Get The App

IT, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં ફંડોનું સેલિંગ : સેન્સેક્સ 322 પોઈન્ટ ગબડીને 85440

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
IT, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં ફંડોનું સેલિંગ : સેન્સેક્સ 322 પોઈન્ટ ગબડીને 85440 1 - image

- વેનેઝુએલા પર અમેરિકાએ કબજો જમાવ્યા બાદ ભારતને ટેરિફ વધારવાની ટ્રમ્પની ચીમકીએ...

નિફટી 26374 નવો રેકોર્ડ બનાવી 78 પોઈન્ટ ઘટીને 26250 : કન્ઝયુમર ડયુરેબલ્સ, રિયાલ્ટી, ઓટો, મેટલ શેરોમાં તેજી : સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતી : DIIની રૂ.1764 કરોડની ખરીદી

મુંબઈ : અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખનું અપહરણ કરી લઈ દેશ પર કબજો જમાવતાં અને અન્ય દેશોને પણ આવી ધમકી આપીને ડોનાલ્ડ ટ્રમ્પે હવે રશીયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી બંધ નહીં કરવા પર ભારતને ટેરિફમાં વધારો કરવાની ચીમકી આપતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. ફંડોએ ભારતીય ઓઈલ-ગેસ કંપનીઓ ઓએનજીસી સહિતને વેનેઝુએલામાં તખ્તા પલ્ટાથી ફાયદો થવાની અપેક્ષા સામે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવો વધવાની ધારણાએ અને અમેરિકાની જોહુકમી વધી રહી હોઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં શેરોમાં નવી મોટી ખરીદીથી દૂર વેચીને હળવા થવાનું પસંદ કર્યું હતું. અલબત મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની ખરીદીએ આરંભિક ઈન્ડેક્સ બેઝડ મજબૂતી બતાવ્યા બાદ બજાર ફસકી પડયું હતું. ખાસ ટ્રમ્પની ટેરિફ વધારાની ચીમકીએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો અને ફાઈનાન્સ, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ઓફલોડિંગ થયું હતું. સેન્સેક્સ ૮૫૮૮૪થી ૮૫૩૧૫ વચ્ચે અથડાઈ અંતે ૩૨૨.૩૯ પોઈન્ટ ઘટીને ૮૫૪૩૯.૬૨ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૬૩૭૪ નવો રેકોર્ડ બનાવી નીચામાં  ૨૬૨૧૦ સુધી આવી અંતે ૭૮.૨૫ પોઈન્ટ ઘટીને ૨૬૨૫૦.૩૦ બંધ રહ્યો હતો. 

આઈટી ઈન્ડેક્સ ૫૦૭ પોઈન્ટ તૂટયો : રામકો રૂ.૩૨ તૂટયો : ટીસીએસ, ઈન્ફોબિન, સાસ્કેન, વિપ્રો ઘટયા

અમેરિકાના ડેવલપમેન્ટ અને બ્રોકિંગ હાઉસોએ  આઈટી શેરોને ડાઉનગ્રેડ કરતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી ફંડોનું વ્યાપક સેલિંગ થયું હતું. રામકો સિસ્ટમ્સ રૂ.૩૧.૫૫ તૂટીને રૂ.૫૪૧.૪૦, ઈન્ફોબિન રૂ.૪૧.૬૫ તૂટીને રૂ.૮૬૩.૭૫, સાસ્કેન રૂ.૪૯.૧૦ ઘટીને રૂ.૧૪૯૭.૭૫, વિપ્રો રૂ.૫.૮૦ ઘટીને રૂ.૨૬૩.૩૫, હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૧૫.૯૦ ઘટીને રૂ.૭૩૭.૯૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૨.૮૦ ઘટીને રૂ.૧૬૦૭.૧૦, નેલ્કો રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૭૧૯.૦૫, પર્સિસ્ટન્ટ રૂ.૮૮.૭૫ ઘટીને રૂ.૬૧૦૮.૮૫, ટીસીએસ રૂ.૩૫.૪૦ ઘટીને રૂ.૩૨૧૪.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૦૭.૦૭ પોઈન્ટ ઘટીને ૩૬૬૨૯.૮૪ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ : ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, ઈન્દ્રપ્રસ્થ ગેસ, આઈઓસી, ગેઈલ ઘટયા

ઓઈલ-ગેસ શેરોમાં વેનેઝુએલાના ડેવલપમેન્ટે ઓએનજીસી સહિતને ફાયદો થવાના આરંભિક અંદાજો-અહેવાલોએ ફંડોની ખરીદી રહ્યા બાદ ભારત માટે ક્રુડ ઓઈલની આયાત મોંઘી બનવાના અંદાજોએ ફંડોએ વેચવાલી કરી હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૯.૪૦ ઘટીને રૂ.૪૧૯.૬૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૯૦.૬૫, ઓએનજીસી રૂ.૩.૫૦ ઘટીને રૂ.૨૩૮, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૩૫ ઘટીને રૂ.૧૭૩.૦૫, આઈઓસી રૂ.૧.૮૫ ઘટીને રૂ.૧૬૪.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૪૧.૨૫ પોઈન્ટ ઘટીને ૨૮૫૬૮.૯૫ બંધ રહ્યો હતો.

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આઈડીએફસી બેંક, મહિન્દ્રા ફાઈનાન્સ, એચડીએફસી બેંક, આઈડીબીઆઈ ઘટયા

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં ફંડોએ આજે નવી ખરીદીથી દૂર ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું પસંદ કર્યું હતું. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧ ઘટીને રૂ.૮૪.૯૨, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૮.૭૦ ઘટીને રૂ.૩૮૪.૦૫, આઈડીબીઆઈ બેંક રૂ.૪ ઘટીને રૂ.૧૧૦.૮૫, એચડીએફસી બેંક રૂ.૨૩.૫૦ ઘટીને રૂ.૯૭૭.૭૦, હુડકો રૂ.૫.૦૫ ઘટીને રૂ.૨૬૦.૮૫, ડેમ કેપિટલ રૂ.૪.૪૦ ઘટીને રૂ.૨૧૫.૦૫ રહ્યા હતા. 

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સની ૭૫૮ પોઈન્ટની છલાંગ : પીજી ઈલેક્ટ્રો રૂ.૨૮, અંબર રૂ.૨૩૪ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના એપ્લાયન્સિસ, ઈલેક્ટ્રોનિક્સ સહિતના વેચાણને વર્ષ ૨૦૨૫ના અંતિમ મહિનામાં સારો પ્રતિસાદ મળ્યો હોવાના અહેવાલો વચ્ચે આજે ફંડોની પસંદગીની મોટી ખરીદી થઈ હતી. પીજી ઈલેક્ટ્રો રૂ.૨૭.૮૫ વધીને રૂ.૬૩૦.૬૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૩૪.૫૦ વધીને રૂ.૬૭૧૪.૩૫, વોલ્ટાસ રૂ.૪૬.૮૫ વધીને રૂ.૧૪૭૭.૨૫, ક્રોમ્પ્ટન રૂ.૭.૬૫ વધીને રૂ.૨૫૯.૭૫, બ્લુ સ્ટાર રૂ.૪૦.૧૦ વધીને રૂ.૧૮૫૨.૯૫, એશીયન પેઈન્ટ રૂ.૪૨.૧૦ વધીને રૂ.૨૮૧૪.૫૦, કલ્યાણ જવેલર્સ રૂ.૮.૮૫ વધીને રૂ.૫૦૪.૫૦, ટાઈટન રૂ.૨૮.૫૦ વધીને રૂ.૪૦૭૯.૧૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૫૭.૯૨ પોઈન્ટ ઉછળીને ૬૧૨૩૯.૮૫ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું સતત વધતું આકર્ષણ : સેઈલ, એપીએલ અપોલો, ટાટા સ્ટીલ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોએ સતત પસંદગીની ખરીદી કરી હતી. સેઈલ રૂ.૩.૪૫ વધીને રૂ.૧૫૦.૮૫, એપીએલ અપોલો રૂ.૩૨.૬૦ વધીને રૂ.૧૯૬૫.૮૦, ટાટા સ્ટીલ રૂ.૨.૮૫ વધીને રૂ.૧૮૫.૭૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૦.૫૦ વધીને રૂ.૮૬૬.૨૫, હિન્દાલ્કો રૂ.૫.૮૦ વધીને રૂ.૯૩૧.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૨૦.૦૭ પોઈન્ટ વધીને ૩૭૮૭૬.૨૬ બંધ રહ્યો હતો. 

ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી : આઈશર મોટર્સ રૂ.૧૪૭ ઉછળ્યો : અપોલો ટાયર, મારૂતીમાં તેજી

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે સિલેક્ટિવ ખરીદી જળવાઈ હતી. આઈશર મોટર્સ રૂ.૧૪૭.૩૦ વધીને રૂ.૭૪૮૨.૦૫, અપોલો ટાયર રૂ.૮.૨૦ વધીને રૂ.૫૦૫.૫૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૮.૬૫ વધીને રૂ.૨૩૯૭.૮૦, ઉનો મિન્ડા રૂ.૧૫.૪૦ વધીને રૂ.૧૩૩૬.૩૦, મારૂતી સુઝુકી રૂ.૧૯૩.૮૫ વધીને રૂ.૧૭,૧૫૪.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૫૬.૩૫ વધીને રૂ.૫૯૮૬.૯૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૧૧.૮૫ વધીને રૂ.૨૨૮૦.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૯૪.૩૧ પોઈન્ટ વધીને ૬૪૦૦૩.૧૭ બંધ રહ્યો હતો. 

રિયાલ્ટી શેરોમાં તેજીનો ચમકારો : શોભા ડેવલપર્સ રૂ.૮૭ વધીને રૂ.૧૫૭૯ : લોઢા, પ્રેસ્ટિજ એસ્ટેટ વધ્યા

રિયલ એસ્ટેટ ક્ષેત્રે ફરી માંગ વધવાની અપેક્ષાએ આજે ફંડોએ એકાએક પસંદગીના શેરોમાં મોટી ખરીદી કરી હતી. શોભા ડેવલપર્સ રૂ.૮૭ વધીને રૂ.૧૫૭૯.૧૫, લોઢા ડેવલપર્સ રૂ.૩૪.૦૫ વધીને રૂ.૧૧૨૦.૪૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૪૮.૩૫ વધીને રૂ.૧૬૬૭.૧૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૫.૧૫ વધીને રૂ.૨૧૨૩.૮૫, ડીએલએફ રૂ.૧૩.૫૦ વધીને રૂ.૭૧૧.૫૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૫૦.૬૫ પોઈન્ટ વધીને ૭૧૧૪.૫૯ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ડાટાપ્રિન્ટસ રૂ.૧૧૪, ભારત ડાયનામિક રૂ.૪૭, એસ્ટ્રલ રૂ.૩૯, સુપ્રિમ રૂ.૫૩ વધ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. અલબત ખરીદી મર્યાદિત રહી હતી. કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી : ડાટાપ્રિન્ટ્સ રૂ.૧૧૪, ભારત ડાયનામિક્સ રૂ.૪૭.૧૫ વધીને રૂ.૧૫૪૧.૭૫, એસ્ટ્રલ રૂ.૩૮.૭૦ વધીને રૂ.૧૪૯૨.૪૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૦.૭૦ વધીને રૂ.૪૧૩.૮૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૨.૯૫ વધીને રૂ.૩૫૮૮.૧૫, ટીમકેન રૂ.૩૪.૦૫ વધીને રૂ.૩૦૮૪.૨૫ રહ્યા હતા.બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૫.૦૪ પોઈન્ટ વધીને ૬૭૯૮૭.૭૬ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી નફારૂપી વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૬૦૨ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ આજે સાવચેતીમાં હળવા થવાનું પસંદ કર્યું હતું. જેથી માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૭૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૭૨ અને ઘટનારની ૨૬૦૨ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૮૦.૮૦ લાખ કરોડ

શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ વેચવાલી સાથે ઘણા શેરોમાં નરમાઈએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૮૦.૮૦ લાખ કરોડ રહ્યું હતું.

DIIની રૂ.૧૭૬૪ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની કેશમાં રૂ.૩૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૩૬.૨૫  કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૧,૨૭૭.૪૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૩૧૩.૬૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૭૬૪.૦૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૫૬૫.૭૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૮૦૧.૭૨ કરોડની વેચવાલી થઈ હતી.