Get The App

નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ લોન વિતરણમાં 94 ટકાનો વધારો

- ગોલ્ડ લોન વિતરણ વધીને રૂ. ૮.૧૬ લાખ કરોડ થયું, જે ગયા વર્ષના સમાન સમયમાં રૂ. ૪.૨૩ લાખ કરોડ હતું

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ લોન વિતરણમાં 94 ટકાનો વધારો 1 - image

અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ક્વાર્ટરમાં સોના-આધારિત લોન ૯ ગોલ્ડ લોન) વિતરણમાં વાર્ષિક ધોરણે ૯૪ ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં સોના-આધારિત લોન વિતરણ વધીને રૂ. ૮.૧૬ લાખ કરોડ થયું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. ૪.૨૩ લાખ કરોડ હતું.

રિપોર્ટ અનુસાર, ધંધાકીય જરૂરિયાતો માટે અન્ય લોન વિકલ્પો કરતાં ધંધાકીય લોન લેનારાઓએ ગોલ્ડ લોન પસંદ કરી હતી. જેના કારણે ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ લોન વિતરણમાં ૯૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ખાનગી ક્ષેત્રની બેંકોમાં ગોલ્ડ લોન વિતરણ વાર્ષિક ધોરણે ૬૫.૭૫ ટકા વધીને રૂ. ૧.૨૧ લાખ કરોડ થયું હતું, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં ૭૧.૨૪ ટકા વધીને રૂ. ૩.૭૫ લાખ કરોડ થયું હતું. નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) એ સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી હતી, જેમાં વિતરણ વાષક ધોરણે ૧૮૯ ટકા વધીને રૂ. ૨.૫ લાખ કરોડ થયું હતું.

જોકે, જાહેર ક્ષેત્રની બેંકો સૌથી મોટી ફાળો આપતી રહી, જે કુલ વિતરણમાં આશરે ૪૬ ટકા હિસ્સો ધરાવે છે.અહેવાલ દર્શાવે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સોનાના ભાવ ૨૫ ટકાના ચક્રવૃદ્ધિ વાષક વૃદ્ધિ દર થી વધ્યા છે, પરંતુ ગયા વર્ષે ગોલ્ડ લોન વૃદ્ધિ ૯૪ ટકા સુધી પહોંચી છે. આ ઉત્પાદન અવેજી માટે એક મજબૂત કેસ બનાવે છે. એનબીએફસી માટે ગોલ્ડ લોન સિવાય અન્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં વૃદ્ધિ ધીમી રહી છે.