Get The App

વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું

- ચાંદી દોઢ હજાર ગબડી: વૈશ્વિક ડોેલર ઈન્ડેક્સ ઉછળતાં સોનામાં ફંડોનું સેલીંગ

- ક્રૂડ વધી ૬૬ ડોલર ઉપર ગયું

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
વૈશ્વિક સોનું  100  ડોલર ગબડતા ઘરઆંગણે  રૂ.96,000ની અંદર ઉતર્યું 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોેના-ચાંદીના ભાવમાં ઘટાડો ઝડપથી આગળ વધ્યો હતો.  વિશ્વ બજારમાં ભાવ ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે તૂટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ દેખાઈ હતી.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૫૦૦ તૂટયા હતા. તથા છેલ્લા ચાર દિવસમાં ભાવમાં રૂ.૪૫૦૦નો કડાકો બોલાયાનું બજારના જાણકારો બતાવી રહ્યા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૧૫૦૦ ગબડયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના  ૩૩૨૪થી ૩૩૨૫ વાળા ગબડી નીચામાં ભાવ ૩૨૦૭થી ૩૨૦૮ થઈ ૩૨૩૦થી ૩૨૩૧ ડોલર રહ્યાના સમાચાર હતા.

વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થતદાં તથા ૯૦ દિવસ સુધી બન્ને દેશોએ ટેરીફ પણ ઘટાડવાનું નક્કી કરતાં વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ તથા  બોન્ડ યીલ્ડ ઝડપી વધી ગયા હતા અને તેના પગલે  વૈશ્વિક સોનામાં  આજે ઉંચા મથાળે ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર મળ્યા હતા.

ભારત તથા પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થતાં તેની અસર પણ વિશ્વ બજાર પર દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ગબડી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૬૦૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી કિલોના રૂ.૯૫૦૦૦ના મથાળે ઉતરી ગયા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ગબડી જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૨૭૦૩ તથા ૯૯૯ના રૂ.૯૩૦૭૬ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ગબડી જીએસટી વગર રૂ.૯૪૦૯૫ બોલાયા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેનાી ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ગબડી નીચામાં ૯૭૭ થઈ ૯૮૩થી ૯૮૪ ડોલર રહ્યા હતા.  ગયા સપ્તાહના અંતે પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૦૦૦ ડોલર ઉપર ગયા હતા,

દરમિયાન, પેલેડીયમના ભાવ ઘટી ૯૫૮ થઈ ૯૬૧થી ૯૬૨ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં તીવ્ર ઉછાળો  દેખાયો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૩.૯૧ વાળા ઉંચામાં૬૬.૪૦ થઈ ૬૬.૨૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૧.૦૨ વાળા ઉંચામાં ૬૩.૬૧ થઈ ૬૩.૩૭ ડોલર રહ્યા હતા.

Tags :