Get The App

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1000 તૂટયા: ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાઈ

- ભારતમાં સોનામાં ઉંચે નવી માગ રુંધાતાં ઈમ્પોર્ટ કોસ્ટ સામે બજાર ભાવમાં ઔંશદીઠ ડિસ્કાઉન્ટ વધી રહ્યાના નિર્દેશો

- વિશ્વ બજારમાં ફંડો ઉંચા મથાળે સોનું વેચવા નિકળ્યા

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
સોનામાં રેકોર્ડ  તેજીને બ્રેક, રૂ.1000 તૂટયા: ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાઈ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવમાં રેકોર્ડ તેજીની બ્રેક વાગતાં ભાવમાં ટોચ પરથી ઝડપી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. જોકે મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ આરંભમાં ઉંચેથી ઘટયા પછી બપોર પછી ભાવ ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના ૩૩૮૧થી ૩૩૮૨ વાળા આજે ઘટી નીચામાં ૩૩૪૩ થઈ ૩૩૫૫થી ૩૩૫૬ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજાર પાછળશ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૯૭૦૦ તથા ૯૯૯ના એક લાખ થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦ ઘટી  રૂ.૧૦૧૫૦૦ બોલાયા હતા.

દરમિયાન, ભારતના બજારોમાં નવી માગ રુંધાતાં સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટ સામે ડિસ્કાઉન્ટ ઔંશના ૩૧થી વધી ૫૫થી ૫૬ ડોલર બોલાતા થયાના વાવડ મળ્યા હતા.  વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૫.૮૭થી ૩૫.૮૮ વાળા નીચામાં ૩૫.૬૩ થયા પછી  ભાવ ફરી વધી ઉંચામાં ૩૬.૨૯ થઈ ૩૬.૧૭થી ૩૬.૧૮ ડોલર રહ્યાના સમાચાર હતા. 

મુંબઈ બુલિયન બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૪૬૭૫ વાળા નીચામાં રૂ.૧૦૪૬૧૦ થયા પછી ફરી વધી રૂ.૧૦૫૨૮૫ રહ્યા હતા.  મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૭૭૭૦ વાળા ઘટી રૂ.૯૬૭૫૭ રહ્યાા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૮૧૬૩ વાળા રૂ.૯૭૧૪૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ૧૧૭૫ થઈ ૧૧૬૩થી ૧૧૬૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૧૦૩૧ થઈ ૧૦૨૮થી ૧૦૨૯ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ઉંચેથી ૦.૭૦ ટકા નરમ રહ્યા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલ પણ સુસ્ત હતું. બ્રેન્ટના ભાવ નીચામાં ૬૪.૪૦ થઈ  ૬૫.૫૨ રહ્યા હતા. દરમિયાન, ઓપેકના સાઉદી અરેબિયા, રશિયા, ઈરાક તથા યુએઈ દ્વારા મળીને ભારત તરફ ક્રૂડતેલની નિકાસ એપ્રિલની સરખામણીએ મે મહિનૌમાં દૈનિક ૩ લાખ ૭૫ હજાર બેરલ્સ વધુ કર્યાના વાવડ મળ્યા હતા.

Tags :