સોનામાં રૂા. 1400નો તથા ચાંદીમાં રૂા. 2000નો કડાકો : ક્રૂડ તેલ ઉંચકાયું
- ડોલર ઇન્ડેક્સ ફરી વધતાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું : પ્લેટીનમમાં પણ પીછેહઠ
- વૈશ્વિક સોનું ૫૫ ડોલર તૂટી ૩૩૦૦ ડોલરની અંદર
મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાઇ ગયો હતો. વિશ્વ બજારના સમાચાર ઝડપી પીછેહઠ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર તૂટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં ઝવેરી બજારમાં ઇમ્પોર્ટ નીચી ઉતરી છે તથા તેના પગલે બજારમાં વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ વધતાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા.
વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૩૨૫થી ૩૩૨૬ વાળા ગબડી નીચામાં ભાવ ૩૨૭૧ થઇ ૩૨૭૧ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ા ઔંશના ૩૬.૪૨થી ૩૬.૪૩ વાળા ગબડી ઉંચામાં ભાવ ૩૫.૭૯થી ૩૫.૯૬થી ૩૫.૯૭ ડોલર રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજાર પાછળ મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૮૯૫ના રૂા. ૯૬૭૭૦ વાળા ગબડી રૂા. ૯૫૪૦૦ તથા ૯૯૯ના ભાવ રૂા. ૯૭૧૫૯ વાળા તૂટી રૂી. ૯૫૭ બોલાયા હતા.
મુંબઇ ચાંદીના ભાવ આજે જીએસટી વગર કિલોના રૂા. ૧૦૭૧૫૦ વાળા તૂટી રૂા. ૧૦૫૧૯૩ બોલાયા હતા. મુંબઇ બજારમાં સોના- ચાંદીમાં જીએસટી સ ાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઇ બજારમાં આજે સોનાના ભાવ આશરે રૂા. ૧૪૦૦ તતા ચાંદીના ભાવ આશરે રૂા. ૨૦૦૦ તૂટી ગયા હતા.
અમદાવાદ બજાર આજે રથયાત્રા નિમિત્તે બંધ રહી હતી. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૩૯૮થી ૧૩૪૯ વાળા ઘટી ૧૩૩૦ થઇ ૧૩૩૩થી ૧૩૩૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૧૮૧ થયા પછી નીચામાં ભાવ ૧૧૦૮ થઇ ૧૧૨૨થી ૧૧૨૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૪૦ ટકા ઘટયા હતા.
વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી બેરલના ૬૮.૩૯ થઇ ૬૮.૧૨ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ઘટયાના વાવડ હતા. ચીનમાં વધી સ્ટીમ્યુઅલ આપવા વિચારણા થઇ રહ્યાના પણ સમાચાર હતા. દરમિયાન, યુએસ ક્રૂડના ભાવ વઝી ૬૫.૯૪ થઇ ૬૫.૬૭ ડોલર રહ્યા હતાં.