સોના- ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી ઉંચકાયાઃ ક્રૂડતેલ 88 ડોલર પાર કરી ગયું

Updated: Jan 23rd, 2023


પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં બેતરફી ઉછળકુદ

ચીનમાં કોરોનાનો ઉપદ્રવ છતાં વિશ્વબજારમાં કોપર અઢી ટકા ઉછળ્યું

મુંબઈ: મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજારમાં સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૧૯૨૬થી ૧૯૨૭ વાળા આજે ઉંચામાં ૧૯૩૫થી ૧૯૩૬ તથા નીચામાં ૧૯૧૮થી ૧૯૧૯ થઈ ૧૯૨૬થી ૧૯૨૭ ડોલર રહ્યા હતા. 

અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી રૂ.૯૯.૫૦ના રૂ.૫૮૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૮૭૦૦ રહ્યા હતા. જોકે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૬૮૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૨૩.૯૩થી ૨૩.૯૪ વાળા ઉંચામાં ૨૪.૧૫ તથા નીચામાં ૨૩.૬૨ થઈ ૨૩.૬૩થી ૨૩.૬૪ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૪૫થી ૧૦૪૬ વાળા આજે ઉંચામાં ૧૦૫૦ તથા નીચામાં ૧૦૩૬ થઈ ૧૦૪૧થી ૧૦૪૨ ડોલર બોલાઈ રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૭૩૫થી ૧૭૩૬ વાળા આજે ઉંચામાં ૧૭૫૪ તથા નીચામાં ૧૭૧૮ થઈ ૧૭૨૩થી ૧૭૨૪ ડોલર રહ્યા હતા. ચીનમાં કોરોનાના વધી રહેલા ઉપદ્રવ પર બજારની નજર રહી હતી. જોકે વૈશ્વિક કોપરના ભાવ આજે આશરે અઢી ટકા ઉછળ્યા હતા.

વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ આજે આગેકૂચ ચાલુ રહેતાં ભાવ વધી બેરલદીઠ ૮૮ ડોલરની ઉપર જતા રહ્યા હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૮૧.૬૪ વાળા ઉંચામાં ૮૨.૪૬ થઈ ૮૨.૩૫ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૮૭.૬૩ વાળા ઉંચામાાં ૮૮.૫૮ થઈ ૮૮.૪૭ ડોલર રહ્યાના સમાચાર હતા. માગ વિશ્વબજારમાં વધ્યાની ચર્ચા હતી. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૬૭૦૦ વાળા રૂ.૫૬૮૧૬ તથા ૯૯.૯૦ના રૂ.૫૬૯૦૦ વાળા રૂ.૫૭૦૪૪ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૮૨૦૦ વાળા રૂ.૬૮૩૭૧ થઈ રૂ.૬૮૨૭૩ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

    Sports

    RECENT NEWS