Get The App

અમેરિકામાં જોબગ્રોથ નબળો આવતાં મોડી સાંજે સોના-ચાંદી સ્પ્રિંગની જેમ ઉછળ્યા

- અમદાવાદ ખાતે સોનું રૂા. ૧,૧૦,૦૦૦ની વિક્રમી સપાટીએ

- વૈશ્વિક સોનું ઉંચામાં ૩૫૮૪ ડોલર બોલાતાં નવો રેકોર્ડ ઘરઆંગણે બજાર બંધ થયા પછી પ્રવાહો પલ્ટાયા

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં જોબગ્રોથ નબળો આવતાં મોડી સાંજે સોના-ચાંદી સ્પ્રિંગની જેમ ઉછળ્યા 1 - image


મુંબઈ : અમદાવાદ મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમં રેકોર્ડ તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ વધતા અટકી ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડા પર જોવા મળ્યા હતા. અમદાવાદ ખાતે આજે સોનું રૂા. ૧,૧૦,૦૦૦ ની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના ૩૫૪૨થી ૩૫૪૩ ડોલરવાળા આજે ઉંચામાં ભાવ ૩૫૬૧થી ૩૫૬૨ થઈ ૩૫૪૯થી ૩૫૫૦ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે સરકારી ઈમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર વધારતાં  દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં  ઝવેરી બજારોમાં આજે સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. જો કે ઉંચા મથાળે નવી માગ ધીમી રહી હોવાનુંબજારના સૂત્રો જણાવી રહ્યા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ. ૧૦૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૧૦૦૦૦ બોલાયા હતા. જોકે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૩ હજાર ઘટી રૂ.૧૨૨૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં ચાંદીૂના ભાવ ઔંશના ૪૦.૯૬ થી ૪૦.૯૭ વાળા ઘટી નીચામાં ભાવ ૪૦.૫૫ થઈ ૪૦.૭૬થી ૪૦.૭૭ ડોલર રહ્યા હતા.

અમેરિકામાં ઓગસ્ટ મહિનાના જોબગ્રોથના આંકડા અપેક્ષાથી ઓછા આવ્યા હતા. આના પગલે મોડી સાંજે વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઉંચામાં ૩૫૮૩થી ૩૫૮૪ ડોલર સુધી પહોંચી ગયાના સમંાચાર હતા. વૈશ્વિક ચાંદીના ભાવ મોડી સાંજે ફરી વધી ઉંચામાં ૪૧.૨૮થી ૪૧.૨૯ ડોલર બોલાયાના સમાચાર પણ મળ્યા હતા.

અમેરિકામાં જોબગ્રોથ અપેક્ષાથી ઓછો આવતાં ત્યાં વ્યાજ દર ઘટવાની  અપેક્ષા વધતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઝડપી તૂટી મોડી સાંજે નીચામાં ૯૭.૫૨ થઈ ૯૭.૬૮ રહ્યાના સંચાર હતા.  ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ તૂટતાં વિશ્વ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ ઝડપી વધી જતાં  વૈશ્વિક ચાંદી તેમ જ પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ પણ મોડી સાંજે ઝડપી વધી જતાં વૈશ્વિક ચાંદી તેમ જ  પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ પણ મોડી સાંજે ઝડપી વધી ગયા હતા.

દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ઔંશના ૧૩૯૩થીી ૧૩૯૪ ડોલર રહ્યા હતા. જ્યારે  પેલેડીયમના ભાવ વધી ૧૧૩૧થી ૧૧૩૨ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં  જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૦૫૯૧૨ બંધ રહ્યા પછી મોડી સાંજે ભાવ વધી રૂ.૧૦૬૬૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૦૬૩૩૮ બંધ રહ્યા પછી મોડેથી ભાવ વધી રૂ.૧૦૭૦૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર  રૂ.૧૨૧૩૭૦ બંધ રહ્યા પછી મોડેથી  ભાવ ઉછળી રૂ.૧૨૪૯૦૦ રહ્યા હતા.

અમેરિકામાં જોબગ્રોથના આંકડા ૨૨ હજાર આવ્યા હતા જે ૭૫ હજારની અપેેક્ષાથી ઓછા આવ્યા છે. ત્યાં બેરોજગારીનો દર વધી ૪.૩૦ ટકા થયો છે. આના પગલે વિશ્વ બજારમાંમ  સોનાના ભાવમાં મોડી સાંજે પ્રવાહો ઝડપથી પલટાતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટયા હતા. બ્રેન્ટ ક્રૂડના બેરલના નીચામાં ૬૫.૩૫ થઈ ૭૫.૮૫ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૧.૭૭ થઈ ૬૨.૨૨ ડોલર રહ્યા હતા.

Tags :