શેરોમાં ફંડોનું તેજીનું તોફાન : સેન્સેક્સ 595 પોઈન્ટની છલાંગે 84466
- એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજી : DIIની કેશમાં રૂ.૫૧૨૭ કરોડની ચોખ્ખી ખરીદી
- નિફટી ૧૮૧ પોઈન્ટ ઉછળીને ૨૫૮૭૬ : રોકાણકારોની સંપતિમાં રૂ.૪.૭૫ લાખ કરોડનો વધારો

મુંબઈ : બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળવાના એક્ઝિટ પોલના અંદાજો અને અમેરિકાની ભારત સાથે ટ્રેડ ડિલ, ટેરિફમાં ૫૦ ટકા ઘટાડાની તૈયારી, ટ્રમ્પ દ્વારા એચ ૧બી વીઝામાં રાહતના સંકેત અને ભારતમાં રિટેલ ફુગાવાનો આંક ઘટીને રેકોર્ડ નીચી સપાટીએ આવી જવાના સંખ્યાબધ પોઝિટીવ ડેવલપમેન્ટે આજે ભારતીય શેર બજારોમાં ફંડો, મહારથીઓએ સાર્વત્રિક તોફાની તેજી કરી હતી. એચ ૧બી વીઝામાં સંભવિત રોલબેકની શકયતાએ ભારતના આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ઉદ્યોગને ફાયદો થવાની અપેક્ષાએ સળંગ ત્રીજા દિવસે આઈટી શેરોની આગેવાનીએ ફંડોએ તેજી કરી હતી. ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક તેજી કરી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સક્રિય લેવાલ બની જતાં ઓલ રાઉન્ડ તેજીનું તોફાન જોવાયું હતું. સેન્સેક્સ એક તબક્કે ૭૮૦.૬૯ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૮૪૬૫૨.૦૧ સુધી જઈ અંતે ૫૯૫.૧૯ પોઈન્ટ વધીને ૮૪૪૬૬.૫૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ એક તબક્કે ૨૩૯.૬૦ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૫૯૩૪.૫૫ સુધી જઈ અંતે ૧૮૦.૮૫ પોઈન્ટ ઉછળીને ૨૫૮૭૫.૮૦ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ઈન્ડેક્સની ૧૧૨૫ પોઈન્ટ વધ્યો : એશીયન પેઈન્ટ રૂ.૧૧૮ ઉછળ્યો : બર્જર પેઈન્ટ, વોલ્ટાસ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ ફરી આક્રમક તેજીના મંડાણ કર્યા હતા. એશીયન પેઈન્ટ રૂ.૧૧૮.૫૦ ઉછળીને રૂ.૨૭૭૩.૪૦, બર્જર પેઈન્ટ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૫૫૯.૬૦, વોલ્ટાસ રૂ.૩૧.૦૫ વધીને રૂ.૧૩૩૫.૧૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૧૫.૩૫ વધીને રૂ.૧૫,૩૧૧.૩૫, ટાઈટન રૂ.૩૯.૦૫ વધીને રૂ.૩૮૫૧.૨૦, ટાઈટન રૂ.૧૦.૩૫ વધીને રૂ.૧૦૫૭.૭૫, બાટા ઈન્ડિયા રૂ.૧૦.૩૫ વધીને રૂ.૧૦૫૭.૭૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૨૫.૭૭ પોઈન્ટ ઉછળીને ૬૧૫૪૩.૬૫ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં તેજી : ટાટા મોટર્સ કમર્શિયલ લિસ્ટિંગ સાથે ૨૫ ટકા ઉછળ્યો : અપોલો ટાયર, હીરો ઉછળ્યા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોએ ટાટા મોટર્સમાંથી ડિમર્જ થયેલા ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સનો શેર રૂ.૩૩૦.૨૫ ભાવે લિસ્ટિંગ બાદ ઉપરમાં રૂ.૩૪૬.૭૫ સુધી જઈ અંતે રૂ.૩૨૭.૬૫ રહ્યો હતો. આમ શેર રૂ.૨૬૧.૯૦ સામે ૨૫ ટકાથી વધુ ઉછળ્યો હતો. અપોલો ટાયર રૂ.૧૨.૨૫ વધીને રૂ.૫૩૨.૫૦, હીરો મોટોકોર્પ રૂ.૧૧૫ વધીને રૂ.૫૫૩૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૩૯.૩૦ વધીને રૂ.૨૩૯૪.૫૦, ઉનો મિન્ડા રૂ.૨૧.૭૫ વધીને રૂ.૧૩૩૨.૯૫, સોના બીએલડબલ્યુ રૂ.૮.૧૦ વદીને રૂ.૪૯૮.૦૫, બોશ રૂ.૫૭૯.૧૫ વધીને રૂ.૩૭,૨૩૦.૩૫, મારૂતી સુઝુકી રૂ.૪૮.૫૦ વધીને રૂ.૧૫,૬૮૭.૧૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૩૫.૭૦ વધીને રૂ.૩૦૩૫.૩૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૩.૧૫ વધીને રૂ.૨૩૭૩.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૯૮.૫૯ પોઈન્ટ ઉછળીને ૬૧૨૪૦.૩૭ બંધ રહ્યો હતો.
એચ ૧બી વીઝા ફીમાં ઘટાડાના સંકેતે આઈટી શેરોમાં તેજી : યુનિઈકોમર્સ, સોનાટા સોફ્ટ, ૬૩ મૂન્સ ઉછળ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે વિશ્વ સાથે કૂણાં પડયા હોવા સાથે હવે અમેરિકાના ટેલેન્ટની જરૂર હોઈ એચ ૧બી વીઝા ફીના કડક કરાયેલા નિયમો હળવા થવાની અને એક લાખ ડોલરની ફીમાં પણ ઘટાડો થવાની શકયતાએ ફંડોએ આજે સતત ત્રીજા દિવસે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આક્રમક તેજી કરી હતી. યુનિઈકોમર્સ રૂ.૮.૧૦ ઉછળી રૂ.૧૩૬.૮૦, સોનાટા સોફ્ટવેર રૂ.૨૧.૦૫ વધીને રૂ.૩૯૩.૨૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૫.૭૦ વધીને રૂ.૭૫૭.૦૫, હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૩૨.૪૫ વધીને રૂ.૬૯૫.૮૫, રામકો સિસ્ટમ્સ રૂ.૨૫.૦૫ વધીને રૂ.૬૧૦.૨૫, રેટગેઈન રૂ.૨૬.૫૫ વધીને રૂ.૬૮૫.૮૦, ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૪.૫૫ વધીને રૂ.૩૮૯.૨૦, ટેક મહિન્દ્રા રૂ.૪૭.૨૦ વધીને રૂ.૧૪૫૬.૧૦, ટીસીએસ રૂ.૮૩.૧૦ વધીને રૂ.૩૧૩૧.૨૫, નેલ્કો રૂ.૧૭.૧૫ વધીને રૂ.૮૭૨.૪૫, ક્વિક હિલ રૂ.૫.૯૫ વધીને રૂ.૩૨૦.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૮૯.૧૮ પોઈન્ટ ઉછળીને ૩૬૦૩૦.૮૩ બંધ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં ફંડોની પસંદગીની તેજી : આઈઓએલ કેમિકલ્સ, એડવાન્સ એન્ઝાઈમ, બાયોકોન ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગને પણ અમેરિકા સાથે ભારતની સંભવિત ટેરિફ ડિલથી ચિત્ર સ્પષ્ટ બનવાના અને રાહત થવાની અપેક્ષાએ ફંડોએ ફાર્મા શેરોમાં પસંદગીની તેજી કરી હતી. આઈઓએલ કેમિકલ્સ રૂ.૯.૫૦ વધીને રૂ.૯૮.૨૭, કેએમસી સ્પેશ્યાલિટી રૂ.૫.૬૨ વધીને રૂ.૭૮.૩૮, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૨૧.૧૫ વધીને રૂ.૩૩૧.૦૫, ફર્મેન્ટા રૂ.૧૭.૮૫ વધીને રૂ.૨૮૫.૩૫, બાયોકોન રૂ.૨૧.૨૫ વધીને રૂ.૪૦૬.૩૫, થેમીસ મેડી રૂ.૪.૯૦ વધીને રૂ.૧૨૨.૮૫, નાટકો ફાર્મા રૂ.૩૦.૩૦ વધીને રૂ.૮૨૩.૨૦, હેસ્ટરબાયો રૂ.૫૦.૯૦ વધીને રૂ.૧૬૯૧.૭૦, લુપીન રૂ.૬૦.૧૫ વધીને રૂ.૨૦૩૫.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૩૫.૯૦ પોઈન્ટ વધીને ૪૪૫૬૪.૬૪ બંધ રહ્યો હતો.
રિલાયન્સની આગેવાનીએ ઓઈલ-ગેસ શેરોમાં ફંડો લેવાલ : ઓએનજીસી, અદાણી ટોટલ ગેસ વધ્યા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ આજે ફંડોએ ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી કરી હતી. રશિયા પાસેથી ઓઈલની ભારતની ખરીદી પરના અંકુશો આગામી દિવસોમાં અમેરિકા તબક્કાવાર હળવા કરશે એવા અહેવાલોની પોઝિટીવ અસરે આજે ઓઈલ-ગેસ શેરોમાં ખરીદી રહી હતી. રિલાયન્સ રૂ.૧૭.૮૫ વધીને રૂ.૧૫૧૧.૭૫, ઓએનજીસી રૂ.૪.૩૫ વધીને રૂ.૨૫૩.૮૦, અદાણી ટોટલ ગેસ રૂ.૮.૩૫ વધીને રૂ.૬૨૧.૧૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૫.૦૫ વ ધીને રૂ.૪૪૧.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૦૬.૬૧ પોઈન્ટ વધીને ૨૯૦૭૯.૦૪ બંધ રહ્યો હતો.
FPIs/FIIની રૂ.૧૭૫૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૧૨૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૭૫૦.૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૫,૫૯૪.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૩૪૪.૧૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૫૧૨૭.૧૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૮,૩૧૧.૮૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૧૮૪.૬૮ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૭૫ લાખ કરોડ વધીને રૂ.૪૭૩.૬૯ લાખ કરોડ
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તોફાની તેજી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે ખરીદી થતાં અનેક શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૭૫ લાખ કરોડ વધીને રૂ.૪૭૩.૬૯ લાખ કરોડ પહોંચ્યું હતું.
સ્મોલ કેપ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફરી ફંડોની વ્યાપક તોફાની તેજી : ૨૪૪૭ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડો, મહારથીએ આક્રમક તેજી કર્યા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પણ વ્યાપક તેજી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૯૮થી વધીને ૨૪૪૭ અને ઘટનારની સંખ્યા ૨૨૯૪થી ઘટીને ૧૭૬૪ રહી હતી.

