Get The App

વૈશ્વિક ક્રૂડ 100 ડોલર પહોંચશે: સોના ચાંદીમાં નરમાઇ

- ક્રૂડતેલ ૯૬ ડોલર નજીક પહોંચ્યા પછી ભાવમાં પીછેહટ જોવાઈ

- અમેરિકામાં શેલ આઉટપુટમાં ક્રૂડનું ઉત્પાદન ઘટી ચાર મહિનાના તળિયે: ગોલ્ડમેન સેકે ત્રણ આંકડાના ભાવનો આપેલો સંકેત

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
વૈશ્વિક ક્રૂડ 100 ડોલર પહોંચશે: સોના ચાંદીમાં નરમાઇ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધ્યા મથાલે નરમ હતા. વિશ્વ બજારમાં  જોકે ભાવ વધ્યા હતા પરંતુ ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ગબડતાં ઝવેરી બજારમાં ઈમ્પોર્ટ કોસ્ટ તથા બજાર ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના વધી આજે ૧૯૩૪થી ૧૯૩૫ થઈ ૧૯૩૨થી ૧૯૩૩ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ તથા બોન્ડ યીલ્ડ પણ ઉંચેથી ઘટતાં  વૈશ્વિક સોનામાં ફંડો એક્ટીવ બાયર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ વધી ૨૩.૩૪ થઈ ૨૩.૨૮થી ૨૩.૨૯ ડોલર રહ્યા હતા.  દરમિયાન, અમદાવા બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૬૧૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૧૨૦૦ તથા ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૭૩૦૦૦ રહ્યા હતા.

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોવરના ભાવ ૨૦ પૈસા તૂટયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી પીછેહટ બતાની રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવુ જે વધી બેરલના ૯૫ ડોલર પાર કરી ઉંચામાં ૯૬ ડોલર નજીક પહોંચ્યા હતા તે આજે  ફરી ઘટી નીચામાં  ૯૨.૭૬ થઈ ૯૩.૫૬ ડોલર રહ્યા હતા. યુએસ ફૂડના ભાવ નીચામાં ૮૯.૯૦ થઈ ૯૦.૪૪ ડોલર રહ્યા હતા.

ક્રૂડમાં ઉંચા મથાળે નવી માગ ધીમી પડતાં  નફારૂપી  વેચવાલી જોવા મળી  હતી.  દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૦ ટકા પ્લસમાં  રહ્યા હતા. પ્લેટીનમના  વૈશ્વિક ભાવ ઔંશદીઠ વધી ૯૪૭ થઈ ૯૪૨થી ૯૪૩ ડોલર રહ્યા હતા જ્યારે  પેલેડીયમના ભાવ વધી ૧૨૯૨થી ૧૨૯૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૫૯૦૮૬ વાળા રૂ.૫૯૧૪૮ થઈ રૂ.૫૯૦૭૯ રહ્યા હતા જ્યારે  ૯૯.૯૦ના ભાવ રૂ.૫૯૩૨૪ વાળા  રૂ.૫૯૩૮૬  થઈ રૂ.૫૯૩૧૭ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૨૨૧૨ વાળા આજે  રૂ.૭૨૦૭૪ થઈ રૂ.૭૨૨૦૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

અમેરિકામાં ક્રૂડતેલના સ્ટોકમાં અપેક્ષાથી વધુનો ઘટાડો થયાના નિર્દેશો ઉપરાંત ત્યાં શેલ આઉટ પુટમાં  ક્રૂડ તેલના ઉત્પાદનમાં  નોંધપાત્ર ઘટાડો થયાના નિર્દેશો છતાં  વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે ઘટયા હતા ત્યાં  આવું દૈનિક ઉત્પાદન ઓકટોબરમાં  ઘટી ૯૩.૯૩ લાખ બેરલ્સના મથાળે ઉતરી જવાની  શક્યતા બતાવતા નિર્દેશો મળ્યા હતા.

આવું ઉત્પાદન ત્યાં ઘટી મે-૨૦૨૩ પછીના નવા તળિયે ઉતરી ગયાના વાવડ  મળ્યા હતા.  ત્યાં ક્રૂડતેલનો સ્ટોક ૫૨.૫૦ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ  ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. દરમિયાન, ગોલ્ડ મેન સેકના જણાવ્યા  મુજબ ક્રૂડતેલના વૈશ્વિક ભાવ આગળ ઉપર  વધી ૧૦૦ ડોલર થઈ જવાની  શક્યતા  છે. વિશ્વ બજારમાં  ક્રૂડતેલમાં  સપ્લાય ડેફીસીટ  વર્તાતી થઈ છે. 

Tags :