મેટલ, હેલ્થકેર, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 182 પોઈન્ટ વધીને 81331
- નિફટી ૮૯ પોઈન્ટ વધીને ૨૪૬૬૭ : સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી
- રોકાણકારોની સંપતિમાં રૂ.૩.૭૯ લાખ કરોડનો વધારો
મુંબઈ : શેરોમાં આજે ભારે વોલેટીલિટી જોવાઈ હતી. પહેલગામ-કાશ્મીર આતંકવાદી હુમલા બાદ ભારતીય સૈન્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે પાકિસ્તાન પર પ્રહાર કરવાનો છુટ્ટો દોર આપી દેતાં અને સૈન્યએ જડબાતોડ જવાબ આપી વિશ્વને સ્તબ્ધ કરી દેતાં અને ભારતની મજબૂત આર્થિક વૃદ્વિના અંદાજો વચ્ચે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી ભારતીય શેર બજારોમાં મોટાપાયે ખરીદદાર બન્યા બાદ આજે પણ નેટ ખરીદદાર રહ્યા હતા. ફોરેન ફંડોની પણ આજે ફરી નેટ ખરીદી થઈ હતી. જો કે ગઈકાલે બજારમાં કરેકશન આવ્યા બાદ આજે ફરી બજાર તેજીના પંથે સવાર થયું હતું. અલબત આજે ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટી જોવાઈ હતી. સેન્સેક્સ, નિફટી બે-તરફી ચંચળતાના અંતે મામૂલી સુધારા સાથે બંધ રહ્યા હતા. લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી શેરોમાં ખરીદદાર બનતાં તેજીને વેગ મળ્યો હતો. કેપિટલ ગુડઝ, પાવર, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, મેટલ-માઈનીંગ, ઓટો, ઓઈલ-ગેસ, હેલ્થકેર શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ઉપરમાં ૮૧૬૯૧.૮૭ સુધી જઈ નીચામાં ૮૧૧૪૮.૨૨ સુધી આવી અંતે ૧૮૨.૩૪ પોઈન્ટ વધીને ૮૧૩૩૦.૫૬ અને નિફટી ૫૦ સ્પોટ ૮૮.૫૫ પોઈન્ટ વધીને ૨૪૬૬૬.૯૦ બંધ રહ્યા હતા.
ડિફેન્સ શેરોમાં તેજી : ગાર્ડન રિચ રૂ.૨૭૫, કોચીન શિપ રૂ.૧૨૨, પારસ ડિફેન્સ રૂ.૫૮ ઉછળ્યા
ડિફેન્સ-શિપિંગ શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ રૂ.૨૭૪.૮૫ ઉછળીને રૂ.૨૧૮૯.૯૦, કોચીન શિપ રૂ.૧૨૨.૨૦ વધીને રૂ.૧૬૯૯.૪૦, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ રૂ.૭૬.૯૫ વધીને રૂ.૩૦૭૯.૨૫, પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ રૂ.૫૮.૩૦ વધીને રૂ.૧૪૭૭, ભારત ડાયનામિક્સ રૂ.૨૦.૨૦ વધીને રૂ.૧૭૬૫.૦૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૬૦.૧૫ વધીને રૂ.૪૭૬૯.૨૦ , ઉરાવી ડિફેન્સ રૂ.૨ વધીને રૂ.૫૧૯ રહ્યા હતા.
ચાઈનાની રિકવરીની અપેક્ષાએ મેટલ શેરોમાં તેજી : સેઈલ, નાલ્કો, જિન્દાલ સ્ટેનલેસ, ટાટા સ્ટીલ વધ્યા
ચાઈના અને અમેરિકા વચ્ચે ટેરિફ ઘટાડવાની ડિલ થતાં વૈશ્વિક સ્ટીલ, એલ્યુમીનિયમ સહિતની માંગ વધવાની અપેક્ષા અને બીજી તરફ ભારત પણ અમેરિકા પરની ડયુટીમાં વધારો કરવા વિચારી રહ્યાના અહેવાલે ફંડો મેટલ-માઈનીંગ શેરોમાં લેવાલ રહ્યા હતા. સેઈલ રૂ.૬.૬૫ વધીને રૂ.૧૨૨.૭૦, નાલ્કો રૂ.૭.૯૦ વધીને રૂ.૧૭૩.૧૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૯.૫૦ વધીને રૂ.૬૫૫, એનએમડીસી રૂ.૨.૮૧ વધીને રૂ.૭૦.૦૭, ટાટા સ્ટીલના પ્રોત્સાહક પરિણામે શેર રૂ.૫.૮૦ વધીને રૂ.૧૫૫.૪૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૯.૫૫ વધીને રૂ.૯૩૯, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૯૫ વધીને રૂ.૪૩૯.૫૦, હિન્દાલ્કો રૂ.૧૫.૯૦ વધીને રૂ.૬૫૦.૬૫, વેદાન્તા રૂ.૭.૫૦ વધીને રૂ.૪૪૨.૮૫ રહ્યા હતા.
ટીટાગ્રહ, એનબીસીસી, પાવર ઈન્ડિયા, રેલ વિકાસ ઉછળ્યા : કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૮૫ પોઈન્ટ ઉછળ્યો
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે સતત મોટી ખરીદી રહી હતી. ટીટાગ્રહ રૂ.૫૭.૬૫ ઉછળી રૂ.૮૦૭.૧૫, એનબીસીસી રૂ.૪.૯૭ વધીને રૂ.૧૦૬.૭૩, પાવર ઈન્ડિયા રૂ.૭૬૭.૬૫ વધીને રૂ.૧૬,૭૪૮.૧૦, રેલ વિકાસ નિગમ રૂ.૧૫.૮૫ વધીને રૂ.૩૭૨.૮૦, સુઝલોન રૂ.૨.૩૦ વધીને રૂ.૫૯.૯૨, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૬૪૧.૪૦ વધીને રૂ.૧૮,૧૦૮, સીજી પાવર રૂ.૨૧.૧૫ વધીને રૂ.૬૭૨.૫૦, સિમેન્સ રૂ.૮૯.૨૫ વધીને રૂ.૩૦૦૬.૫૦, આઈનોક્સ વિન્ડ રૂ.૪.૩૦ વધીને રૂ.૧૭૪.૨૦, એનએચપીસી રૂ.૨.૪૩ વધીને રૂ.૮૫.૯૪, ટાટા પાવર રૂ.૭.૮૫ વધીને રૂ.૩૯૭, ટોરન્ટ પાવર રૂ.૨૩.૨૦ વધીને રૂ.૧૪૫૦.૫૦, અદાણી ગ્રીન રૂ.૯.૪૫ વધીને રૂ.૯૬૭.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૮૫.૪૫ પોઈન્ટ ઉછળીને ૬૬૯૩૮.૨૩ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડોનું વધતું આકર્ષણ : સુવેન લાઈફ, હેલ્થકેર ગ્લોબલ, કોવાઈ મેડી, આરતી ફાર્મા ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોનું આકર્ષણ વધતું જોવાયું હતું. સુવેન લાઈફ રૂ.૧૩.૫૫ વધીને રૂ.૧૮૪.૩૫, હેલ્થકેર ગ્લોબલ રૂ.૪૨.૩૫ વધીને રૂ.૬૨૧.૪૦, કોવઈ મેડી રૂ.૩૩૩.૮૫ વધીને રૂ.૫૯૮૨.૮૦, સાંઈ લાઈફ રૂ.૩૩.૪૫ વધીને રૂ.૭૫૯, એનજીએલ ફાઈન રૂ.૪૮.૮૫ વધીને રૂ.૧૧૫૦, આરતી ફાર્મા રૂ.૩૩.૧૫ વધીને રૂ.૮૧૩.૫૦, એસ્ટરડીએમ રૂ.૨૨.૦૫ વધીને રૂ.૫૭૨.૧૦, ફોર્ટિસ રૂ.૨૫.૪૦ વધીને રૂ.૬૯૨.૭૫, સુપ્રિયા રૂ.૨૩.૫૦ વધીને રૂ.૬૮૬.૭૫, કોપરાન રૂ.૪.૮૦ વધીને રૂ.૧૯૩.૬૦, બાયોકોન રૂ.૮.૩૦ વધીને રૂ.૩૩૭.૯૫, સનોફી રૂ.૧૩૭.૯૫ વધીને રૂ.૬૦૬૬.૫૫, ગ્લેક્સો ફાર્મા રૂ.૮૬.૯૫ વધીને રૂ.૨૮૭૭.૧૦ રહ્યા હતા.
નાસ્દાકમાં પાછળ આઈટી શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : ઈન્ટેલેક્ટ, એફલે, ઓરિએન્ટ ટેક, ૬૩ મૂન્સમાં તેજી
અમેરિકાના નાસ્દાક શેર બજારમાં ગઈકાલે ૩૦૦થી વધુ પોઈન્ટના ઉછાળા પાછળ આજે આઈટી-સોફ્ટવેર, ટેકનોલોજી શેરોમાં ફરી વેલ્યુબાઈંગ થયું હતું. ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૫૭ વધીને રૂ.૯૭૦.૪૦, એફલે રૂ.૮૯.૨૦ વધીને રૂ.૧૬૮૦.૪૫, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૧૭.૪૫ વધીને રૂ.૩૬૬.૫૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૫.૩૦ વધીને રૂ.૭૪૨.૨૫, સિએન્ટ રૂ.૪૪ વધીને રૂ.૧૨૮૭.૨૦, ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૩.૨૦ વધીને રૂ.૩૯૬.૬૦, એમ્ફેસીસ રૂ.૮૫.૪૫ વધીને રૂ.૨૫૭૫.૧૦, ટાટા એલેક્સી રૂ.૧૧૫.૯૫ વધીને રૂ.૬૧૦૦, તાન્લા રૂ.૯.૯૫ વધીને રૂ.૫૬૮.૧૦, રામકો સિસ્ટમ રૂ.૯.૨૫ વધીને રૂ.૩૯૨, ઈન્ફોસીસ રૂ.૨૩.૫૦ વધીને રૂ.૧૫૯૨.૬૦ રહ્યા હતા.
FPIs/FII કેશમાં રૂ.૯૩૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૩૧૬ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે બુધવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૯૩૧.૮૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૪,૮૬૧.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૯૨૯.૨૭કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૧૬.૩૧કરોડની ચોખ્ખી ખરીદીરહી હતી. કુલ રૂ.૧૩,૬૦૨.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૨૮૬.૬૮કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૩.૭૯ લાખ કરોડ વધીને રૂ.૪૩૪.૮૯ લાખ કરોડ પહોંચ્યું
શેરોમાં આજે ફરી વેલ્યુબાઈંગ વધ્યા સાથે ઘણા શેરોમાં તેજી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૩.૭૯ લાખ કરોડ વધીને રૂ.૪૩૪.૮૯ લાખ કરોડ રહ્યું હતું.