બેંકિંગ, કેપિટલ ગુડઝ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 572 પોઈન્ટ ગબડીને 80891
- નિફટી સ્પોટ ૧૫૬ પોઈન્ટ ગબડીને ૨૪૬૮૧ : શેરોમાં રોકાણકારોની સંપતિમાં વધુ રૂ.૩.૮૦ લાખ કરોડનું ધોવાણ
- યુરોપીયન યુનિયન સાથે અમેરિકાની ટ્રેડ ડિલ : હવે ભારત સાથે ટ્રેડ ડિલના કાઉન્ટ-ડાઉન : FPIs/FIIની રૂ.૬૦૮૨ કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : નબળા કોર્પોરેટ પરિણામોની અને અમેરિકા સાથે યુરોપીયન યુનિયને (ઈયુ)એ આકરાં ટેરિફના ડરે ટ્રેડ ડિલર કરતાં અને યુરોપના દેશો માટે ૧૫ ટકા જેટલી ટેરિફ લાગુ કરવાના નિર્ણય વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકી હતી. પરંતુ ટેરિફ મામલે ભારત સાથે મામલો હજુ ગૂંચવાયેલો હોઈ ટ્રમ્પ ભારત પર ક્યા ટેરિફ દરે, ક્યાં શરતે ટ્રેડ ડિલ કરશે એના પર ભારત અને વિશ્વની નજર મંડાયેલી હોઈ આ સૂચિત ટ્રેડ ડિલના કાઉન્ટ-ડાઉન વચ્ચે આજે ફંડો, ખેલંદાઓએ શેરોમાં સાર્વત્રિક ધબડકો બોલાવવાનું ચાલુ રાખ્યું હતું. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કોટક મહિન્દ્રા બેંકના નબળા પરિણામે હેમરિંગ થવા સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં મોટું સેલિંગ થતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં પણ વેચવાલીના દબાણે બજાર પાણી-પાણી થઈ ગયું હતું. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ વ્યાપક ગાબડાં પડતાં સેન્ટીમેન્ટ અત્યંત ખરાબ થયું હતું. સેન્સેક્સ ૫૭૨.૦૭ પોઈન્ટ તૂટીને ૮૦૮૯૧.૦૨ અને નિફટી ૫૦ સ્પોટ ૧૫૬.૧૦ પોઈન્ટ ગબડીને ૨૪૬૮૦.૯૦ બંધ રહ્યા હતા. બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં એટલે કે બીએસઈ લિસ્ટેડ કંપનીઓના શેરોનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન છેલ્લા બે દિવસમાં રૂ.૧૦.૨૩ લાખ કરોડ ધોવાઈ ગયું છે.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૩૦ પોઈન્ટ તૂટયો : ઝેનટેક રૂ.૮૮ તૂટયો : સુઝલોન, એલજી ઈક્વિપમેન્ટ ગબડયા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરિંગ કર્યું હતું. ઝેનટેક રૂ.૮૮.૮૦ તૂટીને રૂ.૧૬૮૮.૧૦, સુઝલોન રૂ.૨.૭૭ તૂટીને રૂ.૬૦.૮૬, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૪.૦૫ ઘટીને રૂ.૫૪૯.૩૦, હોનટ રૂ.૧૪૯૮.૫૦ તૂટીને રૂ.૩૮,૦૬૫.૦૫, મઝગાંવ ડોક રૂ.૯૬.૯૦ ઘટીને રૂ.૨૭૮૯.૮૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯૧.૭૦ ઘટીને રૂ.૮૬૯૯.૫૦, કેઈન્સ રૂ.૧૮૦.૫૫ ઘટીને રૂ.૫૫૦૬.૯૦, ટીટાગ્રહ રૂ.૨૬.૮૦ ઘટીને રૂ.૮૪૮.૨૦, કોચીન શિપ રૂ.૫૪.૭૫ ઘટીને રૂ.૧૭૫૪.૧૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૬ ઘટીને રૂ.૯૩૨.૩૦, એસ્ટ્રલ રૂ.૨૯.૩૦ ઘટીને રૂ.૧૪૧૧ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૩૦.૦૯ પોઈન્ટ ગબડીને ૬૮૧૦૬.૦૨ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૮૪૯ પોઈન્ટ તૂટયો : કોટક મહિન્દ્રા બેંક નબળા પરિણામે રૂ.૧૫૯ તૂટયો : ઈન્ડસઈન્ડ ઘટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કોટક મહિન્દ્રા બેંકના ગત સપ્તાહના અંતે જાહેર થયેલા પ્રથમ ત્રિમાસિકના પરિણામ નબળા નફામાં સાત ટકા ઘટાડાના અને એનપીએમાં વધારો દર્શાવતા આવતાં આજે ફંડોએ મોટું સેલિંગ કર્યું હતું. કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૫૯.૩૫ તૂટીને રૂ.૧૯૬૫.૬૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૧.૫૫ ઘટીને રૂ.૮૦૨.૧૫, એક્સિસ બેંક રૂ.૧૩.૫૫ ઘટીને રૂ.૧૦૭૩.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૪૮.૯૫ પોઈન્ટ તૂટીને ૬૨૧૯૪.૧૯ બંધ રહ્યો હતો.
ફાઈનાન્સ શેરોમાં ડેમ કેપિટલ રૂ.૧૭ તૂટયો : નોર્થન આર્ક, હોમ ફર્સ્ટ, એસબીઆઈ કાર્ડ, એન્જલ વન તૂટયા
ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં પણ આજે વ્યાપક વેચવાલી થઈ હતી. ડેમ કેપિટલ રૂ.૧૭.૨૫ તૂટીને રૂ.૨૧૮.૭૦, નોર્થન આર્ક રૂ.૧૭.૭૫ તૂટીને રૂ.૨૩૪.૯૫, હોમ ફર્સ્ટ રૂ.૯૯.૪૦ તૂટીને રૂ.૧૩૭૩.૬૫, એસબીઆઈ કાર્ડ રૂ.૫૨.૨૦ તૂટીને રૂ.૮૩૬.૮૫, કેપિટલ ફર્સ્ટ રૂ.૧૨.૭૦ તૂટીને રૂ.૨૮૮.૮૫, એન્જલ વન રૂ.૧૧૧.૧૫ ઘટીને રૂ.૨૬૦૮.૮૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૬.૩૦ ઘટીને રૂ.૧૬૨.૯૦, એમસીએક્સ રૂ.૨૯૮.૬૦ ઘટીને રૂ.૭૭૩૯.૮૦, બજાજ ફાઈનાન્સ રૂ.૩૩.૨૫ ઘટીને રૂ.૮૮૦.૪૦, કેમ્સ રૂ.૧૪૦.૫૦ ઘટીને રૂ.૩૮૯૨, ક્રિસિલ રૂ.૧૮૫.૦૫ ઘટીને રૂ.૫૩૬૦ રહ્યા હતા.
રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદીના અહેવાલે રિયાલ્ટી શેરો તૂટયા : લોઢા ડેવલપર્સ રૂ.૭૮, ગોદરેજ રૂ.૧૧૮ તૂટયા
રિયલ એસ્ટેટ ક્ષેત્રે દેશના મહાનગરો સાથે ઘણા શહેરોમાં પ્રોપર્ટી વેચાયા વગરનો સ્ટોક વધી રહ્યાના અહેવાલ વચ્ચે આજે ફંડોએ રિયાલ્ટી શેરોમાં વધુ વેચવાલી કરી હતી. લોઢા ડેવલપર્સ રૂ.૭૭.૯૦ તૂટીને રૂ.૧૨૦૧.૪૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૧૧૮.૪૦ તૂટીને રૂ.૨૧૧૫.૮૦, ડીએલએફ રૂ.૩૮.૭૦ ઘટીને રૂ.૭૮૭, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૬.૦૫ ઘટીને રૂ.૧૦૧૧, ઓબેરોય રિયાલ્ટી રૂ.૬૯.૦૫ ઘટીને રૂ.૧૬૨૭, પ્રેસ્ટિજ રૂ.૫૮.૨૫ ઘટીને રૂ.૧૬૧૦, શોભા ડેવલપર્સ રૂ.૩૩.૧૫ ઘટીને રૂ.૧૫૭૯.૫૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૩૦૩.૦૯ પોઈન્ટ તૂટીને ૭૦૭૧.૬૯ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું : સેઈલ, નાલ્કો, એપીએલ અપોલો, જિન્દાલ સ્ટીલ ઘટયા
ટ્રમ્પના ટેરિફ અને ટ્રેડ ડિલ પર નજર વચ્ચે આજે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી વધારી હતી. એલ્યુમીનિય સહિત પર અમેરિકા ટેરિફ વધુ લાગુ કરશે એવા ભયે ફંડોએ તેજીના વેપારથી દૂર વેચવાલી વધારી હતી. સેઈલ રૂ.૫.૦૫ ઘટીને રૂ.૧૨૫.૬૦, નાલ્કો રૂ.૬ ઘટીને રૂ.૧૮૭.૬૦, એપીએલ અપોલો રૂ.૩૯.૦૫ ઘટીને રૂ.૧૫૦૨.૨૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૬૦ ઘટીને રૂ.૯૭૭.૩૦, લોઈડ્સ મેટલ રૂ.૩૩.૪૫ ઘટીને રૂ.૧૪૭૦.૬૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૧૫ ઘટીને રૂ.૪૩૧.૭૫, વેદાન્તા રૂ.૫.૪૫ ઘટીને રૂ.૪૩૮, ટાટા સ્ટીલ રૂ.૧.૭૫ ઘટીને રૂ.૧૫૯.૬૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૩૨.૯૯ પોઈન્ટ તૂટીને ૩૧૦૩૫.૩૪ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં સતત ફંડો વેચવાલ : તાન્લા પ્લેટફોર્મ રૂ.૩૬, નેટવેબ રૂ.૧૦૪, રામકો સિસ્ટમ રૂ.૨૦ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક વધતા પડકારો અને અમેરિકામાં ભારતીય કંપનીઓને જોબ મામલે ટાર્ગેટ કરવામાં આવી રહી હોવાને લઈ સાવચેતીમાં ફંડોની શેરોમાં સતત વેચવાલી રહી હતી. તાન્લા પ્લેટફોર્મ રૂ.૩૬.૪૦ તૂટીને રૂ.૬૧૨.૪૦, નેટવેબ રૂ.૧૦૪.૩૫ ઘટીને રૂ.૧૮૨૫.૮૦, રામકો સિસ્ટમ રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૩૮૦.૦૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૪૧.૬૦ ઘટીને રૂ.૧૦૦૩.૭૫, ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૪.૭૦ ઘટીને રૂ.૩૬૯.૩૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૨૨.૨૦ ઘટીને રૂ.૫૮૩, ક્વિક હિલ રૂ.૯.૫૦ ઘટીને રૂ.૩૧૨.૯૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૩.૪૫ ઘટીને રૂ.૪૮૭.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૪૭.૫૩ પોઈન્ટ ઘટીને ૩૪૮૫૩.૩૭ બંધ રહ્યો હતો.
આરપીજી લાઈફ રૂ.૨૧૦ તૂટીને રૂ.૨૨૭૦ : સોલારા, થાયરોકેર, પોલીમેડ, મોરપેન, એનજીએલ ફાઈન તૂટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટક્લસ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ સિલેક્ટિવ મોટું સેલિંગ કર્યું હતું. આરપીજી લાઈફ રૂ.૨૧૦.૪૦ તૂટીને રૂ.૨૨૭૦.૯૫, સોલારા રૂ.૪૦.૩૦ ઘટીને રૂ.૬૫૫.૫૦, થાયરોકેર રૂ.૬૯.૩૦ ઘટીને રૂ.૧૨૪૨.૩૦, પોલીમેડ રૂ.૮૭ ઘટીને રૂ.૧૯૭૦.૫૦, મોરપેન લેબ રૂ.૨.૪૦ ઘટીને રૂ.૫૭.૫૪, એનજીએલ ફાઈન રૂ.૪૯.૪૦ ઘટીને રૂ.૧૧૨૪.૯૦, સેનોરિસ રૂ.૨૫.૧૫ ઘટીને રૂ.૬૪૨.૯૫, થેમીસ મેડી રૂ.૪ ઘટીને રૂ.૧૧૩, અબોટ ઈન્ડિયા રૂ.૯૨૬.૨૦ ઘટીને રૂ.૩૨,૮૪૫, યુનિકેમ લેબ રૂ.૧૬.૨૦ ઘટીને રૂ.૬૧૬.૬૦ રહ્યા હતા.
બજારમાં મંદી, મંદી, મંદી : સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ધબડકો : ૨૮૮૧ શેરો નેગેટીવ બંધ
સપ્તાહની શરૂઆત ધારણા મુજબ ધબડકા સાથે થઈ હતી. બજારમાં મોટી ખાનાખરાબી ચાલુ રહી આજે સેન્સેક્સ, નિફટીમાં કડાકા સાથે ફંડો, ઓપરેટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૮૧ અને વધનારની ૧૨૫૬ રહી હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૮૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૭.૮૭ લાખ કરોડ રહી
સપ્તાહની શરૂઆતમાં મંદીનો દોર આગળ વધતાં નિફટી, સેન્સેક્સમાં મોટું ગાબડું પડયા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં વેચવાલી વધતાં રોકાણકારોની સંપતિ પણ એટ લે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૮૦ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૭.૮૭ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની કેશમાં રૂ.૬૦૮૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૭૬૫ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૬૦૮૨.૪૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૯૯૯૩.૭૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૦૭૬.૨૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૬૭૬૪.૫૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૭૯૯.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૦૩૪.૯૮ કરોડની વેચવાલી કરી હતી.