Get The App

સોના-ચાંદીમાં રૅકોર્ડબ્રેક તેજી, આજે ફરી ઓલટાઇમ હાઇ, Gold રૂ. 2300, Silver રૂ. 3000 મોંઘું

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીમાં રૅકોર્ડબ્રેક તેજી, આજે ફરી ઓલટાઇમ હાઇ, Gold રૂ. 2300, Silver રૂ. 3000 મોંઘું 1 - image


Gold Price All Time High: વૈશ્વિક પરિબળોના પગલે કિંમતી ધાતુમાં તેજી પૂરજોશમાં છે. આજે ફરી સોના અને ચાંદીના ભાવ ઓલટાઇમ હાઇ થયા હતા. વૈશ્વિક બજારોના સથવારે આજે સ્થાનિક બજારમાં સોનું વધુ નવી રૂ. 1,18,300 પ્રતિ 10 ગ્રામની રૅકોર્ડ ટોચે પહોંચ્યું છે.

સોનામાં આજે રૂ. 2300નો ઉછાળો

અમદાવાદ બુલિયન બજાર અનુસાર, સ્થાનિક બજારમાં આજે સોનાની કિંમતમાં રૂ. 2300નો ઉછાળો નોંધાયો હતો. જે વધી રૂ. 1,18,300 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. જ્યારે ચાંદી પણ રૂ. 3,000 ઉછળી રૂ. 1,38,000 પ્રતિ કિગ્રાની રૅકોર્ડ ટોચે પહોંચી હતી. 

વૈશ્વિક બજારમાં સોનું નવી ટોચે

ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાતના આશાવાદ સાથે વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ આજે ફરી નવી 3769 ડૉલર પ્રતિ ઔંસની નવી રૅકોર્ડ સપાટીએ નોંધાયું હતું. ફેડના નવા ગવર્નર સ્ટિફન મિરાને સોમવારે રેટ કટ મુદ્દે આક્રમક વલણ વ્યક્ત કર્યું હતું. આવતીકાલે જેરોમ પોવેલ રેટ કટ મુદ્દે ભાષણ આપવાના છે. મોટાભાગના નિષ્ણાતોને વ્યાજના દરોમાં ઘટાડાની અપેક્ષા છે.  

સોના-ચાંદીમાં રૅકોર્ડબ્રેક તેજી, આજે ફરી ઓલટાઇમ હાઇ, Gold રૂ. 2300, Silver રૂ. 3000 મોંઘું 2 - image

Tags :