Get The App

ફંડોની વેચવાલી : સેન્સેક્સ 368 પોઈન્ટ ઘટીને 80236

- નિફટી સ્પોટ ૯૮ પોઈન્ટ ઘટીને ૨૪૪૮૭ : FPIs/FIIની કેશમાં રૂ.૩૩૯૮ કરોડની ચોખ્ખી વેચવાલી

- ઓટો, મેટલ, ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ તેજી સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
ફંડોની  વેચવાલી : સેન્સેક્સ 368 પોઈન્ટ ઘટીને 80236 1 - image


મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જ ટેરિફ જાળમાં ઘેરાઈ રહ્યા હોઈ ચાઈના સાથે પંગો નહીં લેવામાં શાણપણ સમજી ચાઈના પરનો ટેરિફ વધારાનો અમલ ૯૦ દિવસ માટે મોકૂફ રાખતાં અને બીજી તરફ હજુ ભારત માટે કોઈ સંકેત નહીં મળી રહ્યા હોઈ આજે ફંડોએ સાવચેતીમાં ફરી ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક લગાવી હતી. ઘર આંગણે ફુગાવાનો આંક ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ આવતાં અને ચોમાસાની સારી પ્રગતિ છતાં ફંડોએ આજે ફાઈનાન્શિયલ સર્વિસિઝ, બેંકિંગ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલી કરી હતી. અલબત  ફંડોની ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદીએ મોટું ધોવાણ અટક્યું હતું. નિફટી ૫૦ સ્પોટ ૯૭.૬૫ પોઈન્ટ ઘટીને ૨૪૪૮૭.૪૦ અને સેન્સેક્સ ૩૬૮.૪૯ પોઈન્ટ ઘટીને ૮૦૨૩૫.૫૯ બંધ રહ્યા હતા.

બેંકેક્સ ૫૧૦ પોઈન્ટ તૂટયો : આઈસીઆઈસીઆઈ, બજાજ ટ્વિન્સ, એચડીએફસી બેંક, સીએસબી બેંક ઘટયા

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં ફંડોએ આજે ફ્રન્ટલાઈન શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું. એચડીએફસી બેંક રૂ.૨૬.૦૫ ઘટીને રૂ.૧૯૬૯.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૪.૬૦ ઘટીને રૂ.૧૪૨૨.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૭.૯૦ ઘટીને રૂ.૧૯૫૮.૯૫ રહ્યા હતા.  જ્યારે સીએસબી બેંક રૂ.૨૬.૮૦ ઘટીને રૂ.૪૦૫.૯૦,  બજાજ ફાઈનાન્સ રૂ.૨૫.૨૦ ઘટીને રૂ.૮૫૨.૯૦, બજાજ ફિનસર્વ રૂ.૧૮.૫૫ ઘટીને રૂ.૧૯૦૫.૫૦, એન્જલ વન રૂ.૩૮.૪૦ ઘટીને રૂ.૨૫૦૭.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૧૦.૩૯ પોઈન્ટ ઘટીને ૬૧૩૦૭.૯૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં એસ્ટ્રલ નબળા પરિણામે રૂ.૧૧૨ તૂટયો : પ્રાજ ઈન્ડ., સુપ્રિમ, જયોતી સીએનસી ઘટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. એસ્ટ્રલ લિમિટેડનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૩૩ ટકા ઘટીને  રૂ.૮૧.૧ કરોડ અને આવક ૧.૬ ટકા ઘટીને રૂ.૧૩૬૧ કરોડ થતાં શેર રૂ.૧૧૨.૫૦ તૂટીને રૂ.૧૨૬૯.૭૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨.૭૦ તૂટીને રૂ.૪૧૩.૧૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૨.૮૦ તૂટીને રૂ.૪૨૨૧.૫૦, જયોતી સીએનસી રૂ.૨૬.૨૦ ઘટીને રૂ.૮૯૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૪૦.૪૦ ઘટીને રૂ.૪૪૦૫.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૦૫.૯૫ પોઈન્ટ ઘટીને ૬૬૪૬૦.૬૬  બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં બાટા ઈન્ડિયાનો નફો ૭૦ ટકા ઘટતાં શેર તૂટયો : કલ્યાણ જવેલર્સ, ડિક્સન ટેક, બર્જર  ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો આજે હળવા થયા હતા. બાટા ઈન્ડિયાનો ત્રિમાસિક નફો ૭૦ ટકા ઘટીને રૂ.૫૨ કરોડ થતાં શેર  રૂ.૫૪.૨૫ ઘટીને રૂ.૧૧૩૨,  કલ્યાણ જવેલર્સ રૂ.૨૬૬.૩૦ ઘટીને રૂ.૧૫,૮૨૩.૯૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૧.૮૦ ઘટીને રૂ.૬૮૫૨.૮૦, એશીયન પેઈન્ટસ રૂ.૧૦.૮૦ ઘટીને રૂ.૨૪૭૮.૮૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૯૮.૮૯ પોઈન્ટ ઘટીને ૫૮૪૬૧.૨૪ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ગોલ્ડમેનના ખરીદીના કોલે હ્યુન્ડાઈ મોટર રૂ.૫૨ વધી રૂ.૨૨૦૪ : મારૂતી રૂ.૨૫૮ વધ્યા

ચોમાસાની સારી પ્રગતિ અને તહેવારોની સીઝન શરૂ થઈ હોઈ વાહનોની ખરીદીમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ફંડો-ખેલંદાઓની ઓટોમોબાઈલ શેરોમાં આજે બીજા દિવસે ખરીદી વધી હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા  માટે ગોલ્ડમેન સેશ દ્વારા ખરીદીના ભલામણ કરતાં શેર રૂ.૫૧.૮૦ વધીને રૂ.૨૨૦૩.૯૦, મારૂતી સુઝુકી રૂ.૨૫૮.૮૦ વધીને રૂ.૧૨,૮૪૨.૬૦, અપોલો ટાયર રૂ.૮.૯૦ વધીને રૂ.૪૪૭.૩૫, હીરો મોટોકોર્પ રૂ.૮૪.૧૫ વધીને રૂ.૪૬૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૨.૩૫ વધીને રૂ.૩૨૩૬.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૦૫.૪૮ પોઈન્ટ વધીને ૫૩૩૨૦.૫૧ બંધ રહ્યો હતો.

સોનાટા સોફ્ટવેર રૂ.૪૩ વધીને રૂ.૩૭૩ : રામકો સિસ્ટમ, ડાટામેટિક્સ, ટેક મહિન્દ્રા, ઈન્ફોબિનમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે કેટલાક શેરોમાં ખરીદી રહી હતી. સોનાટા સોફ્ટવેર રૂ.૪૩.૨૦ વધીને રૂ.૩૭૩.૨૦, ઈન્ફોબિન રૂ.૩૯.૧૦ વધીને રૂ.૫૮૬, ડાટામેટિક્સ રૂ.૪૩.૬૦ વધીને રૂ.૧૦૫૮.૯૫, યુનિઈકોમ રૂ.૩.૪૦ વધીને રૂ.૧૨૬, ટેક મહિન્દ્રા રૂ.૨૮.૧૫ વધીને રૂ.૧૫૦૯.૮૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૫.૯૫ વધીને રૂ.૮૦૭.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૯૬.૪૭ પોઈન્ટ વધીને ૩૪૦૩૫.૬૫ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ : અદાણી ટોટલ ગેસ, પેટ્રોનેટ એલએનજી, ઈન્દ્રપ્રસ્થ, આઈઓસી મજબૂત

ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓએ પસંદગીની ખરીદી કરી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૧૫.૩૫ વધીને રૂ.૬૧૧.૮૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૨૫ વધીને રૂ.૨૭૯.૨૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૮૫ વધીને રૂ.૨૦૬.૫૦, આઈઓસી રૂ.૧.૪૫ વધીને રૂ.૧૪૨.૮૦, ઓએનજીસી રૂ.૧.૯૦ વધીને રૂ.૨૩૫.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૫૭.૭૦ પોઈન્ટ વધીને ૨૬૩૪૨.૪૪ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં વધતું આકર્ષણ : જિન્દાલ સ્ટેનલેસ રૂ.૩૬ વધીને રૂ.૭૧૩ : હિન્દુસ્તાન ઝિંક, ટાટા સ્ટીલ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં ટેરિફ મામલે ટ્રમ્પ પીછેહઠ કરશે એવી અપેક્ષાએ અને ભારતની ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સ્ટીલ-એલ્યુમીનિયમ સહિતની માંગ વધવાની અપેક્ષાએ ફંડોની ખરીદી વધી હતી. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૩૫.૫૫ વધીને રૂ.૭૧૩.૪૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૬.૩૦ વધીને રૂ.૪૨૩.૪૫, ટાટા સ્ટીલ રૂ.૧.૩૫ વધીને રૂ.૧૬૦.૨૦, વેદાન્તા રૂ.૨.૬૫ વધીને રૂ.૪૩૨.૬૦, જિન્દાલ સ્ટીલ રૂ.૫.૩૦ વધીને રૂ.૯૯૫.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૧૦.૫૯ પોઈન્ટ વધીને ૩૦૭૪૪.૭૧ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં વેલ્યુબાઈંગ : અલકેમ રૂ.૩૨૫ ઉછળી રૂ.૫૧૬૭ : જીપીટી હેલ્થ, બાયોકોન, ઈપ્કામાં તેજી

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ આજે ફંડોનું પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ વધ્યું હતું. એલકેમ લેબ.નો ત્રિમાસિક ચોખ્ખો નફો ૨૨ ટકા વધીને રૂ.૬૬૪ કરોડ થતાં શેરમાં લેવાલીએ રૂ.રૂ.૩૨૪.૬૦ ઉછળીને રૂ.૫૧૬૭,  બાયોકોન રૂ.૧૩.૩૦ વધીને રૂ.૩૫૫.૩૫, ઈપ્કા લેબ રૂ.૪૧.૭૫ વધીને રૂ.૧૩૭૯,કોન્કોર્ડ બાયો રૂ.૩૫.૬૦ વધીને રૂ.૧૬૩૯.૧૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૮૨.૨૧ પોઈન્ટ વધીને ૪૩૮૨૪.૮૮ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત પસંદગીની ખરીદીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૦૬૮ શેરો પોઝિટીવ બંધ

ફંડોએ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ સાવચેતીમાં તેજીને બ્રેક લગાવ્યા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. પરંતુ પસંદગીના શેરોમાં લેવાલી જળવાતાં અને એ ગુ્રપમાં આકર્ષણે માર્કેટબ્રેડથ સતત સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૦૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૬૮ અને ઘટનારની ૧૯૭૩ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૩૩૯૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૫૦૮ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૩૩૯૮.૮૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૫૦૭.૯૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૮૩ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૩.૩૦ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર ઘટતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૮૩ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૩.૩૦ લાખ કરોડ રહ્યું હતું.

Tags :