Get The App

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.2000નો કડાકો

- ક્રૂડતેલમાં એકધારી મંદી : સાઉદીએ ક્રૂડ ઉત્પાદન વધારવાના સંકેતો આપ્યા:

- વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં સોનું નીચામાં ૩૨૦૦ ડોલર : ભારતમાં ટેરીફ વેલ્યુ જોકે વધતાં સોના- ચાંદીની ઈફેકટીવ ડયુટી વધ્યાના નિર્દેશો

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.2000નો કડાકો 1 - image


અમદાવાદ, મુંબઈ : વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૦૧થી ૩૩૦૨ વાળા તૂટી નીચામાં ભાવ ૩૨૦૨ થઈ ૩૨૨૩થી ૩૨૨૪ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં તથા બોન્ડ યીલ્ડ પણ ઉંચકાતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ તૂટી ૯૯૫ના રૂ.૯૬૨૦૦૨ તથા ૯૯૯ના રૂ.૯૬૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂ.૨૦૦૦ તૂટી રૂ.૯૪૦૦૦ બોલાયા હતા. 

મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારના સમાચાર ભાવમાં વધુ પીછેહટબતાવી રહ્યા હતા. વિશ્વબજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. જોકે દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે વૃધ્ધિ કર્યાના સમાચાર હતા અને તેના પગલે કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં તેટલા પ્રમાણમાં વૃધ્ધિ થયાનું પણ બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  

વિશ્વબજારમાં ચાંદીના ભાવ ૩૨.૫૪થી ૩૨.૫૫ વાળા નીચામા ૩૧.૬૬ થઈ ફરી વધી ૩૨.૩૪થી ૩૨.૩૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૨૪૫૦ તથા ૯૯૯ના રૂ.૯૨૮૫૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૩ હજાર રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, ભારત સરકારે સોનાની ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામના ડોલરના સંદર્ભમાં ૧૦૩૨થી વધારી ૧૦૬૪ ડોલર કરી છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોના ડોલરના સંદર્ભમાં ૧૦૪૫ વાળા ૧૦૭૬ ડોલર કર્યાના સમાચાર મળ્યા હતા. આના પગલે ઈફેકટીવ ડયુટીમાં  વૃધ્ધિ થઈ છે. 

વિશ્વબજારમાં ક્રૂડતેલ ગબડતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર નેગેટીવ દેખાઈ હતી. સાઉતી અરેબીયાએ ઉત્પાદનમાં વૃધ્ધિ કરવાના સંકેતો આપ્યા હતા. અમેરિકાના જીડીપીના આંકડા નબળા આવ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના નીચામાં ૫૯.૩૦ થઈ ૫૯.૯૮ ડોલર રહ્યા હતા.

યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૬.૩૯ થઈ ૫૭.૦૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં બે દિવસમાં સોનાના ભાવ રૂ.૨૫૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૪૦૦૦ તૂટી ગયાના નિર્દેશો હતા.

 વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધી ૯૯.૮૫ થતા મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૪.૪૯ વાળા વધી રૂ.૮૪.૬૦થી ૮૪.૬૫ બોલાતા થયા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૬૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૯૪૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૦ ટકા પ્લસમાં રહ્યા હતા.

Tags :