For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી : ચાંદીમાં પણ પીછેહટ

Updated: Jan 25th, 2023

Article Content Image

વૈશ્વિક સોનામાં નવ મહિનાની ટોચ પરથી ઘટાડો

ન્યુયોર્ક ક્રૂડતેલ 80 ડોલરની અંદર ઉતર્યું : વૈશ્વિક કોપર પણ ગબડયું ઃ પ્લેટીનમ તથા પેલેડીયમમાં જોકે સામસામા રાહ જોવા મળ્યા

મુંબઇ: મુંબઇ ઝવેરી બજારમાં આજે બુલીયન બજારમાં સોનાના ભાવ ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. ચાંદીમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોની વેચવાલી બતાવી રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૧૯૩૭થી ૧૯૩૮ વાળા નીચામાં ૧૯૨૨ થઇ ૧૯૨૬થી ૧૯૨૭ ડોલર રહ્યા હતા.

 સોના પાછળ ચાંદીના ભાવ વિશ્વ બજારમાં ૨૩.૬૬થી ૨૩.૬૭ વાળા નીચામાં ૨૩.૩૫ થઇ ૨૩.૪૬થી ૨૩.૪૭ ડોલર રહ્યા હતા. મુંબઇ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂા. ૫૭૦૯૨ વાળા રૂા. ૫૬૯૦૯ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૫૭૩૨૨ વાળા રૂા. ૫૭૧૩૮ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂા. ૬૮૧૩૮ વાળા રૂા. ૬૭૮૯૪ રહ્યા હતા. મુંબઇ બજારમાં સોના- ચાંદીમાં જીએટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૯૯.૫૦ના રૂા. ૫૮૭૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૫૮૯૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂા. ૬૯૦૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પેટીનમના ભાવ ઔંશના ૧૦૫૯થી ૧૦૬૦ વાળા આજે નીચામાં ૧૦૪૦ થઇ ૧૦૪૩થી ૧૦૪૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૧૬ વાળા ઉંચામાં ૧૭૪૯ તથા નીચામાં ૧૭૧૭ થઇ ૧૭૨૮થી ૧૭૨૯ ડોલર રહ્યા હતા.


Gujarat