સોનામાં ઉછાળો જારી, રૂ.100500 બોલાયા: જો કે ચાંદી વધ્યા પછી ગબડી
- ક્રૂડના ભાવ ઉંચકાઈ બેરલના ઉંચામાં ૬૩ ડોલર વટાવી ગયા: વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી
- વૈશ્વિક સોનાના ભાવ ૩૪૩૫ ડોલર સુધી ઉછળ્યા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોેનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી ઝડપી ઘટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવમં બેતરફી મોટી ઉછળકૂદ દેખાઈ હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૩૮૪થી ૩૩૮૫ વાળા ઉંચામાં ૩૪૦૦ પાર કરી ૩૪૩૫થી ૩૪૩૬ ડોલર થયા પછી ભાવ ફરી તૂટી નીચામાં ૩૩૬૦થી ૩૩૬૧ થઈ ૩૩૮૯થી ૩૩૯૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૦૦૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૦૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ જો કે કિલોના રૂ.૯૭ હજારના મથાળે જળવાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૧થી ૩૩.૧૨ વાળા ઉંચામાં ૩૩.૨૫ તથા નીચામાં ભાવ ૩૨.૭૩ થઈ ૩૨.૮૨થી ૩૨.૮૩ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૬૫૦૦ વાળા રૂ.૯૭૧૦૩ થઈ રૂ.૯૭૦૩૬ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૬૮૮૮ વાળા રૂ.૯૭૪૯૩ થઈ રૂ.૯૭૪૨૬ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગરરૂ.૯૫૮૫૪ વાળાી રૂ.૯૬૧૩૩ થઈ રૂ.૯૫૭૭૪ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં તથા ચીને વ્યાજ દર તથા રિઝર્વ રેશિયો ઘટાડતાં તેની અસર વૈશ્વિક બજારો પર જોવા મળી હતી. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં આજે વધ્યા મથાળે ફંડોની વેચવાલી દેખાઈ હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ઉંચામાં ૬૩.૨૫ થઈ ૬૨.૫૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૦.૨૬ થઈ ૫૯.૫૬ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ચીન વચ્ચે હવે પછી ટૂંકમાં થનારા વેપાર કરાર પર બજારની નજર રહી હતી. ચીને વ્યાજના દર ઘટાડતાં તથા રિઝર્વ રેશિયો પણ ઘટાડતાં તેની અસર ક્રૂડ બજાર પર પોઝીટીવ દેખાઈ હતી.
જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે બે ટકા ઘટયા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ૯૯૧ થઈ ૯૮૭થી ૯૮૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૯૮૫થી ૯૮૬ ડોલર રહ્યા હતા. ક્રૂડના ભાવ તાજેતરમાં ઘટતાં ભારતને ક્રૂડના ઈંમ્પોર્ટ બિલમાં આશરે રૂ.૧.૮૦ લાખ કરોડની રાહત થઈઇ હોવાની ગણતરી જાણકારો બતાવતા હતા.