Get The App

સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા

- વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટી ૪૫૦૦ ડોલરની અંદર ઉતર્યા

- રૂપિયો તૂટતાં ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધિ: ક્રૂડમાં ઘટાડો: હોર્મુઝ રુટમાં ત્રણ સુપર ટેન્કરોમાં ૬૦ લાખ બેરલ્સ ક્રૂડ પસાર થયું

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. જોકે મંગળવારના બંધ ભાવની સરખામણીએ બુધવારે બંધ ભાવ એકંદરે નીચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૪૪થી ૪૫૪૫ ડોલર વાળા નીચામાં ભાવ ૪૪૫૩ થઈ ૪૪૯૧થી ૪૪૯૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું સેલીંગ જોવા મળ્યું હતું.

 જો કે ઘરઆંગણે કિમતી ધાતુઓના ભાવ  નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં તથા ડોલર ઉછળતાં બપોર પછી કિંમતી ધાતુઓના ભાવ ફરી ઉંચકાયા હતા. ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૯૭ નજીક પહોંચી ગયા હતકા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૬૩૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૩૫૦૦ રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૬.૨૩થી ૭૬.૨૪ ડોલર વાળા નીચામાં ભાવો૭૩.૧૩ થઈ ૭૫.૬૬થી ૭૫.૬૭ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં દિવસના અંતે સોનાના બંધ ભાવ રૂ.૫૦૦ નીચા રહ્યા હતા. ચાંદીના બંધ ભાવ રૂ.૧૪૦૦ નીચા રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર રૂ.૨૬૭૩૦૨ બંધ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવ નરમ હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૧૦.૩૭થી ઘટી ૧૦૭.૭૭ થઈ ૧૦૮.૮૪ ડોલર રહ્યા હતા. સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝના રૂટમાં ત્રણ સુપર ટેન્કરોમાં આશરે ૬૦ લાખ બેરલ્સ ક્રૂડ ઓઈલ પસાર થયાના વાવડ હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૧૦૬.૭૬ થઈ ૧૦૭.૭૭ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૯૪૪ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ વધી રૂ.૭૦૭૪૮ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ૧૩૭૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૧ ટકા ઘટયા હતા.

દરમિયાન, ભારતના વિવિધ મોટા જ્વેલર્સના સૂત્રોના જણાવ્યા મુજબ સોનાની આયાત ઘટાડી દેશમાં પડેલા ઘરગથ્થુ સોનાનો ઉપયોગ  વધારવા હવે આયાતી સોનાના નવા દાગીના બનાવવાના બદલે ગ્રાહકોને એવી હાકલ કરાઈ રહી છે કે તેમના પાસે ઘરમાં પડેલા જૂના સોનાના દાગીના બજારમાં લાવી તેમાંથી નવા દાગિના બનાવે જેથી સોનાની ઈમ્પોર્ટ ઘટાડી શકાશે.