Get The App

બ્રિટીશ પાઉન્ડ ઉંચેથી ઉંધા માથે પછડાયો સોના-ચાંદી તથા ક્રૂડમાં આગેકૂચ જારી

- બ્રિટીશ પાઉન્ડ રૂ.૯૪.૯૧ વાળો ગબડી રૂ.૯૩.૩૪ થઈ છેલ્લે રૂ.૯૩.૭૮ બંધ રહ્યાના નિર્દેશો: ડોલરમાં પીછેહટ સામે યુરો ઊંચકાયો

- બ્રિટનમાં નો-ડીલ બ્રેકઝીટ રિસ્ક ફરી સપાટીએ

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News
બ્રિટીશ પાઉન્ડ ઉંચેથી ઉંધા માથે પછડાયો સોના-ચાંદી તથા ક્રૂડમાં આગેકૂચ જારી 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 17 ડિસેમ્બર 2019, મંગળવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે  તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. જોકે ઘરઆંગણે કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે  ડોલરના ભાવ વધતા અટકી ફરી રૂ.૭૧ની અંદર ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. 

 વિશ્વ બજારમાં  પણ ડોલર ઈન્ડેક્સ નીચો ઉતરતાં સોનામાં ફંડવાળા બાયર રહ્યા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે વધી ઔંશના ઉંચામાં ૧૪૮૦.૮૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૪૭૮.૮૦ ડોલર રહ્યા હતા.  સોના પાછળ ચાંદીના ભાવ આદે વિશ્વ બજારમાં વધી ઔંશના ૧૭.૧૧ ડોલર થઈ સાંજે ભાવ ૧૭.૦૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૭૧.૦૧ વાળા રૂ.૭૦.૯૫ ખુલી રૂ.૭૧.૦૨ રહ્યા પછી  ઘટી રૂ.૭૦.૮૫ થઈ છેલ્લે બંધ ૭૦.૯૭ રહ્યા હતા.  ડોલરના ભાવ આજે ચાર પૈસા ઘટયા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે વધતા અટકી ૧૧૩ પૈસા તૂટી રૂ.૯૪ની અંદર ઉતરી ગયા હતા .

 બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૯૪.૯૧ વાળા આજે ૯૪.૩૫ ખુલી  રૂ.૯૪.૪૨ રહ્યા પછી  નીચામાં ભાવ રૂ.૯૩.૩૪ થઈ છેલ્લે બંધ રૂ.૯૩.૭૮ રહ્યા હતા.  જોકે યુરોના ભાવ આજે ૧૦ પૈસા વધી રૂ.૭૯.૨૧થી ૭૯.૨૨ રહ્યા હતા.  વિશ્વ બજારના સમાચાર મુજબ બ્રિટનના વડાપ્રધાન જોન્સને નો-ડીલ બ્રેકઝીટ રિસ્ક રિવાઈલ કરતા વિશ્વ બજારમાં બ્રિટીશ પાઉન્ડ ઉંચેથી ફરી ગબડયો હતો.યુનિલિવરે સેલ વિશે નબળાઈ બતાવતાં યુરોપના શેરબજારો  ગબડયા હતા. છતાં મુંબઈ કરન્સી બજારમાં આજે  યુરોના ભાવ વધ્યા હતા.

દરમિયાન, મુંબઈ ઝેવરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૭૮૮૨ વાળા રૂ.૩૭૯૫૯ બંધ રહ્યા હતા.  જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૮૦૩૪ વાળા રૂ.૩૮૧૧૨ બંધ રહ્યા હતા  તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજાકમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૪૧૬૫ વાળા રૂ.૪૪૨૭૫ બંધ રહ્યા પછી  સાંજે ભાવ રૂ.૪૪૨૦૦થી ૪૪૨૫૦ તથા કેશમાં ભવુા આ ભાવથી આશરે રૂ.૧૧૦૦થી ૧૧૫૦ ઉંચા રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા રહ્યા હતા.

 દરમિયાન વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ફરી વધી ઔંશના સાંજે  ૯૩૩.૨૦ ડોલર રહ્યા હતા જ્યારે  પેલેડીયમના ભાવ વધી સાંજે ૧૯૭૧.૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા.  કોપરમાં વધ્યા મથાલે બેતરફી ચાલ દેખાઈ હતી.  વિશ્વ બજારમાં નાતાલ પૂર્વે સોનાના ભાવ વધી ૧૪૯૦ ડોલર થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  ચીનમાં ઈન્ડસ્ટ્રીયલ  આઉટપૂટના આંકડા સારા આવ્યા છે. ઉપરાંત ત્યાં  રિટેલ સેલના આંકડા પણ સારા આવ્યા છે. પરંતુ સામે ત્યાં આવતું ઈન્વેસ્ટમેન્ટ ઘટી ૧૯૯૮ પછીની સૌથી ધીમી ગતિની વૃદ્ધી બતાવી રહ્યું હતું. 

 લંડન એક્સ.માં આજે કોપરના ભાવ ટનના ૩ મહિનાના વાયદાના ૬૨૦૫થી ૬૨૧૦ ડોલર રહ્યા હતા જ્યારે ત્યાં  કોપરનો સ્ટોક આજે ૫૨૫૦ ટન ઘટયો હતો સામે એલ્યુ.નો સ્ટોક આજે ત્યાં  વધુ ૪૧૨૨૫ ટન વધ્યો હતો.  ત્યાં પાછલા ઘણા દિવસોથી એલ્યુમિનિયમનો સ્ટોક એક ધારો તથા મોટા જથ્થામાં વધી રહ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. ત્યાં આજે  નિકલનો સ્ટોક વધુ ૬૦૬૬ ટન વધ્યો હતો.

 દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં તેજી આગળ વધતાં સાંજે ભાવ બેરલના બ્રેન્ટક્રૂડના ૬૫.૬૦થી ૬૫.૬૫ ડોલર રહ્યા હતા.  જ્યારે ન્યુયોર્કના ભાવ ૬૦.૪૫થી ૬૦.૫૦ ડોલર  રહ્યા હતા.  ભાવ આજે વધુ અડધો ટકો ઉંચકાયા હતા.


Tags :