Get The App

આઈટી શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 247 પોઈન્ટ ઘટીને 82253 : હેલ્થકેર શેરોમાં તેજી

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
આઈટી શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 247 પોઈન્ટ ઘટીને 82253 : હેલ્થકેર શેરોમાં તેજી 1 - image


- ટ્રમ્પના નવા આકરાં ટેરિફની અનેક દેશોને ચેતવણીએ વૈશ્વિક બજારોમાં સાવચેતી

- નિફટી 68 પોઈન્ટ ઘટીને 25082 : ઓટો, રિયાલ્ટી શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ : FPIs/FIIની કેશમાં રૂ.1614 કરોડની ચોખ્ખી વેચવાલી : રોકાણકારોની સંપતિમાં રૂ.95 હજાર કરોડનો વધારો

મુંબઈ : અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને સતત અનિશ્ચિતતા સાથે ખોફમાં રાખીને ફરી અનેક દેશો પર આકરાં નવા ટેરિફ લાદવાની ચેતવણી ઉચ્ચારતાં અને બીજી તરફ ઘણા દેશો અમેરિકા પર વળતાં ઊંચા ટેરિફ લાગુ કરવા જઈ રહ્યા હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતીએ આજે નરમાઈ જોવાઈ હતી. ભારતમાં પણ ચોમાસાની સારી પ્રગતિ છતાં કોર્પોરેટ પરિણામોમાં અનેક પડકારોને લઈ સાધારણથી નબળા પરિણામોની ધારણા વધતાં અને ફોરેન  પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ગત સપ્તાહના અંતે શેરોમાં વેચવાલી આક્રમક બનતાં  આજે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૧૮ પૈસા જેટલો નબળો પડીને ૮૫.૯૮ થઈ જતાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ નવી ખરીદીમાં ફંડો સાવચેત રહ્યા હતા. ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં મોટી વેચવાલી કરતાં અને બજાજ ટ્વિન્સ ફાઈનાન્સ શેરો સાથે લાર્સન સહિતના શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. સેન્સેક્સ આજે આરંભમાં નીચામાં  ૮૨૦૧૦.૩૮ સુધી ખાબકી અંતે ૨૪૭.૦૧ પોઈન્ટ ઘટીને ૮૨૨૫૩.૪૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૫૦૦૧.૯૫ સુધી આવી અંતે ૬૭.૫૫ પોઈન્ટ ઘટીને ૨૫૦૮૨.૩૦ બંધ રહ્યો હતો.

નેલ્કોનો નફો ૬૦ ટકા ઘટતાં શેર રૂ.૪૧ તૂટયો : ડિલિન્ક, ઈન્ફોસીસ, વિપ્રો, એચસીએલ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ટીસીએસના ગત સપ્તાહમાં પરિણામ સાથે પડકારોને લઈ સાવચેતીએ ફંડો હળવા થયા બાદ આજે વેચવાલી વધી હતી. નેલ્કો લિમિટેડનો પ્રથમ ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૂ.૪.૫ કરોડની તુલનાએ ૬૦ ટકા ઘટીને રૂ.૧.૮ કરોડ થતાં શેર રૂ.૪૧.૪૦ તૂટીને રૂ.૯૦૫.૪૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૪.૧૦ તૂટીને રૂ.૫૩૩.૧૫, ઈન્ફોબિન રૂ.૯ ઘટીને રૂ.૩૬૫.૯૫, સાસ્કેન રૂ.૨૩.૪૫ ઘટીને રૂ.૧૪૧૭.૪૫, ટેક મહિન્દ્રા રૂ.૨૪.૮૫ ઘટીને રૂ.૧૫૭૮.૧૫, ઈન્ફોસીસ રૂ.૨૪.૪૫ ઘટીને રૂ.૧૫૭૦.૪૫, વિપ્રો રૂ.૩.૯૦ ઘટીને રૂ.૨૫૪.૧૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૩ ઘટીને રૂ.૧૬૧૪, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૭.૨૫ ઘટીને રૂ.૩૩૮.૪૦, ટીસીએસ રૂ.૪૨.૨૦ ઘટીને રૂ.૩૨૨૩.૨૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૦ ઘટીને રૂ.૮૦૭.૫૦  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૬૫.૮૫ પોઈન્ટ ઘટીને ૩૬૬૬૨.૫૮ બંધ રહ્યો હતો.

ન્યુલેન્ડ લેબ. રૂ.૨૨૯૫, થાયરોકેર રૂ.૭૨, એપીએલ રૂ.૫૪ વધ્યા : હેલ્થકેર ઈન્ડેક્સ ૫૧૧ પોઈન્ટ ઉછળ્યો

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોએ સારા ડેવલપમેન્ટે તેજી કરી હતી. ન્યુલેન્ડ લેબોરેટરીઝ  શેર દીઠ રૂ.૧૨ અંતિમ ડિવિડન્ડ મેળવવા માટેની રેકોર્ડ તારીખ ૧૮, જુલાઈ પૂર્વે શેરમાં મોટી ખરીદી થતાં રૂ.૨૨૯૫.૧૦ ઉછળીને રૂ.૧૪,૬૦૧.૧૦,થાયરોકેર રૂ.૭૨.૫૦ વધીને રૂ.૧૧૬૨, એપીએલ લિમિટેડ રૂ.૫૩.૮૫ વધીને રૂ.૧૦૩૦.૩૦, મેનકાઈન્ડ રૂ.૧૨૧.૮૦ વધીને રૂ.૨૬૯૯.૮૦, લૌરસ લેબ રૂ.૩૩.૧૫ વધીને રૂ.૮૨૪.૨૦, સાંઈ લાઈફ રૂ.૩૯.૯૦ વધીને રૂ.૮૨૩, એમ્કયોર રૂ.૫૫.૪૦ વધીને રૂ.૧૩૫૨, બ્લુજેટ રૂ.૪૭.૪૫ વધીને રૂ.૯૫૫.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૧૧.૨૭ પોઈન્ટ ઉછળીને ૪૪૮૪૧.૨૪ બંધ રહ્યો હતો.

બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, રેલીગેર, માસ્ટર ટ્રસ્ટ, ઈન્ડોસ્ટાર, જિયો, ચોઈસ ઈન્ડિયામાં વેચવાલી

ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં આજે વેચવાલીનું દબાણ જોવાયું હતું. ઈન્ડોસ્ટાર રૂ.૧૬.૪૫ ઘટીને રૂ.૩૧૦.૨૦, માસ્ટર ટ્રસ્ટ રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૨૯.૫૦, ચોઈસ ઈન્ડિયા રૂ.૧૫.૮૫ ઘટીને રૂ.૬૯૦.૨૦, રેલીગેર રૂ.૫.૮૦ ઘટીને રૂ.૨૬૪.૬૫, જિયો ફાઈનાન્શિયલ રૂ.૬.૭૫ ઘટીને રૂ.૩૧૯.૦૫, બજાજ ફાઈનાન્સ રૂ.૧૪.૪૦ ઘટીને રૂ.૯૧૮.૯૫, બજાજ ફિનસર્વ રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૨૦૦૧, ટાટા ઈન્વેસ્ટમેન્ટ રૂ.૮૪.૨૫ ઘટીને રૂ.૬૫૨૨.૫૦, આવાસ રૂ.૨૫.૨૫ ઘટીને રૂ.૧૯૯૦.૩૦, એસબીઆઈ કાર્ડ રૂ.૧૨.૯૦ ઘટીને 

ઓટો શેરોમાં સિલેક્ટિવ તેજી : બોશ રૂ.૧૪૩૨ ઉછળી રૂ.૩૭,૯૪૪ : અશોક લેલેન્ડ, હ્યુન્ડાઈ ઈન્ડિયામાં તેજી

ચોમાસાની સારી પ્રગતિને લઈ વાહનોની માંગ આગામી દિવસોમાં વધવાની અપેક્ષાએ ફંડોએ આજે પસંદગીના શેરોમાં ખરીદી જાળવી હતી. બોશ રૂ.૧૪૩૨.૫૫ ઉછળીને રૂ.૩૭,૯૪૩.૭૦, અશોક લેલેન્ડ રૂ.૬.૬૫ વધીને રૂ.૨૫૨.૯૦, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૪૩.૮૦ વધીને રૂ.૨૧૪૭.૬૦, ટીવીએસ મોટર રૂ.૫૨.૦૫ વધીને રૂ.૨૮૦૫, હીરો મોટોકોર્પ રૂ.૩૭.૩૦ વધીને રૂ.૪૨૪૮.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૬૦.૧૨ પોઈન્ટ વધીને ૫૨૭૨૧.૯૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની મજબૂતી : ટાઈટન રૂ.૪૧, અંબર રૂ.૧૭૫, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૭ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે ઘટાડે ટાઈટન કંપનીની આગેવાનીમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. ટાઈટન કંપની રૂ.૪૧.૧૫ વધીને રૂ.૩૪૦૦.૧૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૭૪.૬૦ વધીને રૂ.૭૬૩૯.૯૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૬.૯૫ વધીને રૂ.૭૮૩.૮૦, ક્રોમ્પ્ટન રૂ.૪.૩૫ વધીને રૂ.૩૩૯.૮૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૨૩.૮૫ વધીને રૂ.૧૫,૯૦૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૦૯.૫૭ પોઈન્ટ વધીને ૫૯૭૦૦.૬૫ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં ફંડો લેવાલ : શોભા ડેવલપર્સ રૂ.૪૧, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૫, બ્રિગેડ એન્ટર. રૂ.૨૧ વધ્યા

રિયાલ્ટી ક્ષેત્રે દેશના ઘણા ભાગોમાં પ્રોપર્ટીની માંગ ઓછી રહેતાં વેચાણ નબળું રહેવાના અહેવાલ સામે વરસાદ સારો થતાં આગામી દિવસોમાં માંગ વધવાની અપેક્ષાએ ફંડો ઘટાડે પસંદગીના રિયાલ્ટી શેરોમાં લેવાલ રહ્યા હતા. શોભા ડેવલપર્સ રૂ.૪૧.૨૦ વધીને રૂ.૧૫૪૧.૮૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૫.૪૫ વધીને રૂ.૨૨૫૯.૨૫, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૧ વધીને રૂ.૧૦૮૪.૯૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૧.૯૦ વધીને રૂ.૧૭૨૭.૩૦, અનંતરાજ રૂ.૧૦.૦૫ વધીને રૂ.૫૭૧.૩૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૦૩.૪૧ પોઈન્ટ વધીને ૭૫૮૫.૫૧ બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૧૬૧૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૭૮૮ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે  સોમવારે શેરોમાં કેશમાં રૂ.૧૬૧૪.૩૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૭,૦૫૪.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૬૬૮.૭૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૭૮૭.૬૮ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૫૬૧.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૭૭૩.૮૪ કરોડની વેચવાલી કરી હતી.

એનએસઈ પર ૧૪૬૪ શેરો પોઝિટીવ : ૧૪૮૨ શેરો નેગેટીવ બંધ : બીએસઈમાં ૨૧૩૭ શેરો નેગેટીવ બંધ

ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓની વેચવાલી સામે પસંદગીના શેરોમાં ખરીદી જળવાઈ હતી. અલબત ઘટનાર શેરોની સંખ્યા વધુ રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.

Tags :