Get The App

સોના-ચાંદીમાં તેજી આવી : અમેરિકા તથા યુરોપ દ્વારા વ્યાજના દર જાળવી રાખવા નિર્ણય લેવાયો

- ક્રૂડતેલમાં ઓપેકે સપ્લાય ડેફીસીટનો સંકેત આપતા ભાવ ઉંચકાયા

- રૂપિયા સામે ડોલર ગબડયા પછી ફરી ઉંચકાયો

Updated: Dec 12th, 2019

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીમાં તેજી આવી : અમેરિકા તથા  યુરોપ દ્વારા વ્યાજના દર જાળવી રાખવા નિર્ણય લેવાયો 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 12 ડિસેમ્બર 2019, ગુરૂવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ ઝડપી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ નીચો ઉતરતાં સોનામાં ફંડવાળા એક્ટીવ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે ઔંશદીઠ ઉછળી ૧૪૭૯.૪૦ ડોલર થયા પછી સાંજે ભાવ ૧૪૭૫.૪૦ ડોલર રહ્યા હતા.  સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ વધી ઉંચામાં ૧૬.૯૮થી ૧૬.૯૯ ડોલર થઈ સાંજે ભાવ ૧૬.૮૭ ડોલર રહ્યા હતા. 

 વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં  ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દર ઘટાડવાના  બદલે  જાળવી રાખવા  મિટિંગમાં નિર્ણય કર્યો છે. જો કે  આવતા વર્ષે ૨૦૨૦માં   ત્યાં વ્યાજના દરમાં  ફરી ઘટાડો  કરવામાં આવશે એવો સંકેત મળતાં વિશ્વ બજારમાં  ડોલરનો નીચો ઉતર્યો હતો અને તેના પગલે સોનાના ભાવ ઉંચા ગયાનું  જાણકારોએ જણાવ્યું હતું.  દરમિયાન, યુરોપીયન  સેન્ટ્રલ બેન્ક ઈસીબીની મિટિંગ  મળી હતી અને ઈસીબીએ પણ યુરોપમાં વ્યાજના દર ફેરફાર વિના જાળવી રાખવા નિર્ણય કર્યાના  સમાચાર મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે  ડોલરના ભાવ બપોરે સુધી ગબડતા રહ્યા પછી ફરી ઉંચકાયા હતા. ડોલરના ભાવ રૂ.૭૦.૮૫  વાળા આજે રૂ.૭૦.૬૯  ખુલી નીચામાં  ભાવ રૂ.૭૦.૫૫ થયા પછી ઉછળી રૂ.૭૦.૮૭ થઈ છેલ્લે બંધ  રૂ.૭૦.૮૩  રહ્યા હતા.  ડોલરના ભાવ આજે  બે પૈસા ઘટયા હતા. જ્યારે બ્રિટીશ પાઉન્ડના  ભાવ  આજે પાંચ  પૈસા વધી રૂ.૯૩.૨૦થી ૯૩.૨૧ રહ્યા હતા. બ્રિટનમાં યોજાઈ રહેલી ચૂંટણી પર ખેલાડીઓની નજર રહી હતી. વિશ્વ બજારમાં  આના પગલે બ્રિટીશ પાઉન્ડના નરમ રહ્યા હતા.

 જોકે મુંબઈ કરન્સી બજારમાં  આજે યુરોના ભાવ ૩૦ પૈસા ઉછળી રૂ.૭૮.૮૪થી ૭૮.૮૫ રહ્યા હતા.  ચીન તથા અમેરિકા વચ્ચે  ટેરીફની ડેડલાઈન  રવિવારે પુરી થવાની છે તથા તેના પૂર્વે આ બન્ને દેશો વચ્ચે વેપાર કરાર થાય છે કે નહિં તેના પર વિશ્વ બજારની નજર રહી હતી.

દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં  આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૩૭૬૪૧ વાળા ઉછળી રૂ.૩૭૭૭૮ બંધ રહ્યા હતા.  જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૭૭૯૨ વાળા રૂ.૩૭૯૩૦ રહ્યા હતા  જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બજારમાં  આજે ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના ૯૯૯ના રૂ.૪૩૨૬૦ વાળા વધી રૂ.૪૩૭૩૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૩૭૫૦થી ૪૩૮૦૦ તથા કેશમાં ભાવ આ ભાવથી રૂ.૧૩૫૦થી ૧૪૦૦ ઉંચા રહ્યા હતા જ્યારે  જીએસટી સાથેના  ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  

વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના  ભાવ વધુ ઉછળી ઔંશની ૯૪૫.૬૦થી ૯૪૫.૭૦  ડોલર રહ્યા હતા.  જ્યારે પેલેડીયમના ભાવ વધુ ઉંચકાઈ ૧૯૩૬.૯૦થી ૧૯૩૭ ડોલર સાંજે બોલાતાં  નવોે વિક્રમ સર્જાયો હતો.  

 બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના જે ઘટી ૬૪ ડોલરની અંદર  ૬૩.૫૦થી  ૬૩.૫૫ ડોલર થઈ ગયા હતા તે આજે સાંજે  વધી ૬૪.૧૫થી ૬૪.૨૦ ડોલર રહ્યા હતા.   ન્યુયોર્કના ભાવ નીચામાં  ૫૮.૬૦થી  ૫૮.૬૫  ડોલર થઈ આજે સાંજે રૂ.૫૯.૫૦ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૨૮ લાખ બેરલ્સ ઘટયાની અપેક્ષા  હતી તેના બદલે ત્યાં  આવો સ્ટોક  ૮ લાખ ૨૨ હજાર બેરલ્સ વધ્યો હોવાનું   એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને  જણાવ્યું હતું.  

Tags :