧ વાળા આજે રૂ.૮૧૬૫૫ થઈ રૂ.૮૧૫૧૦ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, સરકારે દેશમાં આયાત થતા સોનાની ઈમ્પોર્ટ ડયુટી ગણા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં વૃદ્ધી કર્યાના વાવડ હતા જ્યારે  ચાંદીની આવી ટેરીફ વેલ્યુ ઘટાડવામાં આવી હોવાના સમાચાર હતા. આના પગલે સોના પરની ઈફેકટીવ ઈંમ્પોર્ટ ડયુટી વધી છે જ્યારે ચાંદીની આવી ઈફેકટીવ ડયુટીમાં ઘટાડો થયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

સરકારે સોનાની ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૭૬૯થી વધારી ૭૯૫ ડોલર કરી છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ ૯૦૮થી ઘટાડી કિલોના ૯૦૩ ડોલર કર્યાના વાવડ મળ્યા હતા. સરકારે આયાતકારો  માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૮૪.૬૦થી વધારી રૂ.૮૪.૮૫ કર્યાના પણ સમાચાર હતા. આની અસર પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી. 

દરમિયાન, વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના  ઘટી નીચામાં ૭૮.૬૨ થઈ ૭૮.૩૬ ડોલર રહ્યા હતા.  ક્રૂડના ભાવ આજે અઢીથી ત્રણ ટકા ગબડયા હતા. પ્લેટીનમના ભાવ વધી ઔંશના ૯૫૯ થઈ ૯૫૫થી ૯૫૬ ડોલર જ્યારે પેલેડીયમના ભાવ ઘટી ૯૩૬ થઈ ૯૪૦થી ૯૪૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૯ ટકા નરમ હતા.

Tags :