Get The App

વિશ્વ બજાર પાછળ સોના ચાંદીમાં સ્થિરતા જળવાઈ રહી

- અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકનો નિર્ણય બજારની દિશા નિશ્ચિત કરશે

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વ બજાર પાછળ સોના ચાંદીમાં સ્થિરતા જળવાઈ રહી 1 - image


મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠક પહેલા વૈશ્વિક સોનાચાંદીના ભાવમાં મક્કમતા જળવાઈ રહી હતી. કમિટિના ચેરમેન જેરોમ પોવેલ વ્યાજ દર સંદર્ભમાં કેવો નિર્ણય લે છે તેના પર સોનાચાંદીના ભાવની દિશા નિશ્ચિત થવાની બજાર ધારણાં રાખી રહ્યું છે. વિદેશ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુના ભાવ પ્રમાણમાં  સ્થિર જળવાઈ રહ્યા છે. ઊંચા ભાવે સ્થાનિકમાં ઘરાકી મંદ જોવા મળી રહી છે. રશિયા પર વધુ સખતાઈ લાવવાના અમેરિકાના પ્રમુખના સંકેતે ક્રુડ તેલમાં ઉછાળો જોવા મળ્યો છે. ક્રુડ તેલના ભાવ ૭૦ ડોલરને પાર કરી ગયા હતા. 

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૮૨૯૬ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૭૯૦૨ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ રૂપિયા ૧૧૩૩૦૭ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૧૩૦૦ રહ્યા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૧૦૦૦ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૪૫૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ ૩૩૨૨ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૮.૦૪ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમના ભાવ પ્રતિ ઔંસ ૧૩૯૯ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૨૪૩ ડોલર મુકાતુ હતું. 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સાથેનું યુદ્ધ અટકાવવા પચાસ દિવસના આપેલા સમયમાં ઘટાડો કરવાની આપેલી ચીમકી બાદ ક્રુડ તેલમાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ તેલ ૬૭.૧૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૭૦.૪૧ ડોલર કવોટ થતું હતું. 


Tags :