Get The App

સોના-ચાંદીમાં આગળ ધપતી તેજી: ડોલર તથા પાઉન્ડ ઝડપથી ઉંચકાયા

- અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૭૯ લાખ બેરલ્સ ઘટયાના નિર્દેશો: વિશ્વ બજારમાં સોનાએ ૧૫૦૦ તથા ચાંદીએ ૧૮ ડોલરની સપાટી કુદાવી

Updated: Dec 26th, 2019

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીમાં આગળ ધપતી તેજી: ડોલર તથા પાઉન્ડ ઝડપથી  ઉંચકાયા 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 26 ડિસેમ્બર 2019, ગુરૃવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે  તેજી આગળ વધી હતી.  વિશ્વ બજારના સમાચાર નવો ઉછાળો બતાવતા હતા. ઘરઆંગણે આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના  જીએસટી વગર ૯૯.૫૦ના રૃ.૩૮૪૫૦ વાળા વધી રૃ.૩૮૬૩૬ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૃ.૩૮૬૦૦ વાળા ઉછળી રૃ.૩૮૭૯૧ રહ્યા હતા.  જ્યારે જીએસટી  સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા  રહ્યા હતા.  

દરમિયાન, મુંબઈ બજારમાં આજે  ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૃ.૪૬૨૫૦ વાળા રૃ.૪૬૫૮૦ થઈ રૃ.૪૬૫૨૦ બંધ રહ્યા પચી  સાંજે ભાવ રૃ.૪૬૬૦૦થી ૪૬૬૫૦  તથા કેશમાં   ભાવ આ ભાવથી રૃ.૧૦૦૦ ઉંચા  રહ્યા હતા તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા  રહ્યા હતા.  વિશ્વ બજારમાં આજે સોનાના  ભાવ ઉછળી ઔંશના ૧૫૦૮ ડોલર થઈ સાંજે ભાવ ૧૫૦૫.૮૦થી ૧૫૦૫.૯૦ ડોલર રહ્યાના સમાચાર હતા. 

સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ પણ આજે વધી ઔંશના ૧૮.૦૬ ડોલર થઈ સાંજે ભાવ ૧૭.૯૬થી ૧૭.૯૭ ડોલર રહ્યા હતા.   વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે  કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચી ગઈ છે  અને તેના પગલે બજાર ભાવ ઉછળતા રહ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ વધી ઔંશના ૯૫૧.૮૯૦ ડોલર રહ્યા હતા.   જ્યારે  પેલેડીયમના ભાવ વધી ૧૮૯૭.૬૦ ડોલર રહ્યાના  સમાચાર હતા.  વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધતાં  તેની અસર પણ સોનાના ભાવ પર પોઝીટીવ પડયાનું  ખેલાડીઓએ જણાવ્યું હતું.  વિશ્વ બજારમાં  બ્રેન્ટક્રૂડના ભાવ વધી આજે સાંજે  બેરલદીઠ  ૬૭.૪૦થી ૬૭.૪૫  ડોલર રહ્યા હતા   જ્યારે  ન્યુયોર્કના ભાવ  વધી ૬૧.૨૦થી ૬૧.૨૫ ડોલર બોલાઈ રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૃ.૭૧.૨૮ વાળા રૃ.૭૧.૨૬ ખુલી રૃ.૭૧.૨૨  થયા પછી  ઉંચામાં ભાવ રૃ.૭૧.૩૬ થઈ છેલ્લે બંધ  રૃ.૭૧.૩૧ રહ્યા હતા.  ડોલરના ભાવ આજે ૩ પૈસા વધ્યા હતા. જ્યારે બ્રિટીશ પાઉન્ડ નોંધપાત્ર ઉછળ્યો હતો.  બ્રિટીશ પાઉન્ડના  ભાવ આજે વધી ઉંચામાં  રૃ.૯૨.૬૩ થઈ છેલ્લે બંધ રૃ.૯૨.૪૫ રહ્યા હતા. યુરોના ભાવ જોકે આજે  ૮ પૈસા નરમ હતા તથા સાંજે  ભાવ ૭૯.૦૫ બોલાઈ રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધી ૩ મહિનાની ટોચે પહોંચ્યા હતા.  અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૭૯ લાખ બેરલ્સ ઘટયાનું  અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે  જણાવ્યું હતું.  આ ઉપરાંત  ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી થતાં  તથા ઓપેકના દેશો દ્વારા  ઉત્પાદન  ઘટાડવા  પ્રયત્નોકરી રહ્યાના સમાચારોની ક્રૂડતેલના ભાવ પર તેજીની  અસર પડી  હોવાનું  જાણકારોએ જણાવ્યું હતું. 

Tags :