mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

FPIની સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં શેરોમાં રૂ.4203 કરોડની વેચવાલી

- યુ.એસ. બોન્ડ યીલ્ડમાં વધારા અને અમેરિકી ડોલરની મજબૂતી પાછળ ફોરેન ફંડો શેરોમાં નેટ વેચવાલ બન્યા

Updated: Sep 17th, 2023

FPIની સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં  શેરોમાં રૂ.4203 કરોડની  વેચવાલી 1 - image


મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ની સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં શેરોમાં રૂ.૪૨૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ છે. યુ.એસ. બોન્ડ યીલ્ડમાં વધારા અને અમેરિકી ડોલરની મજબૂતી પાછળ ફોરેન ફંડો વેચવાલ રહ્યા છે.એફપીઆઈઝ દ્વારા ડેટ, હાઈબ્રિડ, ડેટ-વીઆરઆર અને ઈક્વિટીઝને ગણતરીમાં લેતાં ૮,સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં કુલ રૂ.૩૬૩૬ કરોડનું રોકાણ કરાયું હોવાનું નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ(એનએસડીએલ)ના આંકડામાં દર્શાવાયું છે. 

પ્રાઈમરી માર્કેટમાં રોકાણ અને બલ્ક ડિલ્સ સહિત રૂ.૩૬૩૬ કરોડનું રોકાણ થયું છે. બલ્ક ડિલ્સ અને પ્રાઈમરી માર્કેટ થકી રોકાણ સિવાય કેશ સેગ્મેન્ટમાં વેચવાલી રૂ.૮૮૩૨ કરોડની થઈ છે. અમેરિકામાં વધતાં બોન્ડ યીલ્ડ્સ અને મજબૂત ડોલર ઈન્ડેક્સથી મૂડી પ્રવાહ નેગેટીવ બન્યો છે. આ પ્રમુખ કારણસર એફપીઆઈઝ ચાલુ મહિનામાં કેશ સેગ્મેન્ટમાં નેટ વેચવાલ રહ્યા છે અને યુ.એસ. ૧૦ વર્ષના બોન્ડ યીલ્ડ ઊંચા રહેતાં ટૂંકાગાળા માટે એફપીઆઈઝ પ્રવાહ ભારત સહિતના વિકાસશીલ બજારોમાં નેગેટીવ રહ્યો હોવાનું સમીક્ષકોનું કહેવું છે.

ઓગસ્ટમાં એફપીઆઈઝ દ્વારા ભારતીય શેરોમાં રૂ.૧૨,૨૬૨ કરોડની ખરીદી કરીને ૩૧,ઓગસ્ટના કુલ રૂ.૧૮,૩૩૮ કરોડનું રોકાણ કરાયું હતું, જે પાછલા ત્રણ મહિનામાં સતત ખરીદી જોવાઈ હોવાનું એનએસડીએલના આંકડામાં દર્શાવાયું છે. એફપીઆઈઝ દ્વારા ભારતીય બજારોમાં જુલાઈ ૨૦૨૩માં સતત પાંચમાં મહિને સળંગ ખરીદદાર રહ્યા હતા. જે જૂનમાં થયેલી રૂ.૪૭,૧૪૮ કરોડની તુલનાએ નજીવી ઓછી હતી.

સપ્ટેમ્બર ૨૦૨૩માં અત્યાર સુધીમાં ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરોએ કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૬૦૮ કરોડની વેચવાલી કર્યા સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૫૭૧૫ કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. દેશમાં મજબૂત રીટેલ ખરીદીના ટેકાએ ડીઆઈઆઈની સતત ખરીદી જળવાઈ છે.

શુક્રવારના એક્ત્રિત ધોરણે એફઆઈઆઈઝની ભારતીય શેરોમાં રૂ.૯૮૫૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૭૪.૭૧ કરોડની વેચવાલી થતાં નેટ ધોરણે રૂ.૨૨૪.૨૨ કરોડની વેચવાલી નોંધાઈ છે. જ્યારે ડીઆઈઆઈઝની રૂ.૮૩૨૪.૦૫ કરોડની કુલ ખરીદી સામે કુલ રૂ.૭૧૭૩.૯૦ કરોડની વેચવાલી થતાં નેટ ધોરણે રૂ.૧૧૫૦.૧૫ કરોડની ચોખ્ખી ખરીદી થયાનું એનએસઈના આંકડામાં દર્શાવાયું છે.

Gujarat