વૈશ્વિક સોનામાં ઉછળકુદના પગલે ઘરઆંગણે સોનું વધીને રૂ.99,000
- ક્રૂડતેલમાં ઉત્પાદન વૃદ્ધિના સંકેતોએ ભાવમાં ઝડપી ઘટાડો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી ઝડપી તૂટયા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં બેતરફી ઉછળકુદ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૦૪થી ૩૩૦૫ વાળા આજે ઉંચામાં ૩૩૪૫ તથા નીચામાં ૩૨૮૩ થઈ ૩૩૦૫થી ૩૩૦૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન,અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૯૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૦૦૦ બોલાયા હતા. દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧૦૦૦ ઘટી રૂ.૯૭૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૩.૧૭ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડની વધઘટ પાછળ સોનાના ભાવમાં આજે બેતરફી ઉછળકુદ દેખાઈ હતી.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૪૯૨૭ વાળા રૂ.૯૫૨૦૦ થઈ રૂ.૯૫૧૩૪ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૫૩૦૯ વાળા રૂ.૯૫૫૮૩ થઈ રૂ.૯૫૫૧૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૩૩૨ વાળા રૂ.૯૮૪૯૨ થઈ રૂ.૯૬૫૧૯ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી આજે ઝડપી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૬.૧૭ વાળા નીચામાં ૬૩.૫૪ થઈ ૬૩.૯૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૦.૬૩ ડોલર રહ્યા હતા. ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશો જુલાઈમાં ઉત્પાદનમાં વૃદ્ધી ચાલુ રાખશે એવા નિર્દેશો વહેતા થતાં વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.
વિશ્વ બજારમાં કોપરના ભાવ ૦.૬૨ ટકા ઘટયા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૧૦૮૪ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ નીચામાં ૧૦૧૦ તથા ઉંચામાં ૧૦૩૭ થઈ ૧૦૨૫થી ૧૦૨૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા.