Get The App

સોના-ચાંદીમાં 'મહારેકોર્ડ': ભારત સહિત વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો! જાણો લેટેસ્ટ રેટ

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીમાં 'મહારેકોર્ડ': ભારત સહિત વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો! જાણો લેટેસ્ટ રેટ 1 - image


Gold and Silver Latest Rate: કમૂરતા પૂર્ણ થતાં જ સોના ચાંદીના ભાવમાં ફરી ભડકો થયા છે. લગ્નની સિઝનના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે કોમોડિટી માર્કેટમાં ગોલ્ડ-સિલ્વરના ભાવે રેકોર્ડ તોડયા છે. બુધવારે MCX (મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ) પર ચાંદીના ભાવમાં 14700 રૂપિયાનો ઉછાળો આવ્યો, સાંજે 8 વાગ્યા આસપાસ ચાંદી પ્રતિ કિલો  2,89,900 રૂપિયા પર કારોબાર કરી રહી હતી.

સોના-ચાંદી બંને ઓલ ટાઈમ હાઇ

દિવસના કારોબાર દરમિયાન આજે ચાંદી ઓલ ટાઈમ હાઈ પર હતી, 2,91,406 રૂપિયા ભાવે પહોંચી ઘટી હતી. એ જ રીતે, 10 ગ્રામ સોનાના ભાવમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 5 ફ્રેબુઆરી વાયદા માટે MCX પર બુધવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1143 રૂપિયા વધી  1,43,384  રૂપિયા પર આવી ગયો છે. સોનાએ પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ બનાવ્યો છે. 

14 દિવસમાં ચાંદીના ભાવમાં 56 હજારનો વધારો

આ વર્ષે સોના-ચાંદીમાં ગજબ ઉછાળો જોવા મળ્યો છે 31 ડિસેમ્બરે વાયદા બજારમાં 1 કિલો ચાંદીના ભાવ 2.35 લાખ રૂપિયા હતા. પણ આજે તે 2.91 લાખ પર પહોંચ્યા છે. જેનો મતલબ એ થયો કે જાન્યુઆરી મહિનાના 14 દિવસમાં ભાવ જ 56 હજાર વધી ગયો. 

14 દિવસમાં સોનાના ભાવમાં 9 હજારનો વધારો

સોનાના ભાવની વાત કરીએ 31 ડિસેમ્બરના રોજ 1.34 લાખ હતો જે આજે 14 જાન્યુઆરીના રોજ 1.43 લાખ થઈ ગયો છે. તેનો મતલબ છે કે સોનામાં પણ 12 દિવસમાં 9 હજાર રૂપિયાની તેજી જોવા મળી છે. 

ઈન્ટરનેશન માર્કેટ ગોલ્ડ સિલ્વરની બોલબાલા

ઈન્ટરનેશન માર્કેટ પણ સોનું ચાંદી બૂમ પડાવી રહ્યા છે સોનું પહેલા જ 4600 ડોલર પ્રતિ ઔસ આસપાસ કારોબાર કરી રહ્યું છે તો ચાંદી 90 ડોલરનો આંકડો પાર ચૂકી છે. આશા સેવાઇ રહી છે કે સોનું 5 હજાર ડોલર તેમજ ચાંદી 100 ડોલરનું લેવલ વટાવી શકે છે. 

ચાંદીમાં વધારા પાછળના મહત્ત્વના કારણો 

1. પુરવઠામાં ઘટાડો: વૈશ્વિક સ્તરે ચાંદીનો પુરવઠો ઘટી રહ્યો છે. COMEX રજિસ્ટર્ડ રિઝર્વ 2020ની સરખામણીએ લગભગ 70% ઘટી ગયા છે.

2. ઔદ્યોગિક માંગ: સોલર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય હાઇ-ટેક ઉદ્યોગોમાં ચાંદીની માંગ ખૂબ મજબૂત રહી.

3. ચીનના નવા નિયમો: જાન્યુઆરી 2026થી ચીને ચાંદીના નિકાસ પર કડક નિયમો બનાવ્યા છે. જેથી આવનાર ભવિષ્યમાં પુરવઠા પર દબાણ વધવાની શંકા છે.

શું સોનું અને ચાંદી સસ્તું થશે? 

ઘણા નિષ્ણાત માને છે કે સોના અને ચાંદીના ભાવ તેમના સૌથી ઊંચા સ્તરની ખૂબ જ નજીક છે પણ નફા-બુકિંગ કારણે થોડા સમય માટે કોઈ દિવસ સોનું થોડું સસ્તું થઈ શકે છે, પણ બીજી તરફ મજબૂત માંગને કારણે લાંબા ગાળાનું રોકાણ હજુ પણ લાભદાયી નીવડી શકે છે. પણ ઊંચા ભાવના કારણે સતર્ક રહેવું જરૂરી છે.  ઘણી બૅંકો અને નિષ્ણાતોને આશા છે કે સોના અને ચાંદીના ભાવ ઊંચા જ રહેશે, જો નવા ઊંચા સ્તરે નહીં પહોંચે, તો 2026માં મજબૂત સપોર્ટ સાથે સ્થિર રહેશે. સામે કેટલાક માને છે કે ભાવ હજુ પણ સારા એવા વધી શકે છે. અમુક નિષ્ણાતોનો મત છે કે જો બે ત્રણ દિવસ ભાવ ઘટાડાનો સિલસલો યથાવત્ રહે તો સોના અને ચાંદીમાં રોકાણ કરવું નફાકારક રહેશે. 

નાના નાના હપ્તામાં રોકાણ કરી શકાય

સોના અને ચાંદીના ભાવ ખૂબ વધી જતાં સામાન્ય લોકો માટે એકસાથે લાખો રૂપિયાની ખરીદી કરવી મુશ્કેલ અથવા તો શક્ય નથી, જેથી નિષ્ણાત લોકો સલાહ આપે છે કે સોના અને ચાંદીમાં રોકાણ ડિજિટલ રીતે કરી શકાય, આ રોકાણ ગોલ્ડ ETF, સિલ્વર ETF અથવા ગોલ્ડ-સિલ્વર ફંડમાં થઈ શકે, માસિક અથવા સાપ્તાહિક રોકાણ શરુ કરી લાંબા ગાળે મોટો નફા સાથે માર્કેટ સંકટનો ભય પણ ઓછો રહે છે.